Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:4 - પવિત્ર બાઇબલ C.L.

4 શાઉલ રહેતો હતો ત્યાં ગિબ્યામાં સંદેશકો આવી પહોંચ્યા અને જ્યારે તેમણે સમાચાર આપ્યા ત્યારે લોકો પોક મૂકીને રડવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી સંદેશિયાઓએ શાઉલના ગિબયામાં આવીને લોકોને એ વચનો કાનમાં કહી સંભળાવ્યાં, ત્યારે સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સંદેશાવાહકો શાઉલના નગર ગિબયામાં આવ્યા અને લોકોના સાંભળતાં એ શબ્દો કહ્યા. તે સાથે સર્વ લોકો ઊંચા અવાજથી રડવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી કાસદોએ શાઉલના ગિબયાહમાં આવીને લોકોને આ સમાંચાર કહ્યા; ત્યારે બધા લોકો મોટે સાદે આક્રંદ કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:4
15 Iomraidhean Croise  

એસાવે પોતાના પિતાને કહ્યું, “પિતાજી, શું તમારી પાસે માત્ર એક જ આશિષ છે? પિતાજી, મારા પિતાજી, મને પણ કંઈક આશિષ આપો.” એમ બોલીને એસાવ પોક મૂકીને રડવા લાગ્યો.


તેથી તેના વંશના સાત પુરુષોને અમારે સ્વાધીન કરો કે અમે તેમને પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા શાઉલના નગર ગિબ્યામાં પ્રભુની સમક્ષ ફાંસી દઈશું.” રાજાએ જવાબ આપ્યો, “હું તેમને તમારે સ્વાધીન કરીશ.”


તેઓ ગિબ્યા નગરના શમ્માના પુત્રો અહિએઝેર અને યોઆશની સરદારી હેઠળ હતા. એ સૈનિકો આ પ્રમાણે છે: આઝમાવેથના પુત્રો યેઝિયેલ અને પેલેટ, અનાથોથમાંના બરાખા તથા યેહૂ, શૂરવીર સૈનિકો અને “ત્રીસ યોદ્ધાઓ” આગેવાન ગિબ્યોનમાંનો યિશ્માયા, ગદેરાનગરના યર્મિયા, યહઝિયેલ, યોહાનાન અને યોઝાબાદ; હારીફમાંના એલુઝાય, યરીમોથ, બાલિયા, શમાર્યા અને શફાટયા; કોરાના વંશજો એલ્કાના, યિશિયા, અઝારએલ, યોઝેર, યશોબ્યામ; ગેદોરમાંના યોએલા અને ઝબાયા,


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.


જો શરીરના એક અવયવને નુક્સાન થાય, તો તેની સાથે બીજા બધા અવયવોને દુ:ખ થાય છે. જો શરીરના એક અવયવની પ્રશંસા થાય, તો તેનો સુખાનુભવ બધા અવયવો કરે છે.


એકબીજાના ભાર ઊંચકવામાં મદદ કરો, એમ કરવાથી તમે ખ્રિસ્તના નિયમનું પાલન કરો છો.


જેઓ જેલમાં છે તેમને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો. જેમની સતાવણી થાય છે તેમને આત્મીયતાથી યાદ રાખો.


પ્રભુના દૂતે એ વાત કહી ત્યારે સર્વ ઇઝરાયલી લોકો પોક મૂકીને રડવા લાગ્યા.


પછી સર્વ ઇઝરાલીઓએ બેથેલમાં જઈને શોક કર્યો. તેઓ છેક સાંજ સુધી કંઈપણ ખોરાક ખાધા વિના પ્રભુ સમક્ષ બેસી રહ્યા. તેમણે પ્રભુ સમક્ષ પૂર્ણ દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા.


તેથી હવે ઇઝરાયલી લોકો બેથેલમાં જઈને સાંજ સુધી પ્રભુની સમક્ષ બેઠા. તેમણે મોટે સાદે કરુણ આક્રંદ કર્યું.


શાઉલ પણ ગિબ્યામાં પોતાને ઘેર ગયો. ઈશ્વરે જેમનાં દયને સ્પર્શ કર્યો હતો એવા કેટલાક શૂરવીર માણસો તેની સાથે ગયા.


શાઉલે ગિબ્યાથી થોડે દૂર મિગ્રોનમાં દાડમના વૃક્ષ હેઠળ છાવણી નાખી હતી. તેની સાથે છસો માણસો હતા.


પછી શમુએલ રામા ગયો અને શાઉલ રાજા પોતાને ઘેર ગિબ્યામાં ગયો.


દાવિદ અને તેના માણસો રડવા લાગ્યા અને રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ રડયા.


Lean sinn:

Sanasan


Sanasan