Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 10:7 - પવિત્ર બાઇબલ C.L.

7 આ ચિહ્નો પ્રમાણે બધું બને ત્યારે તને સૂઝે એ રીતે વર્તન કરજે, કારણ, ઈશ્વર તારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જ્યારે આ ચિહ્ન તને મળે ત્યારે એમ થાય કે તારે પ્રસંગનુસાર વર્તવું; કેમ કે ઈશ્વર તારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જ્યારે આ બધી ઘટનાઓ બને ત્યારે તને જે સૂઝે તે તારે કરવું. કારણ, તને દેવનો સાથ હશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 10:7
20 Iomraidhean Croise  

ઈશ્વર એ છોકરાની સાથે હતા ને તે મોટો થયો. રણપ્રદેશમાં રહીને તે તીરંદાજ બન્યો. તે પારાનના રણપ્રદેશમાં રહેતો.


નાથાને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, પ્રભુ તારી સાથે છે.


મારી પાસે અઢળક ધનદોલત હોવાને લીધે, તથા મારા હાથની કમાણીને લીધે હું તેમાં રાચ્યો હોઉં;


પ્રભુએ તેને કહ્યું, “તેઓ તારા પર વિશ્વાસ ન મૂકે અથવા પ્રથમ ચિહ્નથી તેમને ખાતરી ન થાય તો કદાચ આ બીજા ચિહ્નથી તેમને ભરોસો પડશે.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


તમે એક બાળકને કપડામાં લપેટેલું અને ઘાસ નીરવાની ગમાણમાં સૂતેલું જોશો.”


આ અદ્‍ભુત કાર્ય જોઈને લોકોએ કહ્યું, “ખરેખર, આ તો દુનિયામાં આવનાર ઈશ્વરના સંદેશવાહક છે.”


“જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


પ્રભુના દૂતે તેને ત્યાં દર્શન દઈને કહ્યું, “હે શૂરવીર યોદ્ધા, પ્રભુ તારી સાથે છે.”


આવતી કાલે સવારે ઊઠીને નગર પર ઓચિંતો હુમલો કરો. પછી ગાઆલ અને તેના માણસો તમારી સામે બહાર ધસી આવે ત્યારે લાગ મળે તેમ તેમના પર તૂટી પડજો.”


હોફની અને ફિનહાસ એ તારા બંને પુત્રો એક જ દિવસે મરશે અને એ પુરવાર કરશે કે હું જે બોલ્યો છું તે બધું સાચું છે.


જો તે તને ઇજા પહોંચાડવાનો ઇરાદો રાખતા હશે અને હું તને સંદેશો મોકલીને સલામત રીતે ન મોકલી દઉં તો પ્રભુ મારી વિશેષ દુર્દશા કરો. પ્રભુ મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે રહો.


શમુએલ મોટો થયો. પ્રભુ તેની સાથે હતા અને તેમણે શમુએલને કહેલું બધું સાચું ઠેરવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan