Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 13:7 - પવિત્ર બાઇબલ C.L.

7 બીજા કેટલાક યર્દન નદી ઓળંગીને ગાદ અને ગિલ્યાદના પ્રદેશોમાં જતા રહ્યા. શાઉલ હજુ ગિલ્ગાલમાં હતો અને તેની સાથેના લોકો ભયથી કાંપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે કેટલાક હિબ્રૂઓ યર્દન ઊતરીને ગાદ તથા ગિલ્યાદ દેશમાં ગયા હતા; પણ શાઉલ તો હજી સુધી ગિલ્ગાલમાં હતો, ને સર્વ લોક કાંપતા કાંપતા તેની પાછળ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે કેટલાક હિબ્રૂઓ યર્દન ઊતરીને ગાદ તથા ગિલ્યાદ દેશમાં ગયા. પણ શાઉલ હજી સુધી ગિલ્ગાલમાં હતો, સર્વ લોક ભયભીત થઈને તેની પાછળ ચાલતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી કેટલાક હિબ્રૂઓએ યર્દન નદી ઓળંગી અને ગિલયાદ ગાદ ભૂમિ તરફ ગયા. શાઉલ હજુ ગિલ્ગાલમાં રહ્યો. તેની સાથે તેના બધા લોકો હતા જેઓ ગભરાયેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 13:7
15 Iomraidhean Croise  

હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો.


“અધિકારીઓ વિશેષમાં એમ પણ કહે કે, ‘હિંમત ઓસરી ગઈ હોય અને ડરી ગયા હોય એવા કોઈ છે? જો હોય તો તેમને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, એવા માણસો બીજાઓને નાહિંમત કરી દેશે.’


“તમારા શત્રુઓ સામે પ્રભુ તમને પરાજય પમાડશે. તમે તેમના પર એક માર્ગે હુમલો કરશો, તો તેમની સામેથી સાત માર્ગે નાસી છૂટશો; અને તમારી દશા જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ કાંપી ઊઠશે.


“તે સમયે આપણે કબજે કરેલા પ્રદેશમાંથી આર્નોનને કિનારે આવેલા અરોએર નગરની ઉત્તર તરફનો પ્રદેશ અને ગિલ્યાદના પહાડી પ્રદેશનો તેનાં નગરો સહિતનો અમુક ભાગ મેં રૂબેન તથા ગાદના કુળોને આપ્યો હતો.


એમાં ગિલ્યાદ, ગશૂર અને માઅખાના પ્રદેશો, સમગ્ર હેર્મોન પર્વત અને છેક સાલખા સુધીનો બાશાનનો પ્રદેશ હતો.


રૂબેન તથા ગાદનાં કુળો તથા મનાશ્શાના બાકીના અર્ધા કુળને તો યર્દન નદીની પૂર્વ તરફના વિસ્તારમાં પ્રભુના સેવક મોશેએ તેમને આપ્યા મુજબનો પ્રદેશ મળી ચૂક્યો હતો.


લોકોમાં જાહેરાત કર, ‘જે કોઈ ભયથી થરથરતો હોય તે ગિલ્યાદ પર્વત છોડીને પાછો જાય.” બાવીસ હજાર પાછા ગયા, પણ દસ હજાર રોકાયા.


શમુએલની સૂચના પ્રમાણે શાઉલે સાત દિવસ તેની રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલ આવ્યો નહિ. લોકો શાઉલને મૂકીને જતા રહેવા લાગ્યા.


એ સાંભળીને શાઉલ અને તેના માણસો ગભરાઈને થરથરી ગયા.


યિઝએલની ખીણની સામી તરફ અને યર્દન નદીની પૂર્વ તરફ ઊભેલા ઇઝરાયલીઓએ જોયું કે ઇઝરાયલી સૈન્ય નાસી ગયું છે અને શાઉલ તથા તેના પુત્રો મરાયા છે ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને નાસી ગયા. પછી પલિસ્તીઓએ આવીને તે નગરો કબજે કરી લીધાં.


Lean sinn:

Sanasan


Sanasan