Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 3:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 હવે, ઈસુ આકાશમાં ગયો છે. તે દેવની જમણી બાજુએ છે. તે દૂતો, અધિકારીઓ, અને પરાક્રમીઓ પર રાજ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 3:22
24 Iomraidhean Croise  

યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.”


’પ્રભુએ મારા પ્રભુને કહ્યું, હું તારા શત્રુઓને તારા પગ તળે મૂકું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


કારણ, પવિત્ર આત્માએ તો દાવિદને આવું કહેવાની પ્રેરણા કરી; ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું: તારા શત્રુઓને તારા પગ તળે મૂકું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’


શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા.


કારણ, દાવિદ પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં કહે છે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું,


જો તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે તો પછી ઈશ્વર પોતાનામાં માનવપુત્રનો મહિમા પ્રગટ કરશે, અને તે ટૂંક સમયમાં જ કરશે.


તેમણે કહ્યું, “ઓ ગાલીલવાસીઓ, તમે ત્યાં ઊભા ઊભા આકાશ તરફ શા માટે તાકી રહ્યા છો? ઈસુ તમારી મયેથી આકાશમાં લઈ લેવાયા છે. એ જ ઈસુ જેમને તમે આકાશમાં જતા જોયા, તે તે જ રીતે પાછા આવશે.”


ઈશ્વરે પોતાના પવિત્ર સંદેશવાહકો દ્વારા ઘણા સમય અગાઉ જાહેર કર્યું હતું તેમ સમસ્ત સૃષ્ટિનું નવનિર્માણ કરવામાં આવે ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ.


ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે, તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે.


મને ખાતરી છે કે કોઈ આપણને તેમના પ્રેમથી અલગ કરી શકે નહિ. કારણ કે, મરણ કે જીવન, દૂતો, અધિકારીઓ કે સત્તાધારીઓ, વર્તમાન કે ભાવિ, ઊંચું આકાશ કે ઊંડું ઊંડાણ અથવા આખી સૃષ્ટિની બીજી કોઈ પણ વસ્તુ, ઈશ્વરે જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં પ્રગટ કર્યો છે તેનાથી આપણને અલગ પાડી શકે તેમ નથી.


ત્યાર પછી અંત આવશે, અને ખ્રિસ્ત સર્વ આધિપત્ય, અધિકાર અને સત્તા પર વિજય મેળવશે અને ઈશ્વરપિતાને રાજ સોંપી દેશે.


તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. તો હવે સ્વર્ગમાંની બાબતોમાં તમારું મન પરોવો કે જ્યાં ઈશ્વરની જમણી તરફ ખ્રિસ્ત બિરાજેલા છે.


ઈશ્વરે કદી પોતાના દૂતને એમ નથી કહ્યું કે, “હું તારા દુશ્મનોને તારા પગ મૂકવાનું આસન ન બનાવું ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


વળી, ઈશ્વરે પોતાના પ્રથમજનિત પુત્રને દુનિયામાં મોકલતી વખતે ફરી કહ્યું, “ઈશ્વરના બધા દૂતો તેનું ભજન કરો.”


પણ ખ્રિસ્ત તો પાપના નિવારણ માટે સર્વકાળને માટે યોગ્ય એવું એક જ બલિદાન આપીને ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા છે.


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


તેથી, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી પકડી રાખીએ. કારણ, આપણે માટે છેક ઈશ્વરની હજૂરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે.


ઈસુ આપણી પહેલાં આપણે માટે ત્યાં પ્રવેશીને મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે સનાતન પ્રમુખ યજ્ઞકાર બન્યા છે.


અમારા કહેવાનો સાર આ છે: આપણા આ પ્રમુખ યજ્ઞકાર એવા છે કે જેઓ સ્વર્ગમાં રાજાધિરાજના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan