Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 10:2 - પવિત્ર બાઇબલ C.L.

2 આજે તું મારી પાસેથી જઈશ એટલે બિન્યામીનના પ્રદેશમાં સેલ્સામાં આવેલી રાહેલની કબર નજીક તને બે માણસો મળશે. તેઓ તને કહેશે કે તમે જે ગધેડાં શોધો છો તે મળી ગયાં છે અને તેથી તમારા પિતા હવે તેમની નહિ, પણ તમારી ચિંતા કરે છે અને કહ્યા કરે છે, “મારા દીકરા માટે શું કરું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 આજે મારી પાસેથી ગયા પછી બિન્યામીનની સીમમાં સેલસા પાસે રાહેલની કબર આગળ તને બે માણસ મળશે, તેઓ તને કહેશે કે, જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યાં છે. અને જો, તારો પિતા ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યાં છે. અને જો, તારો પિતા ગધેડાંની કાળજી કરવાનું છોડીને તમારે માટે ચિંતા કરતાં કહે છે, ‘મારા દીકરા સંબંધી હું શું કરું?’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આજે મારી પાસેથી ગયા પછી, બિન્યામીનની સીમમાં સેલસા પાસે, રાહેલની કબર નજીક તને બે માણસ મળશે. તેઓ તને કહેશે, “જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે, તારા પિતા ગધેડાંની કાળજી રાખવાનું છોડીને, તારા વિષે ચિંતા કરતાં, કહે છે, “મારા દીકરા સંબંધી હું શું કરું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આજે તું માંરી પાસેથી વિદાય થશે ત્યારે તને બિન્યામીનના પ્રદેશમાં સેલ્સાહ ખાતે આવેલ ‘રાહેલ’ની કબર નજીક બે માંણસો મળશે. તેઓ તને કહેશે કે, ‘જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે ગધેડાંની બદલે તારા પિતા તારી ચિંતા કરતા હશે. તેઓ વિચાર કરતા હશે કે, માંરા પુત્રને શોધવા હું શું કરું?’”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 10:2
7 Iomraidhean Croise  

પછી તેઓ બેથેલથી નીકળ્યા અને એફ્રાથથી હજી થોડે દૂર હતા એવામાં રાહેલને પ્રસવપીડા ઊપડી અને જન્મ આપતાં તેને ઘણું કષ્ટ થયું.


આ તો હું તારી મા રાહેલને લીધે કરું છું, હું મેસોપોટેમિયાથી આવતો હતો ત્યારે એફ્રાથ થોડે જ દૂર હતું ત્યારે કનાન દેશમાં રાહેલ રસ્તામાં જ મૃત્યુ પામી અને મેં તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવી.”


પ્રભુ આ પ્રમાણે કહે છે, “રામા પ્રદેશમાં રુદનનાં ડૂસકાં સંભળાય છે; એ અતિ કરુણ વિલાપ છે. રાહેલ પોતાનાં સંતાનો માટે રડે છે; અને તેના પુત્રો માટે સાંત્વન સ્વીકારવાની ના પાડે છે. કારણ, તેઓ તેની પાસે રહ્યાં નથી.


સેલા, હાલેફ, યબૂસ (એટલે યરુશાલેમ), ગિબ્યા, અને કિર્યાથ-યઆરીમ. આજુબાજુનાં તેમનાં ગામ સહિત એ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના ગોત્રોને વસવાટ માટે મળેલો એ પ્રદેશ છે.


શાઉલે જવાબ આપ્યો, “ગધેડાં મળ્યાં છે.” પણ પોતે રાજા બનવાનો છે એ અંગે શમુએલે તેને જે કહ્યું હતું તે તેણે તેના ક્કાને કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan