Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 10:27 - પવિત્ર બાઇબલ C.L.

27 પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પણ કેટલાએક નકામા માણસોએ કહ્યું, “આ તે અમારો શો બચાવ કરશે?” અને તેઓએ તેને તુચ્છ ગણ્યો, ને તેની પાસે કંઈ ભેટ લાવ્યા નહિ. તો પણ તે શાંત રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પણ કેટલાક નકામાં માણસોએ કહ્યું, “આ માણસ તે વળી કેવી રીતે અમારો બચાવ કરશે?” તેઓએ શાઉલને હલકો સમજીને તેના માટે કશી ભેટ લાવ્યા નહિ. પણ શાઉલ શાંત રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પરંતુ કેટલાક મુશ્કેલી કરનારાઓએ કહ્યું, “આ માંણસ આપણો બચાવ શી રીતે કરવાનો છે?” અને તેમણે તેને તિરસ્કૃત કર્યો. અને તેને કશી ભેટ ધરી નહિ છતાં પણ શાઉલ શાંત રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 10:27
21 Iomraidhean Croise  

હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.”


પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.


તેની પાસે જે કોઈ આવે તે સોનાચાંદીની ચીજવસ્તુઓ, ઝભ્ભા, હથિયારો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો જેવી કોઈને કોઈ ભેટ લાવતા. આવું વરસોવરસ ચાલ્યા કર્યું.


શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા.


તૂરનો રાજા હીરામ દાવિદનો હંમેશનો મિત્ર હતો અને શલોમોન તેના પિતા દાવિદની જગ્યાએ રાજા બન્યો છે એવું સાંળીને હીરામે તેની પાસે પોતાના એલચીઓ મોકલ્યા.


તે પછી કેટલાક અધમ બંડખોરોનું જૂથ ઊભું કરીને તે શલોમોનના પુત્ર રહાબામની સામે પડીને પ્રબળ થયો; કારણ, રહાબામ જુવાન અને બિનઅનુભવી હોવાથી તેનો સામનો કરી શકે તેમ નહોતો.


પ્રભુએ યહોશાફાટને યહૂદિયાના રાજ્ય પર પૂરો અંકુશ આપ્યો અને સઘળા લોકો તેને માટે ભેટસોગાદો લાવતા, જેથી તે સમૃદ્ધ અને ખૂબ જ સન્માનનીય બન્યો.


પરંતુ જાણે બહેરો હોઉં તેમ હું કશું સાંભળતો નથી, અને જાણે મૂંગો હોઉં તેમ હું કશું બોલતો પણ નથી.


તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો.


માણસના પ્રત્યેક શબ્દ પર લક્ષ ન આપ, નહિ તો તારે તારા દાસ દ્વારા તને અપાતો શાપ સાંભળવો પડશે.


હિઝકિયા રાજાની સૂચના પ્રમાણે લોકો ચૂપ રહ્યા અને કંઈ જવાબ આપ્યો નહિ.


તેઓ ઘરમાં ગયા અને બાળકને તેની માતા મિર્યામ પાસે જોયો. તેમણે નીચા નમીને તેનું ભજન કર્યું. પછી તેમણે પોતાની પેટી ખોલીને તેને સોનું, ધૂપ અને બોળની બક્ષિસો આપી.


“ઇઝરાયલી લોકોએ તો આવું કહીને મોશેનો તિરસ્કાર કર્યો હતો: ‘અમારી ઉપર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે?’ પણ બળતા વૃક્ષમાં દર્શન દેનાર દેવદૂત દ્વારા ઈશ્વરે તેને જ આગેવાન અને ઉદ્ધારક તરીકે મોકલ્યો હતો.


તમારામાંના કેટલાક અધમ માણસોએ એ નગરના લોકોને, તેઓ જેમને કદી જાણતા નહોતા તેવાં દેવદેવીઓની પૂજા કરવા પ્રેર્યા છે,


પછી ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “શાઉલ અમારો રાજા ન થાય એવું કહેનાર લોકો ક્યાં છે? અમારા હાથમાં તેમને સોંપી દો એટલે અમે તેમને મારી નાખીશું.”


પણ શાઉલે કહ્યું, “આજે કોઈને મારી નાખવાનો નથી. કારણ, આજે પ્રભુએ ઈઝરાયલનો ઉદ્ધાર કર્યો છે.”


યિશાઈએ દ્રાક્ષાસવની એક મશક, એક લવારું અને એક ગધેડા પર ખોરાક લીધાં અને દાવિદની મારફતે શાઉલ પાસે મોકલ્યાં.


એલીના બે પુત્રો દુરાચારી હતા.


હવે વિચાર કરીને શું કરવું તેનો નિર્ણય કરો; નહિ તો આપણા શેઠની અને તેના આખા કુટુંબની ખાનાખરાબી થઈ જશે. તે એવા ખરાબ સ્વભાવના છે કે કોઈનું સાંભળતા નથી.”


Lean sinn:

Sanasan


Sanasan