Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:6 - પવિત્ર બાઇબલ C.L.

6 એ સાંભળતાં ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો અને તેને ખૂબ ઝનૂન ચઢી આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 શાઉલે એ વચનો સાંભળ્યા, ત્યારે તેના પર ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, ને તે ઘણો ક્રોધાયમાન થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓએ જે કહ્યું તે જયારે શાઉલે સાંભળ્યું, ત્યારે ઈશ્વરનો આત્મા સામર્થ્ય સહિત તેના પર આવ્યો અને તે ઘણો ક્રોધાયમાન થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 શાઉલે એ વાત સાંભળી, ત્યારે શાઉલમાં દેવનો આત્માં મહાશકિત સહિત આવ્યો, અને તેનો ક્રોધ ભભૂકી ઊઠયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:6
14 Iomraidhean Croise  

છાવણીની નજીક આવતાં મોશેએ વાછરડો જોયો અને લોકોને નાચતા જોયા. તેથી તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેણે ત્યાં પર્વતની તળેટીમાં જ શિલાપાટીઓ ફેંકી દઈને તેમને ભાંગી નાખી.


(તે સમયે પૃથ્વીના બધા લોકોમાં મોશે જેવો નમ્ર માણસ બીજો કોઈ નહોતો.)


ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો.


જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો.


પછી પ્રભુનો આત્મા યફતા પર આવ્યો. તે ગિલ્યાદમાં અને મનાશ્શામાં ફર્યો અને પાછો ગિલ્યાદના મિસ્પામાં આવ્યો અને ત્યાંથી આમ્મોન ગયો.


હવે પ્રભુનો આત્મા તેને દાનની છાવણીમાં સોરા અને એશ્તાઓલની વચ્ચે પ્રેરણા કરવા લાવ્યો.


પણ અચાનક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો, અને શિમશોને હાથમાં કોઈ હથિયાર ન હોવા છતાં એક લવારાની જેમ તે સિંહને ચીરી નાખ્યો. પણ તેણે તેનાં માતપિતાને એ વિશે કહ્યું નહિ.


જ્યારે તેઓ લેહી પહોંચ્યા, ત્યારે પલિસ્તીઓ તેની સામે હોકારો કરતા અને દોડતા આવ્યા. એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેના હાથે અને બાવડે બાંધેલાં દોરડાં જાણે બળેલા અળસીરેસાનાં દોરડાં હોય તેમ તેણે તે તોડી નાખ્યાં.


તેના પર પ્રભુનો આત્મા આવ્યો અને તે ઇઝરાયલનો ન્યાયાધીશ બન્યો. ઓથ્નીએલ લડાઈ કરવા ગયો. પ્રભુએ તેને મેસોપોટેમિયાના રાજા પર વિજય પમાડયો.


પ્રભુના આત્માએ ગિદિયોનને પોતાના કબજામાં લીધો, એટલે તેણે રણશિંગડું ફૂંકીને અબીએઝેરના ગોત્રના માણસોને પોતાની પાછળ આવવા લલકાર કર્યો.


શાઉલ અને તેનો નોકર ગિબ્યામાં આવ્યા એટલે સંદેશવાહકોની ટોળી તેમને મળી. ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો એટલે તે પણ તલ્લીન થઇને સંદેશા ઉચ્ચારવા લાગ્યો.


એ જ સમયે પ્રભુનો આત્મા તારો કબજો લેશે. તું તેમની સાથે નાચવામાં જોડાઈને ગાનતાનમાં તલ્લીન થઈ જઈશ અને બદલાઇ જઇને જુદી જ વ્યક્તિની જેમ વર્તીશ.


શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો.


શાઉલ પાસેથી પ્રભુનો આત્મા જતો રહ્યો અને પ્રભુ તરફથી મોકલાયેલો એક દુષ્ટાત્મા તેને હેરાન કરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan