Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 4:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પણ હવે તમે વિધર્મીઓની સાથે ભોગવિલાસી જીવનમાં સામેલ થતા નથી ત્યારે તેઓ આશ્ર્વર્ય પામીને તમારી ટીકા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે અવિશ્વાસીઓને આશ્વર્ય થાય છે કે તેઓ કરે છે તેવું જંગલી અને નિરર્થક કૃત્ય તમે કેમ નથી કરતા! અને તેથી તેઓ તમારી નિંદા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 4:4
11 Iomraidhean Croise  

ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે થાળી વાટકાને બહારથી સ્વચ્છ કરો છો. પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલાં છે.


થોડા જ દિવસો પછી નાના પુત્રે મિલક્તનો પોતાનો ભાગ વેચી દીધો અને તેમાંથી મળેલા પૈસા લઈ ઘેરથી જતો રહ્યો. તે દૂર દેશમાં ચાલ્યો ગયો; અને ત્યાં ભોગવિલાસમાં પોતાના બધા પૈસા વેડફી માર્યા.


લોકોનાં ટોળેટોળાં જોઈને યહૂદીઓને ઈર્ષા આવી. તેઓ પાઉલની વિરુદ્ધ બોલ્યા અને તેનું અપમાન કર્યું.


જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી ત્યારે પોતાનાં કપડાં પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, “તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહિ; હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.”


દિવસના પ્રકાશમાં જીવનાર લોકોની માફક આપણું વર્તન યથાયોગ્ય રાખીએ. એટલે કે, આપણે ભોગવિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્ર્લીલ વર્તનમાં, ઝગડામાં કે ઈર્ષામાં જીવીએ નહિ;


દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.


વિદેશીઓ તમારા પર દુરાચરણનો ખોટો દોષ મૂક્તા હોય તોયે તેમની વચમાં તમારી વર્તણૂક યથાયોગ્ય રાખો. જેથી પ્રભુ ન્યાય કરવા આવે તે દિવસે તેઓ તમારાં સારાં કાર્યોને લીધે ઈશ્વરની સ્તુતિ કરે.


તમારી પ્રેરકબુદ્ધિ શુદ્ધ રાખો, જેથી તમારી નિંદા થાય અને ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તમારી સારી વર્તણૂક વિષે ભૂંડું બોલાય ત્યારે તેવું બોલનારા શરમાઈ જાય.


આ જૂઠા શિક્ષકો તો સાહજિક વૃત્તિથી પ્રેરાનાર અને શિકારનો ભોગ થઈ પડનાર વન્ય પ્રાણીઓ જેવા છે.


તેમની બાબતમાં પેલી કહેવત સાચી પડી કે, કૂતરું પોતાની ઊલટી ખાવા પાછું જાય છે અને ધોઈને સાફ કરેલું ભૂંડ ક્દવમાં આળોટવા માટે પાછું જાય છે.


પણ આ લોકો જે બાબતો સમજતા નથી તેની નિંદા કરે છે અને જંગલી પ્રાણીઓની માફક જે બાબતો તેઓ લાગણીથી જાણે છે તે જ બાબતમાં પોતાને ભ્રષ્ટ કરે છે. તેમની કેવી દુર્દશા થશે!


Lean sinn:

Sanasan


Sanasan