Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:16 - પવિત્ર બાઇબલ C.L.

16 બિન્યામીનના કુળપ્રદેશમાં આવેલા ગિબ્યામાં શાઉલના ચોકીદારોએ પલિસ્તીઓનો સમુદાય વિખેરાઈ જતો અને તેમના લોકને આમતેમ નાસભાગ કરતા જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 બિન્યામીનના ગિબયામાંના શાઉલના પહેરેગીરોએ જોયું. અને જુઓ, પલિસ્તીઓનો સમુદાય ઓછો થતો જતો હતો, ને તેઓ અહીંતહીં દોડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ત્યારે શાઉલના ચોકીદારોએ કે જેઓ બિન્યામીનના ગિબયામાં હતા તેઓએ જોયું; કે પલિસ્તીઓના સૈનિકોનો સમુદાય વિખેરાઈ જતો હતો, તેઓ અહીંતહીં દોડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 બિન્યામીનના ગિબયાહમાંના શાઉલના પહેરેગીરોએ જોયું; પલિસ્તીઓનાં ટોળાના માંણસો આમતેમ વિખરાઈ જતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:16
8 Iomraidhean Croise  

તેઓ વેગે વહી જતા પાણીની જેમ વિલીન થાઓ; તેઓ બાણ તાકે ત્યારે તે બૂઠાં થઈ જાઓ.


જેમ ધૂમાડો ઊડી જાય છે તેમ ઈશ્વર તેમને હાંકી કાઢે છે. જેમ અગ્નિ સમક્ષ મીણ પીગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વર સમક્ષ નાશ પામે છે.


પ્રભુ કહે છે, “હું ઇજિપ્તમાં આંતરવિગ્રહ ચલાવીશ. ભાઈ ભાઈની સામે, પડોશી પડોશીની સામે, નગર નગરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે.


ગિદિયોનના માણસો તેમનાં ત્રણસો રણશિંગડાં વગાડી રહ્યા હતા ત્યારે પ્રભુએ શત્રુની ટુકડીઓને પોતાની તલવારો ચલાવી એકબીજા પર હુમલો કરતી કરી દીધી. તેઓ સારેથાન તરફ છેક બેથ-સિટ્ટા સુધી અને ત્યાંથી છેક ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલા નગર સુધી નાઠા.


છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો.


તેથી શાઉલે પોતાના માણસોને કહ્યું, “આપણા સૈનિકોની ગણતરી કરો અને આપણામાંનું કોણ નથી તે શોધી કાઢો.” તેમણે તપાસ કરી તો યોનાથાન અને તેનો યુવાન શસ્ત્રવાહક ખૂટતા હતા.


પછી પૂરા ગૂંચવાડામાં પડી જઈ અંદરોઅંદર લડી રહેલા પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા શાઉલ અને તેના સર્વ માણસો ગયા. પલિસ્તીઓના પક્ષમાં ભળી જઈ તેમની છાવણીમાં ગયેલા હિબ્રૂઓ શાઉલ તથા યોનાથાનના પક્ષમાં જોડાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan