Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:19 - પવિત્ર બાઇબલ C.L.

19 બીજે દિવસે સવારે એલ્કાના અને તેના કુટુંબે વહેલા ઊઠીને પ્રભુની ભક્તિ કરી. પછી તેઓ પોતાને ઘેર રામા ગયાં. એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો સમાગમ કર્યો અને પ્રભુએ હાન્‍નાને યાદ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મોટી પરોઢે ઊઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું, ને પાછાં વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યાં; અને એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો અનુભવ કર્યો; અને યહોવાએ તેને સંભારી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સવારે વહેલા ઊઠીને તેઓએ ઈશ્વરની આગળ ભજન કર્યું, પછી તેઓ રામામાં પોતાને ઘરે પાછા આવ્યાં. એલ્કાના પોતાની પત્ની હાન્નાની સાથે સૂઈ ગયો અને ઈશ્વરે તેને સંભારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 બીજે દિવસે સવારમાં તેઓ વહેલાં ઊઠયાં અને મંદિરે ગયાં. ત્યાં તેઓએ સર્વસમર્થ યહોવાનું ભજન કર્યુ. પછી તેઓ તેમના ઘરે પાછા રામાં ગયા. એલ્કાનાહ તેની પત્ની હાન્ના સાથે સૂતો, અને દેવે તેને યાદ કરી અને તેની ઇચ્છા પૂરી થઇ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:19
23 Iomraidhean Croise  

પ્રભુએ પોતાના કહેવા મુજબ સારા પર કૃપાદૃષ્ટિ કરી અને પોતાના વચન પ્રમાણે સારાના હક્કમાં કર્યું;


પછી ઈશ્વરે રાહેલને સંભારી અને તેની વિનંતી માન્ય કરી અને તેનું વંધ્યત્વ દૂર કર્યું.


પછી આદમે હવ્વા સાથે સમાગમ કર્યો; અને તે ગર્ભવતી થઈ અને તેણે કાઈન (અર્થાત્ પ્રાપ્ત થયેલો)ને જન્મ આપ્યો. ત્યારે તે બોલી, “પ્રભુની કૃપાથી મને નરબાળક પ્રાપ્ત થયો છે.


ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં.


પણ ઈશ્વરભક્ત એલિશાએ કહ્યું હતું તેમ પછીને વર્ષે તે જ સમયે તેને પુત્ર જનમ્યો.


પ્રભાત થયા પહેલાં ઊઠીને મેં તમને અરજ કરી; કારણ, હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું.


આપણી નામોશીમાં તેમણે આપણને સંભાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


મારી યુવાનીમાં કરેલાં પાપ અને અપરાધો સંભારશો નહિ, પણ હે પ્રભુ, તમારી ભલાઈ અને તમારા પ્રેમ પ્રમાણે મને સંભારો.


હે પ્રભુ, મારી પરોઢની પ્રાર્થના રજૂ કરું છું, અને તમારા ઉત્તરની પ્રતીક્ષા કરું છું.


હું સવારે, બપોરે અને સંયાએ નિ:સાસા સાથે રુદન કરું છું; તે મારો આર્તનાદ સાંભળશે.


બીજે દિવસે અજવાળું થયા પહેલાં વહેલી સવારે ઈસુ ઊઠયા અને ઘરમાંથી બહાર ગયા. નગર બહાર એક્ંત સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી.


અને તેણે ઈસુને કહ્યું, “ઓ ઈસુ, તમે રાજા તરીકે આવો, ત્યારે મને યાદ કરજો.”


વળી, આ નગરો પણ હતાં: ગિબ્યોન, સમા, બએરોથ,


એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો.


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


પછી શમુએલ રામા ગયો અને શાઉલ રાજા પોતાને ઘેર ગિબ્યામાં ગયો.


શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો.


દાવિદ નાસી છૂટીને રામામાં શમુએલ પાસે ગયો અને શાઉલના વર્તન વિષે બધું કહ્યું. પછી તે અને શમુએલ નાયોથમાં જઈને રહ્યા.


પછી એલ્કાના રામામાં પોતાને ઘેર ગયો; પણ છોકરો શીલોમાં રહ્યો અને તે યજ્ઞકાર એલીની દેખરેખ નીચે પ્રભુની સેવા કરતો.


શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.


પછી તે પોતાને ઘેર રામામાં જતો અને ત્યાં પણ ન્યાય કરતો. રામામાં તેણે પ્રભુને અર્થે એક વેદી બાંધી હતી.


પછી ઈઝરાયલના સર્વ આગેવાનો એકત્ર થઈને રામામાં શમુએલ પાસે આવ્યા.


વહેલી સવારે શમુએલે શાઉલને ધાબા પરથી બોલાવ્યો, “ઊઠ, હું તને તારે રસ્તે વિદાય કરીશ.” શાઉલ ઊઠયો અને તે તથા શમુએલ ઘરની બહાર ગયા.


Lean sinn:

Sanasan


Sanasan