Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:15 - પવિત્ર બાઇબલ C.L.

15 છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને છાવણીમાં, રણક્ષેત્રમાં તથા સર્વ લોકમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટનારા પણ થથરી ઊઠ્યા. અને ભૂમિ પણ કંપી. એમ ઘણી મોટી ધ્રૂજારી વ્યાપી ગઇ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 છાવણીમાં, રણક્ષેત્રમાં તથા લોકોમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટ કરનારાઓ પણ ગભરાઈ ગયા. ત્યાં ધરતીકંપ જેવી ધ્રૂજારી પ્રસરી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પલિસ્તીઓની છાવણીમાં, અને સમગ્ર સૈન્યમાં ભય વ્યાપી ગયો. સૈનિક ટોળીઓના માંણસો થથરી ગયા. ધરતી ધ્રધ્રૂજવા લાગી. ભયંકર ભીતિ ફેલાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:15
18 Iomraidhean Croise  

તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ.


શેતૂર વૃક્ષોની ટોચ પર તું લશ્કરની કૂચનો અવાજ સાંભળે ત્યારે હુમલો કરજે. કારણ, પલિસ્તીઓના સૈન્યને હરાવવા હું તારી અગાઉ કૂચ કરીશ.”


આતંકો તેને ચોમેરથી ડરાવે છે, અને તેનાં પગલાંનો પીછો કરે છે.


પરંતુ જુઓ, તેઓ મહાભયથી કંપી ઊઠશે; કારણ, ઈશ્વર તેમના ભક્તજનોના પક્ષમાં છે.


આખો સિનાઈ પર્વત ધુમાડાથી છવાઈ ગયો. કારણ, પ્રભુ પર્વત પર અગ્નિ દ્વારા ઊતર્યા હતા. તે ધૂમાડો ભઠ્ઠીના ધૂમાડાની જેમ ઉપર ચડતો હતો. આખો પર્વત કંપી ઊઠયો.


રાજાનો ચહેરો ઉદાસ થઈ ગયો. અને તે એટલો ગભરાયો કે તેના ધૂંટણો ધ્રૂજવા લાગ્યા.


તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળશો. પણ તેથી ગભરાશો નહિ. આ બધું બનવાની જરૂર છે. પણ તેનો અર્થ એવો નથી કે અંત આવી ચૂક્યો છે.


તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે.


છાવણીની આસપાસ પ્રત્યેક જણ પોતાના સ્થાને ઊભો હતો, અને શત્રુનું સમસ્ત સૈન્ય બૂમ પાડતાં પાડતાં નાસભાગ કરવા લાગ્યું.


પલિસ્તીઓની છાવણી મિખ્માશમાં હતી. પલિસ્તી સૈનિકોએ તેમની છાવણીમાંથી ત્રિપાંખિયો હુમલો કર્યો, એક ટુકડી શૂઆલ પ્રદેશના ઓફા તરફ ગઈ,


બીજી ટુકડી બેથહોરોન અને ત્રીજી ટુકડી સબાઈમની ખીણ અને વેરાનપ્રદેશની સામેની સરહદ સુધી ગઈ.


મિખ્માશ ઘાટ સાચવવા માટે પલિસ્તી સૈનિકોની એક ટુકડી આવી પહોંચી.”


એ પ્રથમ ક્તલમાં યોનાથાન અને યુવાને એક ઝુંસરી જેટલી પહોળાઈ અને અર્ધા ચાસ જેટલી લંબાઈના વિસ્તારમાં લગભગ વીસ માણસો મારી નાખ્યા.


બિન્યામીનના કુળપ્રદેશમાં આવેલા ગિબ્યામાં શાઉલના ચોકીદારોએ પલિસ્તીઓનો સમુદાય વિખેરાઈ જતો અને તેમના લોકને આમતેમ નાસભાગ કરતા જોયા.


શમુએલ બલિ ચઢાવતો હતો ત્યારે પલિસ્તીઓ હુમલો કરવાને ધસ્યા, પણ એ જ સમયે પ્રભુએ તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરી. તેઓ ગૂંચવાઈને ગભરાટમાં નાઠા.


Lean sinn:

Sanasan


Sanasan