Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેણે કહ્યું, “ગુરુજી, મને દુરાચારી ન માની લેશો. હું કંઈ પીધેલી નથી. હું દ્રાક્ષાસવ પીતી નથી. હું હતાશ થયેલી છું અને પ્રાર્થનામાં મારું અંતર પ્રભુ આગળ ઠાલવતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 હાન્‍નાએ ઉત્તર આપ્યો, “ના, મારા મુરબ્‍બી, હું દુ:ખી મનની સ્‍ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હાન્નાએ ઉત્તર આપ્યો કે, “ના, મારા માલિક, હું હૃદયમાં દુઃખી સ્ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, પણ હું ઈશ્વર આગળ મારું હૃદય ખાલી કરતી હતી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હાન્નાએ કહ્યું, “ના માંરા ધણી, મેં દ્રાક્ષારસ કે કોઈ કેફી પીણું પીધું નથી. પણ હું ઊંડી ઉપાધિમાં છું, હું સર્વસમર્થ દેવને પ્રાર્થના કરી રહી છું અને તેમને માંરા દુ:ખો અને ઇચ્છાઓ વિષે કહી રહી છું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:15
12 Iomraidhean Croise  

મારો પ્રાણ મારામાં ઓસરી રહ્યો છે, અને વિપત્તિના દિવસોએ મને જકડી લીધો છે.


હું તમારી તરફ મારા હાથ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો પ્રાણ તમારે માટે તરસે છે. (સેલાહ)


હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


સાચે જ સામાન્ય જનો વ્યર્થ છે અને ખાનદાન લોકો મિથ્યા છે, તેમને સૌને ત્રાજવામાં સાથે તોલવામાં આવે તો ય તેમનું પલ્લું ઊંચું થશે; કારણ, તેઓ તો શ્વાસ કરતાં યે હલકા છે.


અંત:કરણ પોતે જ પોતાની વેદના જાણે છે; અને તેના આનંદમાં બીજું કોઈ ભાગીદાર થઈ શકતું નથી.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


ધીરજપૂર્વકની સમજાવટથી મોટા અધિકારીને મનાવી શકાય છે, અને નમ્ર વાણી કઠોરતા દૂર કરે છે.


આખી રાત પ્રભુને વારંવાર પોકાર, તારાં બાળકો પર તે દયા દાખવે તે માટે તારું હૃદય ખોલીને પોકાર કર; કારણ, રસ્તાઓ પર તારાં બાળકો ભૂખે મરે છે.


મારા અતિશય દુ:ખ અને શોકને લીધે હું એવી રીતે પ્રાર્થના કરતી હતી.”


તેથી તેઓ સૌ મિસ્પામાં એકઠા થયા. તેમણે પાણી કાઢીને પ્રભુને અર્પણ તરીકે રેડયું અને આખો દિવસ ઉપવાસ કર્યો. તેમણે કહ્યું, “અમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલ મિસ્પામાં રહ્યો અને ઇઝરાયલી લોકો પર અમલ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan