Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેમણે શમુએલને કહ્યું, “તમે તમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરો કે જેથી અમે મરી જઇએ નહિ. અમારાં બીજાં સર્વ પાપ ઉપરાંત અમે રાજા માંગીને પણ પાપ કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને બધા લોકોએ શમુએલને કહ્યું, “ [આ] તમારા સેવકોને માટે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરો કે અમે માર્યા ન જઈએ; કેમ કે અમારાં બધાં પાપમાં અમે [આ] ભૂંડાઈનો ઉમેરો કર્યો છે, કે અમે અમારે માટે રાજા માગ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 લોકોએ શમુએલને કહ્યું, “તારા સેવકોને સારુ તારા પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કર કે, અમે માર્યા ન જઈએ. કેમ કે અમે અમારે સારુ રાજા માગ્યો તેથી અમારા સઘળાં પાપોમાં આ દુષ્ટતાનો ઉમેરો થયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તે બધાએ શમુએલને કહ્યું, “તારા સેવકોને માંટે તારા દેવ યહોવાને પ્રૅંર્થના કર, જેથી અમે મરી ન જઈએ. કારણ, અમાંરા બધાં પાપમાં રાજાની માંગણીના ઘોર પાપનો અમે ઉમેરો કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:19
24 Iomraidhean Croise  

તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”


ઈશ્વર શિક્ષા કરવા અથવા કૃપા દર્શાવવા તેને ધારેલે સ્થાને તાકે છે.


તેથી હવે સાત આખલા અને સાત ઘેટા લઈને યોબ પાસે જાઓ અને તમારા તરફથી તેમને દહનબલિ તરીકે ચડાવો. પછી મારો ભક્ત યોબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ અને તમારી સાથે તમારી મૂર્ખતા પ્રમાણે વર્તીશ નહિ. કારણ, મારા ભક્ત યોબની જેમ તમે મારા વિષે સાચું બોલ્યા નથી.


માટે હું તમને વિનંતી કરું છું કે આટલી વખત મારા પાપની ક્ષમા કરો અને તમારા ઈશ્વર પ્રભુને વિનંતી કરો કે મને આ જીવલેણ આફતમાંથી છોડાવે.”


બીજે દિવસે મોશેએ લોકોને કહ્યું, “તમે અઘોર પાપ કર્યું છે. પરંતુ હું હવે ફરી પર્વત પર પ્રભુની પાસે જઈશ. કદાચ હું તમારા પાપનું પ્રાયશ્ર્વિત કરી શકું.”


તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.”


હે પ્રભુ, તમારા લોક સંકટને સમયે તમારી ગમ ફર્યા છે. તમે તેમને શિક્ષા કરી ત્યારે તેમણે પોતાના દુ:ખમાં તમને પ્રાર્થના ગુજારી.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


જો તેઓ સાચા સંદેશવાહકો હોય અને જો તેમને પ્રભુનો સંદેશ મળ્યો હોય તો પછી તેઓ સેનાધિપતિ પ્રભુને વિનંતી કરે કે પ્રભુના મંદિરમાં અને યહૂદિયાના રાજાના મહેલમાં અને યરુશાલેમમાં બાકી રહેલાં પાત્રો પણ બેબિલોન લઇ જવાય નહિ.”


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને સંદેશવાહક યર્મિયા પાસે મોકલીને વિનંતી કરી, “તું આપણા ઈશ્વર પ્રભુને અમારે માટે પ્રાર્થના કર.”


“અમે તને આગ્રહપૂર્વક આજીજી કરીએ છીએ કે તું તારા ઈશ્વર પ્રભુને અમારે માટે એટલે, આ સમગ્ર બચી ગયેલા શેષ સમુદાય માટે પ્રાર્થના કર. કારણ, તું જુએ છે કે ઘણામાંથી અમે થોડા જ બચ્યા છીએ.


હવે હે યજ્ઞકારો, પ્રભુ આપણા પ્રત્યે ભલાઈ દર્શાવે તેવી વિનંતી કરી જુઓ. તે તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર નહિ આપે, અને તેમાં વાંક તમારો છે.


એટલે લોકો મોશે પાસે આવ્યા અને કહ્યું, “પ્રભુની વિરૂધ અને તમારી વિરુધ બોલીને અમે પાપ કર્યું છે. તમે અમારે માટે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ અમને આ સાપોથી બચાવી લે,” તેથી મોશેએ લોકોને માટે પ્રાર્થના કરી.


સિમોન જાદુગરે પિતર તથા યોહાનને કહ્યું, “મારે માટે પ્રાર્થના કરો કે તમે કહેલું કંઈ અનિષ્ટ મારા પર આવી પડે નહિ.”


વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેનાં પાપની ક્ષમા આપશે.


જેનાથી મરણ ન થાય એવું પાપ કરતાં જો કોઈ પોતાના ભાઈને જુએ તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી; જેથી ઈશ્વર તેને જીવન આપે. મરણ ન થાય તેવા પાપ માટે આ નિયમ છે. મરણ નિપજાવે તેવું પણ પાપ છે, અને તેને માટે ઈશ્વરને વિનંતી કરવાનું હું તમને કહેતો નથી.


હવે તમે માગેલો અને પસંદ કરેલો રાજા અહીં છે, પ્રભુએ તે તમને આપ્યો છે.


શમુએલે જવાબ આપ્યો, “ગભરાશો નહિ; જો કે તમે આવું દુષ્કર્મ કર્યું છે તો પણ પ્રભુથી દૂર જશો નહિ, પણ તમારા પૂરા દયથી તેમની સેવા કરો.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


પછી શમુએલે સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા થવા બોલાવ્યા. તેણે કહેવડાવ્યું, “હું ત્યાં તમારે માટે પ્રભુને પ્રાર્થના કરીશ.”


તેમણે શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર પ્રભુ આપણને પલિસ્તીઓથી બચાવે તે માટે તેમને પ્રાર્થના કરતા રહો.”


રાજા માટેની તેમની માગણીથી શમુએલને ખોટું લાગ્યું, તેથી તેણે પ્રભુને પ્રાર્થના કરી.


Lean sinn:

Sanasan


Sanasan