Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:5 - પવિત્ર બાઇબલ C.L.

5 શમુએલે જવાબ આપ્યો, “આજે હું તમને તદ્દન નિર્દોષ માલૂમ પડયો છું. પ્રભુ અને તેમણે પસંદ કરેલ રાજા તમારા સાક્ષી છે.” તેમણે કહ્યું, “તે તમારા સાક્ષી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેણે તેઓને કહ્યું, “યહોવા તમારી સામે સાક્ષી છે, ને આજે તેમનો અભિષિક્ત પણ સાક્ષી છે કે મારી પાસેથી તમને કંઈ જડ્યું નથી.” ત્યારે તેઓએ કહ્યું, “તે સાક્ષી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે તેઓને કહ્યું, “ઈશ્વર તમારી સામે સાક્ષી છે, આજ તેનો અભિષિક્ત સાક્ષી છે, કે મારી પાસેથી તમને કશું મળ્યું નથી.” તેઓએ કહ્યું, “ઈશ્વર સાક્ષી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારે શમુએલે તેમને કહ્યું, “યહોવા અને તેણે પસંદ કરેલો રાજા આજે એ વાતના સાક્ષી છે કે, તમને માંરામાં કોઈ દોષ જડતો નથી.” લોકોએ કહ્યું, “હા, યહોવા સાક્ષી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:5
14 Iomraidhean Croise  

લાબાને કહ્યું, “જો તું મારી પુત્રીઓ પ્રત્યે ખરાબ વર્તન રાખીશ અથવા તું બીજી પત્નીઓ કરીશ તો મને કંઈ તેની ખબર પડવાની નથી, પણ યાદ રાખજે ઈશ્વર આપણા પર નજર રાખે છે.


અલબત્ત, હાલ પણ મારો સાક્ષી સ્વર્ગમાં છે; મારો જામીન ઉચ્ચસ્થાને છે.


યોબ સાથે સંવાદ પૂરો કર્યા પછી પ્રભુએ એલિફાઝ તેમાનીને કહ્યું, “તારા પર અને તારા બે મિત્રો પર મને ક્રોધ ચઢયો છે; કારણ, તમે મારા સેવક યોબની જેમ મારે વિષે સાચું બોલ્યા નથી.


તમે મારા દયને પારખ્યું છે, રાત્રિને સમયે પણ તમે મારું નિરીક્ષણ કરો છો, તમે મારી પરીક્ષા કરી છે, અને મારામાં કંઈ બુરાઈ મળી નથી; મેં મારે મુખે પણ અપરાધ કર્યો નથી.


પિલાતે પૂછયું, “સત્ય શું છે?” પછી પિલાત બહાર યહૂદીઓ પાસે પાછો ગયો અને તેમને કહ્યું, “એને સજાપાત્ર ઠરાવી શકાય તે માટે મને કોઈ કારણ મળતું નથી.


ઘોંઘાટ વધતો ગયો, અને ફરોશીપંથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઊભા થઈને સખત વિરોધ કર્યો, “અમને આ માણસમાં કંઈ ખોટું જણાતું નથી! કદાચ કોઈ આત્મા અથવા દૂતે તેની સાથે વાત કરી છે.”


અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું.


અથવા આ માણસોને કહેવા દો કે જ્યારે હું ન્યાયસભા સમક્ષ ઊભો હતો ત્યારે તેમને મારામાં કયો દોષ માલૂમ પડયો?


મારી વિરુદ્ધ કંઈ હોય તો તેની મને ખબર નથી. પણ એનો અર્થ એ નથી કે હું નિર્દોષ છું. મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


લોકોએ જવાબ આપ્યો, “તમે અમને છેતર્યા નથી, અથવા અમારા પર જુલમ કર્યો નથી, કે કોઈની પાસેથી કંઈ લીધું નથી.”


પણ દાવિદે કહ્યું, “એને કંઈ ઈજા પહોંચાડતો નહિ. પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજાને ઈજા પહોંચાડનાર સજા પામ્યા વિના રહેશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan