Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 13:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પલિસ્તીઓ એકઠા થઈને ઇઝરાયલીઓ સાથે લડવા આવ્યા. તેમની પાસે યુદ્ધ માટે ત્રીસ હજાર રથો, 6000 ઘોડેસ્વારો અને સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય સૈનિકો હતા. તેમણે બેથ-આવેનની પૂર્વમાં મિખ્માશમાં છાવણી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા. તેઓએ આવીને બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયા; તેઓના ત્રીસ હજાર રથો, એ રથને ચલાવી શકે એવા છ હજાર ઘોડેસવારો તથા સમુદ્રની રેતી જેવી વિશાળ સંખ્યામાં લોકોએ બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 13:5
21 Iomraidhean Croise  

હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


અને તેમના માણસો શૂરવીર લડવૈયા છે. મારી સલાહ એવી છે કે દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશમાંથી સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા સર્વ ઇઝરાયલીઓને તમે એકઠા કરો અને તમે પોતે તેમને લડાઈમાં આગેવાની આપો.


ઇઝરાયલીઓ પણ એકઠા થયા અને શસજ્જ બન્યા; તેઓ પણ કૂચ કરી નીકળ્યા અને અરામીઓ સામે બે જૂથમાં છાવણીઓ નાખી. સમગ્ર સીમાડાને છાઈને પડેલા અરામીઓ આગળ ઇઝરાયલીઓ બકરાંનાં બે નાનાં ટોળાં જેવા લાગતા હતા.


ઓ પ્રભુ પરમેશ્વર, હવે મારા પિતા દાવિદને તમે આપેલું વચન પૂરું કરો. તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અગણિત લોકો પર રાજા બનાવ્યો છે.


દુશ્મનના લશ્કરે આયાથ નગર પર જીત મેળવી છે. તેઓ મિગ્રોનમાં થઈ પસાર થયા છે. મિખ્માશમાં તેમણે પોતાનો શસ્ત્રસરંજામ રાખ્યો છે.


વળી, તારા વંશજો રેતીના રજકણો જેટલા થાત અને મારી આગળથી તેમનું નામ નાબૂદ થઈ જાત નહિ કે લોપ થઈ જાત નહિ.”


મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે.


સમરૂનના રહેવાસીઓ ભયભીત થશે અને બેથેલનો સોનાનો વાછરડો ઉપાડી જવામાં આવતાં તેઓ શોક કરશે. તેઓ અને તેના પૂજારી યજ્ઞકારો તેને લીધે કલ્પાંત કરશે. તેનો મહિમા ચાલ્યો જતાં તેઓ રોકકળ કરશે.


“હે ઇઝરાયલના લોકો, જો કે તમે વેશ્યાની જેમ બેવફા બનો, તો તેથી યહૂદિયાના લોકોએ એ જ બાબતમાં દોષિત બનવાની જરૂર નથી. ગિલ્ગાલ કે ‘બેથ-આવેન’માં ભક્તિ કરવા જશો નહિ અને ત્યાં જઈને જીવતા પ્રભુના નામે સમ ખાશો નહિ.


ગિબ્યામાં રણશિંગડું વગાડો! રામામાં તુરાઈ વગાડો! બેથ-આવેનમાં યુદ્ધનાદ ગજાવો! બિન્યામીનના પુરુષો, યુદ્ધમાં જોડાઈ જાઓ!


યશાયા ઇઝરાયલીઓ વિષે ઘોષણા કરે છે: “જોકે ઇઝરાયલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય, તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે.


તેઓ તેમના સર્વ સૈનિકો લઈને આવી પહોંચ્યા; તેથી એ સૈન્ય સમુદ્રકિનારાની રેતીના કણ જેવું અગણિત હતું. તેમની પાસે ઘણા ઘોડા અને રથો હતા.


ઉત્તર બાજુએ તેમની સરહદ યર્દનથી શરૂ થતી હતી. ત્યાંથી તે યરીખોની ઉત્તર તરફના ઢોળાવ તરફ ગઈ અને પશ્ર્વિમ તરફ પહાડી પ્રદેશમાં થઈને છેક બેથ હાવેનના રણપ્રદેશ સુધી પહોંચી.


હવે યહોશુઆએ કેટલાક માણસોને યરીખોથી બેથેલની પૂર્વ તરફ બેથ-આવેન નજીક આવેલ આય નગરમાં આમ કહીને મોકલ્યા, “જાઓ, જઈને એ પ્રદેશની બાતમી કાઢી લાવો.” તે માણસો આય જઈને બાતમી કાઢી લાવ્યા.


મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં.


પણ શમુએલે તેને કહ્યું, “તેં આ શું કર્યું?” શાઉલે જવાબ આપ્યો, “મેં જોયું કે લોકો મને મૂકીને ચાલ્યા જાય છે અને તમારા કહ્યા પ્રમાણે તમે આવ્યા નહિ અને પલિસ્તીઓ મિખ્માશમાં એકઠા થયા છે.


શાઉલે ત્રણ હજાર ઇઝરાયલીઓને પસંદ કર્યા અને બાકીના બીજા સૌને છાવણીમાં વિદાય કર્યા. તેણે પોતાની સાથે મિખ્માશમાં અને બેથેલના પહાડીપ્રદેશમાં બે હજાર રાખ્યા અને તેના પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના કુળપ્રદેશમાં ગિબ્યામાં એક હજાર રાખ્યા.


તે દિવસે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કર્યો અને બેથઆવેનની પેલે પાર સુધી જંગ જામ્યો.


શાઉલ જીવ્યો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે તેને ઉગ્ર જંગ ચાલુ રહ્યો. કોઈ પણ બળવાન કે બહાદુર માણસ તેને મળે તો તે તેને પોતાના લશ્કરમાં દાખલ કરી દેતો.


પલિસ્તીઓનાં સૈન્યો યહૂદિયાના સોખો નામના નગરમાં યુદ્ધને માટે એકત્ર થયાં. સોખો અને અઝેકાની વચ્ચે ‘એફેસ-દામીમ’ એટલે ‘લોહિયાળ સરહદ’ નામની જગ્યાએ તેમણે છાવણી કરી.


એમ પલિસ્તીઓ હાર્યા અને શમુએલ જીવ્યો ત્યાં લગી પ્રભુએ તેમને ઇઝરાયલના પ્રદેશ પર હુમલો કરવા દીધો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan