Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 3:10 - પવિત્ર બાઇબલ C.L.

10 શાસ્ત્રમાં લખેલું છે, “જો કોઈએ જીવનમાં સુખી થવું હોય અને સારા દિવસો જોવા હોય, તો તેણે ભૂંડું બોલવાથી દૂર રહેવું અને જૂઠું બોલવું નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે, “જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે, અને સારા દિવસો જોવાને ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી, અને પોતાના હોઠને કપટી વાતો બોલવાથી અટકાવવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પવિત્રશાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ જીવનને પ્રેમ કરવા માગે છે અને સારા દિવસોનો આનંદ માણવા માગે છે તો તેણે દુષ્ટ બોલવા માટે પોતાની જીભ બંધ કરી દેવી જોઈએ, અને જુઠું બોલવાથી પોતાના હોઠ બંધ કરી દેવા જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 3:10
24 Iomraidhean Croise  

શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “‘ચામડી સાટે ચામડી’, પોતાનો જીવ બચાવવા માટે તો માણસ પોતાનું સર્વસ્વ આપી દે,


તેમણે મારા જીવને મોતમાંથી ઉગાર્યો, અને મારું જીવન અજવાળ્યું છે.’


મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી.


જેથી હું તમારા પસંદ કરેલ લોકનું કલ્યાણ જોઈ શકું, તમારી પ્રજાના આનંદમાં ભાગીદાર બની શકું, અને તમારા વારસો સાથે ગૌરવ લઈ શકું.


દુનિયામાંના આ જીવનમાં જ હું પ્રભુની ભલાઈનો અનુભવ કરીશ એવો મને હજી યે વિશ્વાસ છે.


તોપણ તે પોતાના પૂર્વજો સાથે ભળી જશે, અને તે ફરી કદી પ્રકાશ જોશે નહિ.


જ્ઞાન તેને ગ્રહણ કરનાર માટે ‘જીવનના વૃક્ષ’ જેવું છે, અને તેને વળગી રહેનાર સલામત રહે છે.


મારું શિક્ષણ તને દીર્ઘાયુષ્ય અને આબાદી બક્ષશે.


એ શબ્દો તેમના સમજનારને માટે જીવનદાયક છે. અને તેના આખા શરીર માટે આરોગ્યદાયક છે.


જેઓ મને પ્રાપ્ત કરે છે તેમને જીવન પ્રાપ્ત થાય છે, અને પ્રભુ તેમના પર પ્રસન્‍ન થાય છે.


પૃથ્વી પરનું પોતાનું અલ્પ આયુષ્ય પસાર કરવાનો મનુષ્ય માટે કયો માર્ગ ઉત્તમ છે તેની ચક્સણી કરી જોવા મારા મનને જ્ઞાનના પ્રભાવ હેઠળ રહેવા દઈ મારા તનને મદિરાપાનથી આનંદિત કરવાનો પ્રયાસ કરવાની મૂર્ખાઈ મેં કરી.


ઈસુએ જવાબ આપ્યો, સારું શું છે તે તું મને શા માટે પૂછે છે? એકલા ઈશ્વર જ સારા છે. જો તારે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવું હોય તો તેમની આજ્ઞાઓને આધીન રહે.


કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે અને શુભસંદેશને લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે.


ઈસુએ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહ્યું, “આ ખરો ઇઝરાયલી છે! તેનામાં કંઈ કપટ નથી!”


જે કોઈ પોતાના જીવનને વહાલું ગણે છે, તે તેને ગુમાવે છે. અને જે કોઈ આ દુનિયામાં પોતાના જીવનનો દ્વેષ કરે છે તે સાર્વકાલિક જીવનને માટે તેને સંભાળી રાખશે.


આ શિક્ષણ કોઈ નિરર્થક વાત નથી. કારણ, તેમાં તમારું જીવન છે અને જે દેશનો કબજો લેવા તમે યર્દનને પેલે પાર જાઓ છો ત્યાં તમે એ વાતથી જ લાંબો સમય વસવાટ કરી શકશો.”


શું કોઈ પોતાને ધાર્મિક માને છે? જો તે પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તો તેનો ધર્મ નિરર્થક છે અને તે પોતાની જાતને છેતરે છે.


તેથી તમે કપટ, ઢોંગ, ઈર્ષા, નિંદા અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો.


તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી.


તેઓ કદી જૂઠું બોલ્યા નથી અને નિષ્કલંક છે.


Lean sinn:

Sanasan


Sanasan