Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 10:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તમારાં સર્વ દુ:ખો અને મુશ્કેલીઓમાંથી તમને બચાવનાર હું તમારો ઈશ્વર છું. પણ આજે તમે મારો નકાર કર્યો છે અને તમારા પર રાજા નીમવાની માગણી કરી છે. તો ભલે, હવે કુળ અને કુટુંબ પ્રમાણે મારી સમક્ષ રજૂ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ તમારા ઈશ્વર જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારાં સંકટોમાંથી તમને છોડાવે છે તેમને આજે તમે નકાર્યા છે, ને તમે તેમને કહ્યું છે કે અમારા ઉપર રાજા ઠરાવી આપો, તો હવે તમારાં કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે યહોવાની સમક્ષ હાજર થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ તેં તમારા ઈશ્વરનો આજે તમે નકાર કર્યો છે, જેમણે તમને તમારી સર્વ વિપત્તિઓથી તથા તમારા સંકટોથી તમને છોડાવ્યાં છે; અને તમે તેમને કહ્યું, ‘અમારા ઉપર તમે રાજા નીમી આપો.’ હવે ઈશ્વરની આગળ તમે તમારાં કુળો પ્રમાણે તથા તમારા કુટુંબો પ્રમાણે હાજર થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પરંતુ આજે તમે બધાં દુ:ખોથી તથા આફતોથી ઉગારનાર તમાંરા દેવને નકાર્યા છે, પંરતુ તમે કહ્યું, ‘અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા નક્કી કરી આપો,’ તો તમે બધાં આવો અને તમાંરા કુળસમૂહો અને કુટુંબવાર અહી ઉભા રહો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 10:19
18 Iomraidhean Croise  

ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


પણ પૂરા એક મહિના સુધી તમે તે ખાશો. એટલે સુધી કે તમારાં નસકોરાંમાંથી તે પાછું નીકળશે અને તમને તેનાથી અરુચિ પેદા થશે. કારણ, તમારી મધ્યે વસતા પ્રભુનો તમે નકાર કર્યો છે અને તેમની આગળ રડી રડીને કહ્યું, ‘અમે ઇજિપ્તમાંથી નીકળીને આવ્યા જ ન હોત તો સારું થાત!”


“ઇઝરાયલી લોકોને કહે કે તેઓ પ્રત્યેક કુળના આગેવાન પાસેથી તને બાર લાકડીઓ અપાવે. દરેક કુળની લાકડી પર તે આગેવાનનું નામ લખવામાં આવે.


“તમારા ઈશ્વર પ્રભુ જે દેશ તમને આપે છે તેમાં જઈને તમે તેનો કબજો લો અને તેમાં ઠરીઠામ થાઓ ત્યારે તમને થશે કે, ‘આસપાસની સર્વ પ્રજાઓની જેમ અમારે પણ અમારા ઉપર રાજાની નિમણૂક કરવી છે.’


યહોશુઆએ ઇઝરાયલનાં બધાં કુળોને શખેમમાં એકત્ર કર્યાં. તેણે તેમના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓ સૌ ઈશ્વરની સમક્ષ હાજર થયા.


ગિદિયોને જવાબ આપ્યો, “હું અથવા મારો પુત્ર તમારા રાજા બનીશું નહિ. પ્રભુ જ તમારા રાજા બનો.”


પછી શમુએલ પ્રત્યેક કુળને આગળ લાવ્યો અને ઈશ્વરે બિન્યામીનના કુળને પસંદ કર્યું.


વળી, આમ્મોનનો રાજા નાહાશ તમારા પર હુમલો કરવાની તૈયારીમાં છે એ જોઈને તમે તમારા ઈશ્વર પ્રભુને રાજા તરીકે નકારીને મને કહ્યું, “અમારા પર રાજ કરવા અમારે રાજા જોઈએ.’


તે દિવસે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કર્યો અને બેથઆવેનની પેલે પાર સુધી જંગ જામ્યો.


પછી શાઉલે લોકોના આગેવાનોને કહ્યું, “અહીં આવો. આજે શું પાપ થયું છે તે શોધી કાઢો.


શીલોમાં જયાં પ્રભુએ શમુએલને દર્શન આપીને સંદેશ આપ્યો હતો, ત્યાં તેમણે તેને દર્શન આપવાનું ચાલુ રાખ્યું. શમુએલ પ્રભુ તરફથી મળતો સંદેશ પ્રગટ કરતો અને ઈઝરાયલીઓ તેનું માનતા.


એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલીઓ સામે લડવા એકત્ર થયા હોવાથી ઇઝરાયલી લોકો પલિસ્તીઓ સામે લડવા ગયા. ઇઝરાયલીઓએ એબેન-એઝેરમાં અને પલિસ્તીઓએ એફેકમાં છાવણી નાખી હતી.


લોકોએ શમુએલનું સાંભળ્યું નહિ. એથી ઊલટું, તેમણે કહ્યું, “ના, અમારે તો રાજા જોઈએ. એમ અમે બીજી પ્રજાઓ જેવા બનીશું.


તેમણે તેને કહ્યું, “જુઓ, તમે તો વૃદ્ધ થયા છો અને તમારા પુત્રો તમને અનુસરતા નથી. તેથી બીજી પ્રજાઓની જેમ અમારા પર રાજ કરવા માટે એક રાજા નીમો.”


Lean sinn:

Sanasan


Sanasan