Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ તેઓ પોતાના ઈશ્વર પ્રભુને ભૂલી ગયા. એટલે પ્રભુએ હાસોર નગરના સેનાપતિ સીસરાને, પલિસ્તીઓને અને મોઆબના રાજાને તમારા પૂર્વજો વિરુદ્ધની લડાઈમાં જીત પમાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ તેઓ પોતાના ઈશ્વર યહોવાને વીસરી ગયા, ત્યારે તેમણે હાસ્‍ત્રોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં ને મોઆબના રાજાના હાથમાં તેઓને વેચી દીધા, અને તેઓ તેમની સાથે લડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ પિતૃઓ પોતાના પ્રભુ ઈશ્વરને વીસરી ગયા; ત્યારે તેમણે હાસોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં, મોઆબ રાજાના હાથમાં તેઓને વેચી દીધા. તેઓ બધા તમારા પૂર્વજો સામે લડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “પરંતુ તેઓ યહોવા તેમના દેવને ભૂલી ગયા. તેથી તેણે તેઓને હાસોરમાં સૈન્યના સેનાપતિ સીસરાના ગુલામો બનાવ્યા. અને પલિસ્તીઓના ગુલામો અને મોઆબના રાજાના ગુલામો. તેઓ બધા તમાંરા પિતૃઓ વિરુદ્ધ લડ્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:9
15 Iomraidhean Croise  

તેઓ ઇજિપ્તમાં તેમને માટે મહાન કાર્યો કરનાર તેમના ઉદ્ધારર્ક્તા ઈશ્વરને વીસરી ગયા.


તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા.


શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે!


તમને પેદા કરનાર ખડક્સમા ઈશ્વરની તમે ઉપેક્ષા કરી, અને તમારા જન્મદાતા ઈશ્વરને વીસરી ગયા.


જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત?


તેથી પ્રભુ ઇઝરાયલીઓ પર કોપાયમાન થયા અને તેમને પલિસ્તીઓ તથા આમ્મોનીઓને સ્વાધીન કરી દીધા.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, અને તેમણે તેમને ચાલીસ વર્ષ સુધી પલિસ્તીઓને તાબે કરી દીધા.


તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો; જેથી લૂંટફાટ કરનારા તેમના પર હુમલો કરી તેમને લૂંટી જાય તેમ પ્રભુએ કર્યું. તેમણે તેમની આસપાસ તેમના શત્રુઓને તેમના પર પ્રબળ કર્યા અને ઇઝરાયલીઓ પોતાનું રક્ષણ કરી શક્યા નહિ.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. ઇઝરાયલીઓના દુરાચરણને લીધે પ્રભુએ ઇઝરાયલ કરતાં મોઆબના રાજા એગ્લોનને વધુ સબળ કર્યો.


તે પછીનો ન્યાયાધીશ આનાથનો પુત્ર શામ્ગાર હતો. તેણે એક પરોણીથી છસો પલિસ્તીઓને મારી નાખીને ઇઝરાયલનો બચાવ કર્યો.


તેથી પ્રભુએ તેમને હાસોર નગરમાં રાજ કરતા કનાની રાજા યાબીનને સ્વાધીન કરી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો.


પણ પ્રભુની વાણી નહિ સાંભળતાં તમે તેમની આજ્ઞાઓની અવજ્ઞા કરશો તો તમારા પૂર્વજોની જેમ તે તમારી વિરુદ્ધ પણ થઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan