પોતે કરેલી ચોરીને બદલે તેણે દંડ ચૂકવવો. એ ચૂકવવા તેની પાસે કંઈ ન હોય તો ચોરીનો દંડ ભરવા માટે તેણે પોતાને દાસ તરીકે વેચવો. જો ચોરી કરેલ બળદ અથવા ઘેટું જીવતાં મળે તો એકના બદલામાં બે પ્રાણી પાછાં આપવાં. “જો કોઈ ચોર ઘરમાં રાત્રે ખાતર પાડતાં પકડાઈ જાય અને માર મારતાં મરી જાય તો તેને મારી નાખનાર તેના ખૂન માટે જવાબદાર નથી. પરંતુ સૂર્યોદય પછી દિવસ દરમ્યાન એવું બને તો મારનાર વ્યક્તિ ખૂન માટે જવાબદાર છે.