Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 13:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઇઝરાયલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, [કેમ કે લોકો દુ:ખી હતા,] ત્યારે ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે તેઓ પોતે સંકટમાં આવી પડ્યા છે કેમ કે લોકો દુઃખી હતા, ત્યારે તેઓ ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કૂવાઓમાં, ખાડાઓમાં સંતાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ઇસ્રાએલી સૈનિકોએ જોયું કે તેઓ ભારે સંકટમાં છે અને તેઓનું લશ્કર ભીંસમાં આવી પડયું છે, ત્યારે તેઓ ગભરાઇ ગયા અને ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, અને કોતરોમાં તેમજ પાણીની ટાંકીઓમાં સંતાઈ જવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 13:6
18 Iomraidhean Croise  

દાવિદે કહ્યું, “હું વિકટ પરિસ્થિતિમાં આવી પડયો છું, પણ અમે માણસો દ્વારા શિક્ષા પામીએ એ કરતાં પ્રભુ પોતે જ અમને શિક્ષા કરે એ સારું છે. કારણ, પ્રભુ દયાળુ છે.”


પણ તેમના લોક તો ખુવાર થયા છે અને લૂંટાયા છે. તેઓ ખાડામાં ફસાયા છે અને કેદખાનામાં પૂરાયા છે. તેઓ શિકાર થઈ પડયા છે અને તેમની વહારે આવનાર કોઈ નથી. તેઓ લૂંટરૂપ થઈ પડયા છે, અને ‘તેમને છોડી દો’ એવું કહેનાર કોઈ નથી.


ઇશ્માએલે મારી નાખેલા માણસોનાં શબ જે ટાંકામાં નાખ્યાં તે બહુ મોટું હતું. આસા રાજાએ તે ટાંકું ઇઝરાયલના રાજા બાઅશાથી સંરક્ષણ મેળવવા બંધાવ્યું હતું. ઇશ્માએલે તે ટાંકું મારી નાખેલા માણસોનાં શબથી ભરી દીધું.


“તેમને કહે કે પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે જેઓ ઇઝરાયલનાં ઉજ્જડ નગરોમાં વસે છે તેઓ તલવારથી મરશે, અને જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે, જેઓ પર્વતો અને ગુફાઓમાં છુપાયા હશે તેઓ રોગચાળાથી માર્યા જશે.


આ બંનેની વચ્ચે હું મૂંઝવણમાં છું. આ જીવન ત્યજી દઈને ખ્રિસ્તની સાથે રહેવા હું ચાહું છું. કારણ, તે ઘણી રીતે ચઢિયાતું છે.


આ દુનિયા તેમને માટે લાયક ન હતી! તેઓ વેરાનમાં અને ડુંગરોમાં નિરાશ્રિતોની જેમ ભટક્તા હતા, અને ગુફાઓમાં તથા જમીનની બખોલોમાં વસતા હતા.


આયના માણસોએ પાછા વળીને જોયું તો શહેરમાંથી ગગનમાં ધૂમાડો ચડતો જોયો. હવે તેમને માટે નાસી છૂટવાનો કોઈ માર્ગ નહોતો, કારણ, વેરાનપ્રદેશ તરફ નાસી ગયેલા ઇઝરાયલીઓએ હવે પાછા ફરીને તેમના પર હુમલો કર્યો.


વળી, આમ્મોનીઓ પણ યર્દન ઓળંગીને યહૂદા, બિન્યામીન અને એફ્રાઈમની સામે લડાઈ કરવા આવતા. ઇઝરાયલીઓ ભારે સંતાપમાં આવી પડયા.


પછી ઇઝરાયલીઓ પાછા વળીને ધસ્યા, અને બિન્યામીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો; કારણ તેઓ સમજી ગયા કે હવે તેમનું આવી બન્યું છે!


મિદ્યાનીઓના વધતા જતા જોરજુલમથી બચવા ઇઝરાયલીઓ પહાડોનાં કોતરો, ગુફાઓ અને ગઢોમાં સંતાઈ રહેતા.


શમુએલ ગિલ્ગાલથી બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં ગયો. શાઉલ પોતાના સૈનિકો પાસે જતો હતો ત્યારે બાકી રહેલા લોકો તેની પાછળ ગયા. શાઉલે છસો માણસની બનેલી તેની ટુકડીની તપાસ કરી લીધી.


તેથી તેઓ પલિસ્તીઓની નજરે પડયા. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જુઓ, ગુફાઓમાં સંતાઈ ગયેલા કેટલાક હિબ્રૂ હવે બહાર આવે છે!”


પલિસ્તીઓ ભાગી રહ્યા છે એવું સાંભળીને એફ્રાઈમના પર્વતોમાં સંતાઈ રહેલા ઇઝરાયલીઓ પણ જોડાઈ ગયા અને પલિસ્તીઓ પર આક્રમણ કર્યું.


ઝીફના કેટલાક માણસોએ શાઉલ પાસે ગિબ્યામાં જઈને કહ્યું, “દાવિદ અમારી મધ્યે યહૂદિયાના વેરાનપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા હખીલા પર્વત પર હોરેશના ગઢોમાં સંતાઈ રહ્યો છે.


તે એક ગુફાની નજીક રસ્તા પર આવેલા ઘેટાંના વાડાઓ પાસે આવ્યો અને તે કુદરતી હાજતે જવા ગુફાની અંદર ગયો. દાવિદ અને તેના માણસો ગુફામાં અંદરના ભાગમાં સંતાઈ રહ્યા હતા.


યિઝએલની ખીણની સામી તરફ અને યર્દન નદીની પૂર્વ તરફ ઊભેલા ઇઝરાયલીઓએ જોયું કે ઇઝરાયલી સૈન્ય નાસી ગયું છે અને શાઉલ તથા તેના પુત્રો મરાયા છે ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને નાસી ગયા. પછી પલિસ્તીઓએ આવીને તે નગરો કબજે કરી લીધાં.


ઇઝરાયલીઓ મિસ્પામાં એકઠા થયા છે એવું પલિસ્તીઓએ સાંભળતાં પલિસ્તીઓના રાજાઓ પોતાના માણસો લઈને ઇઝરાયલીઓ પર હુમલો કરવા ઉપડયા. એ સાંભળીને ઇઝરાયલીઓ ગભરાયા.


Lean sinn:

Sanasan


Sanasan