18 તેઓ ગણતરી કરી રહ્યા, ત્યારે જુઓ, યોનાથાન તથા તેનો શસ્ત્રવાહક ત્યાં નહોતા. શાઉલે અહિયાને કહ્યું, “ઈશ્વરનો કોશ અહીં લાવ.” કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલી લોકો સાથે હતો.
ઉરિયાએ જવાબ આપ્યો, “કરારપેટી તેમ જ ઇઝરાયલ અને યહૂદિયાના માણસો રણક્ષેત્ર પર તંબૂઓમાં રહે છે. મારા સેનાપતિ યોઆબ અને તેમના લશ્કરી અમલદારો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી રહે છે, તો પછી હું ઘેર જઈને કેવી રીતે ખાઉંપીઉં અને મારી પત્ની સાથે સૂઈ જાઉં? તમારા અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું એવું કદી નહિ કરું.”
તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”
તેથી શાઉલે પોતાના માણસોને કહ્યું, “આપણા સૈનિકોની ગણતરી કરો અને આપણામાંનું કોણ નથી તે શોધી કાઢો.” તેમણે તપાસ કરી તો યોનાથાન અને તેનો યુવાન શસ્ત્રવાહક ખૂટતા હતા.
શાઉલે પોતાના માણસોને કહ્યું, “ચાલો, આપણે ઊતરી પડીએ અને પલિસ્તીઓ પર આક્રમણ કરી સવાર સુધી તેના પર મારો ચલાવી તેમને બધાને ખતમ કરી નાખીએ.” કહ્યું, “તમને જે યોગ્ય લાગે તે કરો.” પણ યજ્ઞકારે કહ્યું, “આપણે પ્રથમ ઈશ્વરને પૂછી જોઈએ.”
તેથી કિર્યાથયારીમમાં લોકો પ્રભુની કરારપેટી મેળવીને તેને અબિનાદાબના ટેકરી પરના ઘરમાં લઈ ગયા અને તેની સંભાળ અર્થે તેમણે તેના પુત્ર એલાઝારની પ્રતિષ્ઠા કરી.