Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 5:12 - પવિત્ર બાઇબલ C.L.

12 સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સિલ્વાનુસ, જે મારી ધારણા પ્રમાણે વિશ્વાસુ ભાઈ છે, તેની મારફતે મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, ને તમને વિનંતી કરીને સાક્ષી આપી છે કે, આ તો ઈશ્વરની ખરી કૃપા છે; તેમાં તમે સ્થિર ઊભા રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 સિલ્વાનુસ, મને ખબર છે કે તે ખ્રિસ્તમાં વિશ્વાસુ ભાઈ છે. તમને આદર સાથે હિંમત અને પ્રોત્સાહન આપવા તેની હસ્તક મેં ટૂંકમા આ લખ્યું છે. મારે તમને કહેવું હતું કે આ તો દેવની ખરી કૃપા છે. અને તે કૃપામાં સ્થિર ઊભા રહો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 5:12
24 Iomraidhean Croise  

તેને જોઈને પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, એનું શું થશે?”


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા.


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


એમને જ આશરે વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરની કૃપામાં પ્રવેશ્યા છીએ અને એ કૃપામાં દૃઢ થઈએ છીએ.


ભાઈઓ, જે શુભસંદેશ મેં તમને પ્રગટ કર્યો, જેનો તમે સ્વીકાર કર્યો તથા જેના પર તમારો દૃઢ વિશ્વાસ છે, તેની હું તમને યાદ અપાવવા માગું છું.


કારણ, સિલાસ, તિમોથી અને મારા દ્વારા તમારી આગળ પ્રગટ કરાયેલા ઈશ્વરપુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત, એક્સાથે “હા” અને “ના” બન્‍ને નથી. એથી ઊલટું, તેમનામાં તો બધું “હા” જ છે.


તમારા વિશ્વાસ પર અમે પ્રભુત્વ જમાવવા માગતા નથી, પણ તમે વિશ્વાસ દ્વારા જ દૃઢ થઈ શકો તેમ હોઈ, અમે તો તમારા આનંદ માટે તમારી સાથે કાર્ય કરીએ છીએ. કારણ, તમે વિશ્વાસમાં દૃઢ રહો છો.


ઈશ્વરે મને તેમની માર્મિક યોજના પ્રગટ કરીને જણાવી છે. (આ વિષે મેં ટૂંકમાં લખ્યું છે.


પ્રભુના કાર્યમાં આપણો પ્રિય ભાઈ અને વિશ્વાસુ સેવક તુખીક્સ તમને મારા વિષેના સર્વ સમાચાર જણાવશે અને તમને મારી પરિસ્થિતિની ખબર પડશે.


ઈશ્વરની કૃપાનું એ સાચું સ્વરૂપ તમને સમજાવનાર અમારો પ્રિય સાથી સેવક એપાફ્રાસ હતો. તે તો આપણે માટે ખ્રિસ્તને વફાદાર કાર્યકર છે.


આપણો પ્રિય ભાઈ તુખિક્સ, જે પ્રભુના કાર્યમાં વિશ્વાસુ કાર્યકર અને સાથી સેવક છે તે મારા વિષેના સર્વ સમાચાર તમને જણાવશે.


તેની સાથે તમારી સંગતમાંનો પ્રિય તથા વિશ્વાસુ ભાઈ ઓનેસિમસ પણ આવે છે. તે તમને અહીંના બધા સમાચાર આપશે.


ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના થેસ્સાલોનિકાની મંડળીમાંના લોકને લખનાર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી શુભેચ્છા. તમારા ઉપર કૃપા અને શાંતિ થાઓ.


થેસ્સાલોનિક્માંની મંડળીના સૌ લોકને લખનાર ઈશ્વરપિતામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાઉલ, સિલ્વાનસ અને તિમોથી.


મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, આ ઉત્તેજનદાયક સંદેશા પર ધીરજથી ધ્યાન આપો. કારણ, આ તો મેં તમને ટૂંકમાં લખ્યું છે.


તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો.


સારા વહીવટ કરનાર તરીકે દરેકે પોતાને ઈશ્વર પાસેથી મળેલી ખાસ બક્ષિસનો ઉપયોગ બીજાઓના ભલાને માટે કરવો જોઈએ.


એ જ કારણથી તમને એ વાતોની ખબર છે અને તમને પ્રાપ્ત થયેલા સત્યમાં તમે દૃઢ છો, તેમ છતાં હું તમને તેની હંમેશાં યાદ અપાવું છું.


સીધો માર્ગ તજી દઈને તેઓ ખોટે માર્ગે ચઢી ગયા છે. તેઓ બેઓરના પુત્ર બલઆમનો માર્ગ અનુસર્યા છે.


દેમેત્રિયસ વિષે બધાનો અભિપ્રાય સારો છે. સત્ય પણ તેના વિષે સારું જ કહે છે. અમારી પણ એ જ સાક્ષી છે અને તું જાણે છે કે તે સાચી છે.


પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે.


Lean sinn:

Sanasan


Sanasan