Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 “મેં મૂલ્યવાન પથ્થરને પસંદ કર્યો હતો અને હવે હું તેને આધારશિલા તરીકે સિયોનમાં મૂકું છું; જે કોઈ તેનામાં વિશ્વાસ મૂકશે તે કદી નિરાશ થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કારણ કે શાસ્‍ત્રમાં લખેલું છે, “જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું. જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, ‘જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પવિત્રશાસ્ત્ર કહે છે કે: “જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે, અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું; જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 2:6
27 Iomraidhean Croise  

પણ યાકોબના સમર્થ ઈશ્વરની સહાયથી અને ઇઝરાયલના ખડક્સમા ઘેટાંપાળકના નામથી યોસેફનું ધનુષ્ય અડગ રહ્યું, અને તેના હાથ ચપળ કરાયા. તને સહાય કરનાર તો તારા પિતાના ઈશ્વર છે. સર્વસમર્થ ઈશ્વર તને ઉપરના આકાશની વૃષ્ટિની, પૃથ્વીના પેટાળના પાણીની, ઢોરઢાંકની અને સંતાનની આશિષો આપે છે.


જેઓ મારી હત્યા કરવા યત્નો કરે છે, તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને હાનિ પહોંચાડવાની યોજના કરે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.


એક વેળાએ તમે સંદર્શનમાં તમારા ભક્તને કહ્યું; “મેં એક યોદ્ધાને શક્તિ પ્રદાન કરી છે. મારી પ્રજામાંથી પસંદ કરેલા એક યુવાનને મેં ઉન્‍નત કર્યો છે.


તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.


તારા પર રોષે ભરાયેલ સૌને અપમાનિત થઈને શરમાવું પડશે. તારા વિરોધીઓ નેસ્તનાબૂદ થઈ જશે.


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


હું વિજયનો દિવસ પાસે લાવું છું; તે હવે બહુ દૂર નથી. મારા ઉદ્ધારદાયક વિજયને હવે વાર લાગવાની નથી. હું સિયોનને વિજય પમાડીશ અને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


પણ મને તો પ્રભુનો સાથ છે તેથી હું ઝંખવાણો પડવાનો નથી કે લજવાવાનો નથી. કારણ, મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું દઢ કર્યું છે.


તું બીશ નહિ; તું ફરી લજ્જિત થવાની નથી. તું ગભરાઈશ નહિ; તું ફજેત થવાની નથી. તું તારા યૌવનનું લાંછન ભૂલી જશે, અને તને તારા વૈધવ્યનું કલંક ફરી યાદ આવશે નહિ.


મારા લોક પર વહીવટ કરવા માટે તેમનામાંથી જ શાસકો, આગેવાનો, અને અમલદારો ઊભા થશે.


આ મારો પસંદ કરેલો સેવક છે તેના પર મેં પ્રેમ કર્યો છે, અને હું તેના પર પ્રસન્‍ન છું. હું તેનામાં મારો આત્મા મૂકીશ, અને તે બધી જાઓની સમક્ષ મારું ન્યાયશાસન જાહેર કરશે.


તમે આ શાસ્ત્રભાગ તો વાંચ્યો જ હશે: ‘મકાન બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે.


ઈસુએ તેમની તરફ તાકીને પૂછયું, “તો પછી આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય છે? ‘બાંધક્મ કરનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો તે જ મથાળાની આધારશિલા બન્યો છે.


લોકો ઊભા ઊભા નિહાળતા હતા, પણ યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી ઉડાવતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો તે ઈશ્વરે પસંદ કરેલ મસીહ હોય, તો પોતાને બચાવે!”


શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ મૂકશે તેના અંતરમાંથી જીવનજળનાં ઝરણાં વહેશે.”


“મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી.


શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.”


આપણે ખ્રિસ્તમાં મેળવાઈને ઈશ્વરના બનીએ તે માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પહેલાં તેમણે આપણને પસંદ કર્યા હતા; જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ.


પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે.


એમાંનું દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.


માણસોએ નકામો ગણીને નકારી કાઢેલો, પણ ઈશ્વરે મૂલ્યવાન ગણીને પસંદ કરેલ જીવંત પથ્થર, એટલે, પ્રભુની પાસે આવો.


વળી, શાસ્ત્રમાં લખેલું બીજું એક વચન કહે છે, “લોકોને ઠોકર ખવડાવનાર પથ્થર એ જ છે, એ જ તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.” વચન પર વિશ્વાસ નહિ કરવાને કારણે તેમણે ઠોકર ખાધી છે. તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી.


તમારે સૌ પ્રથમ આ વાત સમજવાની છે કે કોઈપણ વ્યક્તિ શાસ્ત્રનાં ભવિષ્યકથનો પોતાની આગવી રીતે સમજી શકે નહિ.


આ વિષયની છણાવટ કરતા બધા પત્રોમાં તેણે એ જ કહેલું છે. તેના પત્રોમાં કેટલીક બાબતો એવી છે કે જે સમજવી મુશ્કેલ છે અને અજ્ઞાન અને અસ્થિર માણસો, શાસ્ત્રના બીજા પાઠો વિષે કરે છે તેમ તેમનો પણ મારીમચડીને ખોટો અર્થ કરે છે અને એમ પોતાનો વિનાશ વહોરી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan