Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 આવું વર્ષો સુધી ચાલ્યું. તેનો પતિ એલ્કાના તેને પૂછતો: “હાન્‍ના, તું શા માટે રડે છે? તું કેમ ખાતી નથી? તારું દિલ શા માટે ઉદાસ રહે છે? શું હું તારે માટે દસ પુત્રો કરતાં વિશેષ નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના પતિ એલ્કાનાએ તેને કહ્યું, “હાન્‍ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? દશ દીકરા કરતાં શું હું તને અધિક નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે તેનો પતિ એલ્કાના હંમેશા તેને કહેતો, “હાન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું હૃદય કેમ ઉદાસ છે?’ હું તને દસ પુત્ર કરતાં અધિક નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:8
11 Iomraidhean Croise  

હઝાએલે પૂછયું, “ગુરુજી, તમે કેમ રડો છો?” એલિશાએ જવાબ આપ્યો, “એટલા માટે કે ઇઝરાયલના લોકો વિરુદ્ધ જે ભયાનક કૃત્યો તું કરવાનો છે તે હું જાણું છું. તું તેમના કિલ્લાઓને આગ લગાડશે, તેમના ઉત્તમ યુવાનોની ક્તલ કરશે, તેમનાં બાળકોને પછાડી નાખશે અને તેમની સગર્ભા સ્ત્રીઓને ચીરી નાખશે.”


હતાશ થયેલા માણસ પ્રત્યે તેના મિત્રે હમદર્દી દાખવવી જોઈએ, નહિ તો તે સર્વસમર્થના ભયનો ત્યાગ કરશે.


ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, તથા મારા પરમાનંદ એવા ઈશ્વર પાસે આવીશ. હે ઈશ્વર, મારા ઈશ્વર હું મારી વીણા સાથે તમારી સ્તુતિ ગાઈશ.


હે સંતાનવિહોણી વંધ્યા સમી યરુશાલેમ નગરી! તું હવે હર્ષનાદ અને જયજયકાર કર. પતિએ કદી તજી દીધી ન હોય તેવી સ્ત્રી કરતાં ત્યક્તાનાં સંતાન વિશેષ થશે.


તું તો મનમાં ઉદાસ રહેતી ત્યક્તા જેવી અને જુવાનીમાં પરણ્યા પછી તરત જ તજી દેવાયેલી પત્ની જેવી છે. પણ તારા ઈશ્વર પ્રભુ તને પાછી બોલાવે છે અને કહે છે,


તેમણે તેને પૂછયું, “બહેન, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેમને કઈ જગ્યાએ મૂક્યા છે તેની મને ખબર નથી!”


ઈસુએ તેને કહ્યું, “બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે?” તે માળી છે એવું ધારીને તેણે કહ્યું, “સાહેબ, જો તમે તેમને લઈ ગયા હો, તો તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.”


ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો.


તારે માટે તે તાજગી લાવો અને તારી વૃદ્ધાવસ્થામાં તે તારો આધાર બનો. કારણ, તેને જન્મ આપનાર તારી પુત્રવધૂ તારા પર પ્રેમ રાખે છે; તને તો તે સાત દીકરા કરતાં પણ વધારે છે.”


દર વર્ષે તેઓ પ્રભુના ભક્તિસ્થાનમાં જતાં ત્યારે પનિન્‍ના હાન્‍નાને એવી સતાવતી કે હાન્‍ના રડતી અને કંઈ ખાતી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan