Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:24 - પવિત્ર બાઇબલ C.L.

24 શાઉલે સોગંદ ખાઈને આવો હુકમ કર્યો હતો, “મારા શત્રુઓ પર હું વેર વાળુ ત્યાં સુધી આજે સાંજ સુધી જો કોઈ કંઈ ખોરાક લે તો તે શાપિત હો.” તેથી તે દિવસે ઇઝરાયલીઓ ભૂખથી નિર્ગત થઈ ગયા હતા. કોઈએ આખો દિવસ કંઇ ખાધું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું, “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થયા હતા કેમ કે શાઉલે લોકોને સોગન દઈને કહ્યું હતું, “સાંજ પડે ત્યાં સુધી અને મારા શત્રુઓ પર મારું વેર વાળું ત્યાં સુધી કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તો તે શાપિત થાઓ,” માટે લોકોમાંથી કોઈએ કશું ખાધું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:24
19 Iomraidhean Croise  

મારા શત્રુઓને હરાવવા તે મને સહાય કરે છે; તે રાષ્ટ્રોને મારે તાબે કરે છે.


નાસ્તિકની વાતોથી બીજાનો વિનાશ થાય છે, પણ નેકજનની વિદ્યા તેને બચાવી લે છે.


અરે, બિનશરતી રીતે સમર્પિત થયેલ માણસને પણ પાછો ખરીદી શકાય નહિ. તેને તો મારી જ નાખવો.


“જો કોઈ માણસ ખરી કે ખોટી કોઈપણ બાબત વિષે વગર વિચાર્યે સોગંદ ખાય તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુ સમક્ષ માનતા લીધી, “જો તમે આ લોકો પર અમને વિજય અપાવો તો અમે તમને તેમનું સમર્પણ કરીશું અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કરીશું.”


તો (અહીં યજ્ઞકાર સ્ત્રીને સોગનપૂર્વકના શાપ હેઠળ મૂક્તાં કહેશે) પ્રભુ તને તારા લોકોમાં શાપરૂપ અને ધિક્કારપાત્ર કરો, તારા ગર્ભાશયને સડાવી દો અને તારા પેટને સુજાવી દો.


હું સાક્ષી આપું છુ કે ઈશ્વર પ્રત્યે તેમનો ઊંડો ભક્તિભાવ તો છે; પણ તેનો આધાર સાચા જ્ઞાન પર નથી.


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.”


ઇઝરાયલીઓ પ્રબળ બન્યા ત્યારે તેમણે કનાનીઓ પાસે વેઠ કરાવી, પણ તેમને છેક હાંકી કાઢયા નહિ.


ઇઝરાયલી યોદ્ધાઓ લડી લેવાને કૃતનિશ્ર્વયી હતા. લોકો સ્વેચ્છાપૂર્વક લડાઈમાં સામેલ થયા. પ્રભુની સ્તુતિ થાઓ!


તેઓ સૌ જંગલમાં આવ્યા અને જમીન પર બધે મધ પડેલું હતું.


ઇઝરાયલના ઉદ્ધારક જીવતા પ્રભુને નામે હું પ્રતિજ્ઞા કરું છું કે મારો પુત્ર યોનાથાન દોષિત હશે તો તેને પણ મારી નાખવામાં આવશે.”


અને શાઉલે તેમને દાવિદને આવું કહેવા હુકમ કર્યો, “રાજા કન્યાની કિંમતમાં બીજું કંઈ નહિ પણ માત્ર આટલું જ માગે છે: તેમના દુશ્મનો પર વેર વાળવા માટે સો પલિસ્તીઓને મારી નાખીને પુરાવારૂપે તેમની જનનેદ્રિંયની ચામડી રજૂ કરવી.” દાવિદ પલિસ્તીઓના હાથે માર્યો જાય તે માટે શાઉલે એવો ઘાટ ઘડયો.


Lean sinn:

Sanasan


Sanasan