Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:23 - પવિત્ર બાઇબલ C.L.

23 એલ્કાનાએ જવાબ આપ્યો, “તને યોગ્ય લાગે તેમ કર અને દૂધ છોડાવ્યા સુધી તું ઘેર રહે. પ્રભુ તારી માનતા પૂરી કરો.” તેથી હાન્‍ના ઘેર રહી અને છોકરાને દૂધપાન કરાવતી રહી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તેનો પતિ એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર; તું તેને ધાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે; એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો.” માટે તે સ્‍ત્રી ત્યાં રહી, ને તેણે પોતાના દીકરાનું ધાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને ધવાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર.” તું તેને દૂધ છોડાવે ત્યાં સુધી રાહ જો; એટલું જ કે ઈશ્વર પોતાનું વચન પરિપૂર્ણ કરો.” માટે તે સ્ત્રી ત્યાં રહી અને પોતાના દીકરાનું દૂધ છોડાવ્યું ત્યાં સુધી તેનું પોષણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:23
12 Iomraidhean Croise  

હવે ઓ પ્રભુ પરમેશ્વર, તમે મારે માટે અને મારા વંશજો માટે જે વચનો આપ્યાં છે તે હંમેશને માટે પરિપૂર્ણ કરો;


બીજી સવારે હું જાગી ઊઠી અને મારા દીકરાને દૂધપાન કરાવવા જતી હતી ત્યારે ખબર પડી કે તે મરેલો છે. મેં તેના તરફ ધારીને જોયું તો તે મારો પુત્ર નહોતો.”


પણ તમારી કૃપાથી જ હું મારી માતાના ઉદરે જન્મ્યો, અને મારી શૈશવાસ્થામાં તમે જ મને મારી માની ગોદમાં સહીસલામત રાખ્યો.


પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’


પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય તે જ વખતે તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને બંધનર્ક્તા નથી. તેના પતિએ તેને રદ કરી હોવાથી પ્રભુ તેને ક્ષમા કરશે.


ગર્ભવતી અને ધાવણાં બાળકોની માતાઓની તે દિવસોમાં કેવી ભયંકર દશા થશે!


ઈસુએ એ કહ્યું ત્યારે ટોળામાંથી એક સ્ત્રી મોટેથી પોકારી ઊઠી, “તમે જેના ઉદરે જન્મ્યા અને જેના સ્તને દૂધપાન કર્યું તે સ્ત્રીને ધન્ય છે!”


એલીએ તેને આશિષ આપતાં કહ્યું, “તારું કલ્યાણ થાઓ, ઇઝરાયલના ઈશ્વર તારી માગણી પૂરી કરો.”


શાઉલે પોતાના માણસોને કહ્યું, “ચાલો, આપણે ઊતરી પડીએ અને પલિસ્તીઓ પર આક્રમણ કરી સવાર સુધી તેના પર મારો ચલાવી તેમને બધાને ખતમ કરી નાખીએ.” કહ્યું, “તમને જે યોગ્ય લાગે તે કરો.” પણ યજ્ઞકારે કહ્યું, “આપણે પ્રથમ ઈશ્વરને પૂછી જોઈએ.”


પણ કોઈ કંઈ બોલ્યું નહિ. પછી શાઉલે તેમને કહ્યું, “તમે બધા ત્યાં ઊભા રહો. હું અને યોનાથાન અહીં ઊભા રહીશું.” તેમણે જવાબ આપ્યો, “તમને યોગ્ય લાગે તે કરો.”


Lean sinn:

Sanasan


Sanasan