Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:38 - પવિત્ર બાઇબલ C.L.

38 પછી શાઉલે લોકોના આગેવાનોને કહ્યું, “અહીં આવો. આજે શું પાપ થયું છે તે શોધી કાઢો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 પછી શાઉલે કહ્યું, “લોકોના સર્વ આગેવાનો, તમે અહીં આવો. અને આજે શામાં આ પાપ થયું છે એ તપાસ કરી શોધી કાઢો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 પછી શાઉલે કહ્યું, “અહીં આવો, સર્વ લોકોના આગેવાનો તમે અહીં આવો; જુઓ અને જાણો કે આજે આ પાપ કયા કારણથી થયું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 પછી શાઉલે કહ્યું, “લોકોના સર્વ આગેવાનો, તમે આગળ આવો; અને આજે શામાં આ પાપ થયું છે એ તપાસ કરી શોધી કાઢો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:38
11 Iomraidhean Croise  

તેમણે જવાબ આપ્યો, “તમે અમારી સાથે ન આવશો. અમારામાંના બાકી રહેલાઓ પાછા ફરીને નાસી જાય અથવા અમારામાંના અડધા મરી જાય તો શત્રુને એની પરવા નહિ હોય. પણ અમારે મન તો તમે અમારામાંના દસ હજારથીય વિશેષ છો. તમે અહીં નગરમાં રહીને અમને મદદ મોકલો એ ઉચિત થશે.”


અમારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વરે પસંદ કરેલા લોક સાથે સર્વ પ્રજાઓના અધિકારીઓ એકત્ર થયા છે. કારણ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે અને તે અતિ ઉચ્ચ મનાયા છે.


મારા લોક પર વહીવટ કરવા માટે તેમનામાંથી જ શાસકો, આગેવાનો, અને અમલદારો ઊભા થશે.


હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે.


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે.


ઇઝરાયલે પાપ કર્યું છે! મારી સાથે કરેલો જે કરાર મેં તેમને પાળવા ફરમાવ્યો હતો તેનો તેમણે ભંગ કર્યો છે. મના કરેલ અર્પિત વસ્તુમાંથી તેમણે કંઈક લઈ લીધું છે. તેમણે તે ચોરી લીધું છે અને જુઠ્ઠું બોલ્યા છે અને તેને પોતાના સરસામાનમાં સંતાડયું છે.


એને લીધે તો ઇઝરાયલીઓ પોતાના શત્રુઓ સામે ટકી શક્તા નથી. તેઓ તેમનાથી પીછેહઠ કરે છે; કારણ, તેઓ પોતે નાશપાત્ર બની ગયા છે. મના કરેલ અર્પિત વસ્તુનો તમે તમારામાંથી નાશ નહિ કરો, ત્યાં સુધી હવે હું તમારી વચ્ચે રહેવાનો નથી.


ઈશ્વરના લોકની આ સભામાં ઇઝરાયલના બધાં કુળોના આગેવાનો હાજર હતા. અને ત્યાં પાયદળના ચાર લાખ સૈનિકો હતા.


Lean sinn:

Sanasan


Sanasan