Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:11 - પવિત્ર બાઇબલ C.L.

11 બીજે દિવસે સવારે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ પાડી અને વહેલી સવારે શત્રુની છાવણીમાં ધૂસી જઈ આમ્મોનીઓ પર હુમલો કર્યો. બપોર સુધી તેમણે તેમની ક્તલ કરી. બાકી રહી ગયેલા આમતેમ એકલાઅટૂલા ભાગી છૂટયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 સવારે એમ થયું કે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી; અને સવારના પહોરમાં તેઓએ છવણીમાં પેસી જઈને મધ્યાહન થતાં સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે બ જણ ભેગા મળે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 બીજે દિવસે શાઉલે લોકોનાં ત્રણ જૂથ પાડ્યાં. સવારના સમયે તેઓ છાવણીના મધ્ય ભાગમાં આવ્યા, તેઓએ આમ્મોનીઓ પર હુમલો કરીને તડકો ચઢતાં સુધી તેઓને પરાજિત કર્યા. જેઓ બચી રહ્યા તેઓ એવા વિખરાઈ ગયા કે કોઈ જગ્યાએ તેઓમાંના બે એકસાથે ભેગા થઈ શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 બીજે દિવસે સવારે શાઉલે લશ્કરને ત્રણ ટુકડીમાં વહેંચી નાખ્યું. અને પરોઢ થતાં તેઓ દુશ્મનની છાવણીમાં ધસી ગયા અને બપોર થતાં સુધી આમ્મોનીઓની હત્યા કરી. જે લોકો બચી ગયા તેઓ એવા તો વેરવિખેર થઈ ગયા કે, બે જણ પણ ભેગા ન રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:11
14 Iomraidhean Croise  

અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


તેમણે તેમને ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા અને યોઆબ, યોઆબનો ભાઈ અબિશાય અને ગાથમાંથી આવેલ ઇતાયના હસ્તક એક એક જૂથ રાખ્યું. રાજાએ કહ્યું, “હું પોતે પણ તમારી સાથે આવીશ.”


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


સૂર્યોદય પહેલાં મેઘસ્થંભ અને અગ્નિસ્થંભમાંથી પ્રભુએ ઇજિપ્તી સૈન્ય ઉપર નજર કરીને તેમને ભારે ગભરાટમાં નાખી દીધા.


જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


અદોનીબેઝેકે કહ્યું, “હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હોય તેવા સિત્તેર રાજાઓ મારા મેજ નીચે પડેલા ખોરાકના ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં તેમને કર્યું હતું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેને યરુશાલેમ લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત્યુ પામ્યો.


બારાકે છેક વિદેશીઓના હરોશેથ સુધી રથો તેમજ સૈન્યનો પીછો કર્યો અને સીસરાના આખા સૈન્યનો સંહાર થયો; એકેય બચ્યો નહિ.


તેણે એ ત્રણસો માણસોની ત્રણ ટુકડીઓ પાડી દીધી અને પ્રત્યેકને રણશિંગડું અને જેમાં દીવા મૂક્યા હોય તેવા ઘડા આપ્યા.


બીજી બે ટુકડીઓએ પણ તે જ પ્રમાણે કર્યું. તેઓ સૌએ તેમના ડાબા હાથમાં દીવા અને જમણા હાથમાં રણશિંગડાં રાખીને પોકાર કર્યો, “પ્રભુને માટે અને ગિદિયોનને માટે તલવાર!”


લોકોને નગર બહાર આવતા જોઈને તે તેમને મારી નાખવા સંતાવાની જગ્યાએથી નીકળી આવ્યો.


પણ નાહાશે તેમને કહ્યું, “તમારા બધાની જમણી આંખ ફોડી નાખવામાં આવે અને એમ સમસ્ત ઇઝરાયલ પર કલંક લાગે, એ શરતે હું તમારી સાથે કરાર કરીશ.”


ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.


Lean sinn:

Sanasan


Sanasan