Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હું અહીં છું. જો મેં કોઈનું કંઈ ખોટું કર્યું હોય, તો પ્રભુ અને તેના પસંદ કરેલા રાજાની સમક્ષ અત્યારે જ મારી ઉપર આક્ષેપ મૂકો. શું મેં કોઈનો બળદ કે કોઇનું ગધેડું લીાાં છે? શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ કર્યો છે? પક્ષપાત કરવા માટે કોઈની પાસેથી મેં લાંચ લીધી છે? જો આમાનું મેં કાંઈપણ કર્યું હોય તો મેં જે લીધું હોય તે હું ભરપાઈ કરી આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું આ રહ્યો:શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની સમક્ષ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હું આ રહ્યો; શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? શું મેં કોઈને છેતર્યો છે? મેં કોઈનાં પર જુલમ કર્યો છે? મારી આંખો પર પાટો બાંધવા સારુ મેં કોઈનાં હાથથી લાંચ લીધી છે? જો એવું કર્યું હોય તો ઈશ્વરના અભિષિક્ત આગળ મારી વિરુદ્ધ સાક્ષી આપો અને હું તમને પાછું આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હવે હું તમાંરી સમક્ષ ઊભો છું. જો મે કઇ ખોટુ કર્યું હોય તો તમાંરે યહોવાને અને એના અભિષિકત રાજાને કહેવું. મે કોઇનો બળદ અથવા ગાધેડો લધો છે? મે કોઇને ઇજા પહોચાડી છે અથવા કોઇને વિશ્વાસઘાત કર્યોં છે? જો મે ઉપરની બાબતોમાંથી કઇ કર્યું હોય તો હું તેને ઠીક કરીશ. મે આંખો બૈંધ કરીને લાંચ લધી છે જેથી માંરા ગુન્હાની ઉપેક્ષા થાઓ?”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:3
29 Iomraidhean Croise  

હું પ્રભુના માર્ગમાં ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને હું તેમનાથી વિમુખ ગયો નથી.


તેમને તમારું પૈસા કે અનાજ કે દ્રાક્ષાસવ કે ઓલિવ તેલનું તેમનું જે કંઈ દેવુ હોય તે રદ બાતલ કરી દો અને હમણાં જ તેમને તેમનાં ખેતરો, દ્રાક્ષવાડીઓ, ઓલિવવાડીઓ અને ઘરો પરત કરી દો.”


જે વ્યાજખોરી માટે જ નાણાં ઉછીનાં આપતો નથી, અને જે લાંચ લઈને નિર્દોષ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવા લલચાતો નથી, એવાં કાર્યો કરનાર મનુષ્ય કદી ડગશે નહિ.


“તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેનાં દાસદાસીઓનો, તેનાં ઢોરઢાંકનો, તેનાં ગધેડાંનો અથવા તેની માલિકીની કોઈપણ વસ્તુનો લોભ ન રાખો.”


તમે લાંચ ન લો; કારણ, લાંચ લોકોને સત્ય પ્રત્યે આંધળા બનાવે છે અને નિર્દોષના દાવાને નિરર્થક બનાવે છે.


અન્યાયી માર્ગે નફો કરનાર પોતાના જ પરિવાર પર આફત લાવે છે, પણ લાંચ નકારનાર આબાદીમાં જીવશે.


તો તે મૂડી વિષે કે ચોરી વિષે કે ખોવાયેલી ચીજ વિષે કે જૂઠા સોગંદ વિષે એટલે આવી અપ્રામાણિક બાબતો માટે જ્યારે તે દોષનિવારણ બલિ ચડાવે,


ત્યારે તેણે એના માલિકને પૂરેપુરું વળતર ચૂકવી આપવું અને એ ઉપરાંત વધારામાં વીસ ટકા આપવા.


મોશે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે પ્રભુને કહ્યું, “તમે તેમનું અર્પણ સ્વીકારશો નહિ. મેં તેમની પાસેથી એક ગધેડું ય લીધું નથી કે તેમનું કંઈ નુક્સાન કર્યું નથી.”


તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો.


જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, “પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ; અને જો મેં કોઈને છેતર્યો હોય, તો હું તેને ચારગણું પાછું ભરપાઈ કરી આપીશ.”


મેં કોઈના સોનારૂપાનો કે કીમતી વસ્ત્રનો લોભ રાખ્યો નથી.


આ ત્રીજી વાર તમારી મુલાકાત લેવાને માટે હું તૈયાર છું, અને તમારી પાસેથી હું કંઈ મેળવવાની આશા રાખતો નથી. હું તો તમારું દ્રવ્ય નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા ધરાવું છું. ખરી રીતે તો બાળકો તેમનાં માતાપિતાના ભરણપોષણની જોગવાઈ કરતાં નથી, પણ માતાપિતા તેમનાં બાળકો માટે જોગવાઈ કરે છે.


તેમના ચુકાદાઓમાં તેમણે કાયદાઓનો અવળો અર્થ કરવો નહિ. તેમણે આંખની શરમ રાખી પક્ષપાત ન કરવો. તેમણે લાંચ ન લેવી. કારણ, લાંચ જ્ઞાની અને પ્રામાણિક માણસોની આંખોને પણ આંધળી કરે છે અને તેમને જૂઠા ચુકાદાઓ આપવા પ્રેરે છે.


તમે પોતે તેમ જ ઈશ્વર પણ અમારા સાક્ષી છે કે તમ વિશ્વાસ કરનારાઓ પ્રત્યે અમારું વર્તન પવિત્ર, નિખાલસ અને નિર્દોષ હતું.


તમને ખબર છે કે અમે તમારી પાસે આર્થિક લાભ માટે ખુશામતભરી કે કપટયુક્ત વાતો લઈને આવ્યા નહોતા. તે વિષે ઈશ્વર પણ અમારા સાક્ષી છે.


મારી વિનંતી છે કે ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો અને ફરજ પડયાથી નહિ, પણ રાજીખુશીથી ઈશ્વરની ઇચ્છા મુજબ તેની સંભાળ રાખો. માત્ર સ્વાર્થ માટે નહિ, પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો.


પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે.


લોકોએ જવાબ આપ્યો, “તમે અમને છેતર્યા નથી, અથવા અમારા પર જુલમ કર્યો નથી, કે કોઈની પાસેથી કંઈ લીધું નથી.”


શમુએલે જવાબ આપ્યો, “આજે હું તમને તદ્દન નિર્દોષ માલૂમ પડયો છું. પ્રભુ અને તેમણે પસંદ કરેલ રાજા તમારા સાક્ષી છે.” તેમણે કહ્યું, “તે તમારા સાક્ષી છે.”


મને વિશ્વાસુ અને મારી ઇચ્છાનુસાર વર્તનાર એવો એક યજ્ઞકાર હું પસંદ કરીશ. તેના વંશજો મારા અભિષિક્ત રાજાની સમક્ષ સેવા કરશે.


મારા પિતા, તમારા ઝભ્ભાનો ટુકડો મારા હાથમાં છે તે જુઓ. મેં એ ટુકડો કાપી લીધો, પણ તમને મારી નાખ્યા નહિ. એ પરથી તમને ખાતરી થવી જોઈએ કે તમારી વિરુદ્ધ બંડ કરવાનો અથવા તમને ઈજા પહોંચાડવાનો મારો ઇરાદો નથી. તમે મને મારી નાખવા મારો પીછો કરો છો. પણ મેં તો તમારું કંઈ ભૂંડુ કર્યું નથી.


તેથી તેને કંઈપણ ઈજા કરવાથી પ્રભુ મને બચાવો. તે પ્રભુ દ્વારા પસંદ કરાયેલ અભિષિક્ત રાજા હોવાથી મારે તેને કંઈ નુક્સાન કરવું જોઈએ નહિ.”


તેથી પોતાના માણસો શાઉલ પર ત્રાટકી ન પડે તે માટે દાવિદે તેમને અટકાવ્યા.


પ્રભુએ જેનો રાજા તરીકે અભિષેક કર્યો છે એને હું કંઈ હાનિ પહોંચાડું એવું પ્રભુ ન થવા દો. ચાલ, શાઉલના માથા પાસેથી તેનો ભાલો અને તેનો પાણીનો ચંબૂ લઈ લે, એટલે આપણે અહીંથી જતા રહીએ.


પણ દાવિદે કહ્યું, “એને કંઈ ઈજા પહોંચાડતો નહિ. પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજાને ઈજા પહોંચાડનાર સજા પામ્યા વિના રહેશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan