Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:45 - પવિત્ર બાઇબલ C.L.

45 પણ લોકોએ શાઉલને કહ્યું, “શું ઇઝરાયલને આવો મહાન વિજય પમાડનાર યોનાથાનને આજે મારી નાખવામાં આવશે? ના, ના, અમે જીવતા પ્રભુના સોગંદ ખાઈએ છીએ કે તેના માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. તેનું આજનું કાર્ય ઈશ્વરની સહાયથી જ થયું છે.” એમ લોકોએ યોનાથાનને મરતો બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે? એવું ન થાઓ. જીવતા યહોવાના સમ, તેના માથાનો વાળ પણ ભૂમિ પર પાડવાનો નથી, કેમ કે આજે ઈશ્વરની જ સહાયથી તેણે આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવી લીધો, જેથી તે મરણ પામ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલને મોટો વિજય અપાવ્યો છે તે મરશે? એવું ન થાઓ! જીવંત ઈશ્વરના સમ, તેના માથાનો એક પણ વાળ ભૂમિ પર પડનાર નથી, કેમ કે તેણે આજે ઈશ્વરની સહાયથી જ આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવ્યો તેથી તે મરણ પામ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 પણ લોકોએ શાઉલને કહ્યું, “ઇસ્રાએલને માંટે આવો મોટો વિજય મેળવનાર યોનાથાનને મરવું પડશે? એ તો કદી ય બને જ નહિ. અમે દેવના સમ ખાઈને કહીએ છીએ કે, એનો એક વાળ પણ વાંકો નહિ થાય, કારણ, આજે એણે જે કંઈ કર્યું છે તે દેવની મદદથી કર્યું છે.” આમ, લોકોએ યોનાથાનને મરતો ઉગારી લીધો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:45
22 Iomraidhean Croise  

તેણે કહ્યું, “હે રાજા, પ્રભુ તમારા ઈશ્વરને પ્રાર્થના કરો કે મારા પુત્રના મૃત્યુનો બદલો લેવા મારો જે નિકટનો સગો જવાબદાર છે તે મારા બીજા પુત્રને મારી નાખીને મોટો ગુન્હો ન આચરે.” દાવિદે જવાબ આપ્યો, “હું પ્રભુના જીવના સમ ખાઇને વચન આપું છું કે તારા પુત્રને કંઈ ઇજા થશે નહિ.”


શલોમોને જવાબ આપ્યો, “જો તે વફાદાર માલૂમ પડશે, તો તેનો એક વાળ પણ વાંકો થશે નહિ; પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે તો તે માર્યો જશે.”


બધા ધાર્મિક કેસોમાં મુખ્ય યજ્ઞકાર અમાર્યાનો નિર્ણય આખરી ગણાશે; જ્યારે રાજ્યને લગતા બધા કેસોમાં યહૂદિયાના સૂબા એટલે, ઝબાદ્યાના પુત્ર ઇશ્માએલનો નિર્ણય આખરી ગણાશે. લેવીઓની જવાબદારી ચુકાદાઓનો અમલ કરવાની રહેશે. તો હવે આ કામ હિમ્મતથી બજાવો; અને પ્રભુ સાચા લોકના પક્ષમાં રહો.”


તેથી તમે તેમના શત્રુઓને જીત પમાડી અને તેમના પર રાજ કરવા દીધું. પોતાના દુ:ખમાં તેમણે તમને મદદ માટે પોકાર પાડયો, એટલે તમે આકાશમાંથી જવાબ આપ્યો. તમારી અપાર કૃપામાં તેમને તેમના શત્રુઓથી છોડાવવા તમે આગેવાનો મોકલી આપ્યા.


પ્રભુએ પોતાના સમર્પિત લોકને હુકમ આપ્યો છે, અને તેમના વિજયથી આનંદ પામનારા સૈનિકોને પોતાના ક્રોધનો અમલ કરવા બોલાવ્યા છે.


તમારા માથાના બધા વાળની ગણતરી કરવામાં આવેલી છે.


પણ તમારા માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ.


તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું.


બાર્નાબાસ અને પાઉલ ઈશ્વરે તેમના દ્વારા બિનયહૂદીઓ મયે કરેલાં અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો અંગે હેવાલ આપતા હતા ત્યારે આખી સભા શાંત રહી.


પાઉલે તેમને શુભેચ્છા પાઠવી બિનયહૂદીઓ મયેના સેવાકાર્યનો પૂરો હેવાલ તેમને આપ્યો.


તો હવે મારી વિનંતી છે કે કંઈક ખાઓ. તમારે બચવા માટે એમ કરવાની જરૂર છે. તમારા માથાનો એક વાળ પણ વાંકો થવાનો નથી.”


હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ.


અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્યકરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો.


ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.


તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે.


સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા.


પણ શાઉલે કહ્યું, “આજે કોઈને મારી નાખવાનો નથી. કારણ, આજે પ્રભુએ ઈઝરાયલનો ઉદ્ધાર કર્યો છે.”


તે દિવસે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કર્યો અને બેથઆવેનની પેલે પાર સુધી જંગ જામ્યો.


શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો મૂકી દીધો અને પલિસ્તીઓ પોતાના પ્રદેશમાં પાછા ગયા.


ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?”


Lean sinn:

Sanasan


Sanasan