Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાંથી તું આગળ તાબોરના પવિત્ર એલોનવૃક્ષ સુધી જઈશ અને ત્યાં તને બેથેલમાં ઈશ્વરને અર્પણ ચઢાવવા જતા ત્રણ માણસો મળશે. એમાંના એકની પાસે બકરીના ત્રણ બચ્ચાં, બીજાની પાસે ત્રણ રોટલી અને ત્રીજાની પાસે દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી તું ત્યાંથી આગળ ચાલતાં તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે, ત્યાં એક જણ બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકી જતો, એક જણ ત્રણ રોટલી ઊંચકી જતો, ને એક જણ દ્રાક્ષારસની કૂંડી ઊંચકી જતો, એવા ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 શમુએલ કહ્યું, “પછી ત્યાંથી તું તાબોરના મોટા ઓક વૃક્ષ સુધી ચાલ્યો જજે. ત્યાં જતાં તને યહોવાની ઉપાસના કરવા જતા ત્રણ માંણસો મળશે. તેઓ આ વસ્તુઓ લઇ જતા હશે: પહેલા જુવાને બકરીઓ ઉપાડેલી હશે, બીજાએ ત્રણ રોટલા ઉપાડ્યા હશે અને ત્રીજાએ દ્રાક્ષારસની એક શીશી ઉપાડેલી હશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 10:3
22 Iomraidhean Croise  

તેણે તે સ્થળનું નામ બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું. અગાઉ એ શહેરનું નામ લુઝ હતું.


વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!”


ઈશ્વરે યાકોબને કહ્યું, “ઊઠ, બેથેલ જા અને ત્યાં રહે. તું તારા ભાઈ એસાવ પાસેથી નાસી છૂટયો તે વખતે તને દર્શન આપનાર ઈશ્વરને માટે તું ત્યાં વેદી બનાવ.”


પછી આપણે અહીંથી નીકળીને બેથેલ જઈએ. મારા સંકટના સમયમાં મારો પોકાર સાંભળનાર અને હું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મને સાથ આપનાર ઈશ્વરને માટે હું ત્યાં એક વેદી બાંધીશ.”


તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.


પછી પ્રભુના કહેવા પ્રમાણે મારા ક્કાનો પુત્ર હનામએલ ચોકીદારોના ચોકમાં મારી પાસે આવ્યો અને મને કહ્યું, “અનાથોથમાંનું મારું ખેતર તું ખરીદી લે. કારણ, નિકટના સગા તરીકે ખરીદવાનો અને વારસો રાખવાનો સૌ પ્રથમ હક્કતારો છે. તું તારે પોતાને માટે તે ખરીદ કર” તેથી મને ખાતરી થઈ કે આ તો પ્રભુનો જ આદેશ છે.


“જ્યારે કોઈ માણસ ઘેટું કે બકરું દહનબલિ તરીકે ચડાવે તો તે ખોડખાંપણ વગરનો નર હોવો જોઈએ.


તે સાથે જ તેલમાં મોયેલો બે કિલો લોટ ધાન્ય અર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. તે સાથે એક લિટર દ્રાક્ષાસવ પણ ચડાવવો.


“જ્યારે કોઈ માણસ બકરાનું અર્પણ ચડાવે,


“જ્યારે કોઈ માણસ સંગતબલિ તરીકે ઘેટાંનું કે બકરાનું અર્પણ ચડાવે તો તે નર કે માદા હોય તો પણ તે પ્રાણી ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.


આભારસ્તુતિ માટેના પોતાના સંગતબલિના યજ્ઞ સાથે તેણે ખમીરવાળી રોટલી પણ ચડાવવી.


સારીદની બીજી તરફ એ સીમા પૂર્વમાં કિસ્લોથ-તાબોર, ત્યાંથી દાબરાથ અને આગળ યાફિયા સુધી પહોંચી.


એમની સીમા તાબોર, શાહસુમા અને બેથશેમેશને અડકીને યર્દન નદી આગળ પૂરી થઈ. એમાં આસપાસનાં ગામો સહિતનાં સોળ નગરો હતાં.


ઇઝરાયલીઓએ બેથેલના ભક્તિ- સ્થાનમાં જઈને ઈશ્વરને પૂછયું, “બિન્યામીનીઓ સામે પ્રથમ હુમલો કોણ કરે?” પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ પ્રથમ જાય.”


એ દિવસોમાં ઈશ્વરની કરારપેટી ત્યાં બેથેલમાં હતી અને આરોનના પુત્ર એલાઝારનો પુત્ર ફિનહાસ તેની દેખરેખની સેવામાં હતો. લોકોએ પ્રભુને પૂછયું, “અમે અમારા ભાઈઓ બિન્યામીનીઓ સાથે ફરી લડવા જઈએ કે લડવા જવાનું પડતું મૂકીએ?” પ્રભુએ કહ્યું, “લડવા જાઓ. આવતી કાલે હું તમને તેમની પર વિજય પમાડીશ.”


સીસરાને ખબર મળી કે અબિનોઆમના પુત્ર બારાકે તાબોર પર્વત પર પડાવ નાખ્યો છે.


એક દિવસે તેણે નાફતાલીના કુળપ્રદેશમાં આવેલા કેદેશ નગરમાંથી અબિનોઆમના પુત્ર બારાકને બોલાવડાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ તને આવી આજ્ઞા ફરમાવી છે: “નાફતાલી અને ઝબુલૂનનાં કુળોમાંથી દસ હજાર માણસોને તારી સાથે લઈને તાબોર પર્વત જા.


પછી ગિદિયોને ઝેબા અને સાલ્મુન્‍નાને પૂછયું, “તમે તાબોરમાં જે માણસોને મારી નાખ્યા તેમનું શું?” તેમણે કહ્યું, “તેઓ તમારા જેવા જ લાગતા હતા. પ્રત્યેક જણ રાજકુમાર જેવો હતો.”


તેઓ તને અભિવંદન કરશે અને બે રોટલી આપશે; તું તે સ્વીકારજે.


Lean sinn:

Sanasan


Sanasan