Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પણ નાહાશે તેમને કહ્યું, “તમારા બધાની જમણી આંખ ફોડી નાખવામાં આવે અને એમ સમસ્ત ઇઝરાયલ પર કલંક લાગે, એ શરતે હું તમારી સાથે કરાર કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે નાહાશ આમ્મોનીએ તેઓને કહ્યું, “હું આ શરતે તમારી સાથે કરાર કરું કે, તમ સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે; અને એમ હું આખા ઇઝરાયલને નામોશી લગાડું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 નાહાશ આમ્મોનીએ જવાબ આપ્યો, “એક શરતથી હું તમારી સાથે સુલેહ કરીશ કે, તમારા બધાની જમણી આંખો ફોડી નાખવામાં આવે, એ રીતે સર્વ ઇઝરાયલીઓ પર કલંક લગાડું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એટલે નાહાશે કહ્યું, “હું એક જ શરતે તમાંરી સાથે સંધિ કરું; હું તમાંરી બધાની જમણી આંખ કોતરી કાઢું અને સમગ્ર ઇસ્રાએલીની નામોશી કરું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:2
11 Iomraidhean Croise  

તેમણે કહ્યું, “અમે સુન્‍નતરહિત પુરુષ સાથે અમારી બહેનનાં લગ્ન કરાવી શક્તા નથી. કારણ, એમ કરવાથી તો અમને કલંક લાગે.


હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના સમ્રાટ તમને નગર બહાર આવીને તેમની શરણાગતિ સ્વીકારી લેવા જણાવે છે. તમને તમારા પોતાના દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમારી અંજીરીઓનાં અંજીર ખાવા દેવાની અને તમારા પોતાનાં ટાંકાનું પાણી પીવાની છૂટ આપવામાં આવશે.


તમે તો અમને અમારા પડોશીઓ માટે મહેણાંને પાત્ર કર્યા છે, આસપાસના લોકો અમારી ઠેકડી ઉડાડે છે અને અમને ધૂત્કારે છે.


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


નેકજન પોતાનાં પશુઓની પણ દરકાર લે છે, પણ દુષ્ટોના દયાભાવમાં પણ ક્રૂરતા હોય છે.


ત્યાર પછી તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને તેને સાંકળોથી બાંધીને બેબિલોન મોકલી આપ્યો.


તું અમને કંઈ દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાં લાવ્યો નથી કે તેં અમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપી નથી અને હવે તું આ માણસોની આંખમાં ધૂળ નાખીને છેતરવા માંગે છે? અમે ત્યાં આવવાના નથી.”


પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો.


તેમણે નાહાશને કહ્યું, “અમે આવતી કાલે તમારે શરણે આવી જઇશું. પછી તમને યોગ્ય લાગે તેમ કરજો.”


વળી, આમ્મોનનો રાજા નાહાશ તમારા પર હુમલો કરવાની તૈયારીમાં છે એ જોઈને તમે તમારા ઈશ્વર પ્રભુને રાજા તરીકે નકારીને મને કહ્યું, “અમારા પર રાજ કરવા અમારે રાજા જોઈએ.’


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


Lean sinn:

Sanasan


Sanasan