Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 2:5
34 Iomraidhean Croise  

એમના પર માપસર કાપેલા બીજા કીમતી પથ્થરો અને ગંધતરુના ભારટિયા હતા.


મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.


તેથી મને, તમારા ઈશ્વરને તો તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો.


સ્તુતિરૂપી અર્પણ ચડાવનાર મારું બહુમાન કરે છે, અને સીધી રીતે વર્તનારને હું ઈશ્વરનો ઉદ્ધાર દેખાડીશ.


વળી, તમે મારા રાજપદ નીચે સેવા કરનાર યજ્ઞકારો તરીકે મારું રાજ્ય તથા મને સમર્પિત થયેલા લોક બની રહેશો.”


જ્ઞાને પોતાનું નિવાસસ્થાન બાંધ્યું છે, તેણે સાત સ્તંભ કોતરી કાઢયા છે.


પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.


એમાંના કેટલાકને હું યજ્ઞકારો અને લેવીઓ બનાવીશ.”


તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે.


ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે મને બિનયહૂદીઓ મયે ક્મ કરવાનો હક્ક મળેલો છે. ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરીને હું યજ્ઞકારનું ક્મ કરું છું, જેથી પવિત્ર આત્માની મારફતે ખ્રિસ્તી થયેલા બિનયહૂદીઓ ઈશ્વરને માન્ય અર્પણ થાય,


તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે એ વાતની શું તમને ખબર નથી?


અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્યકરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો.


તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે તેની શું તમને ખબર નથી? આ પવિત્ર આત્મા ઈશ્વર તરફથી મળેલો છે અને તે આપણામાં વસે છે.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? કારણ, આપણે તો જીવતા ઈશ્વરનું મંદિર છીએ! ઈશ્વરે પોતે જ કહ્યું છે તેમ, “હું મારા લોક મયે મારું ઘર બનાવીશ, અને તેમની સાથે વાસો કરીશ, હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા બનશે.”


આમ, જ્યારે પણ આપણને તક મળે, ત્યારે આપણે સૌનું, અને ખાસ કરીને જેઓ વિશ્વાસમાં એક કુટુંબ છે, તેમનું ભલું કરીએ.


તેમને તેમના જાતભાઈઓની જેમ જમીન વારસામાં મળશે નહિ, તેમ તેઓ જમીનની માલિકી ધરાવશે નહિ. પ્રભુએ તેમને આપેલા વચન પ્રમાણે તો પ્રભુ પોતે જ તેમનો વારસો છે.


અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ.


તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો.


પણ મને આવવામાં વિલંબ થાય તો, ઈશ્વરના ઘરમાં કેવું વર્તન દાખવવું જોઈએ તે વિષે આ પત્ર માહિતી પૂરી પાડશે. ઈશ્વરનું ઘર તો જીવંત ઈશ્વરની મંડળી છે. તે તો સત્યનો સ્તંભ તથા આધાર છે.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


સંદેશો આપનારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવો અને સેવા કરનારે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે સેવા કરવી; જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. સદાસર્વકાળ મહિમા અને પરાક્રમ તેમનાં હો. આમીન


ન્યાયશાસનનો સમય આવી પહોંચ્યો છે અને ઈશ્વર પ્રથમ પોતાના લોકોનો જ ન્યાય કરશે. જો તેની શરૂઆત આપણાથી થાય તો પછી જેઓ ઈશ્વરના શુભસંદેશ પર વિશ્વાસ કરતા નથી તેમની અંતે કેવી દુર્દશા થશે?


અને જેમણે તેમના પિતા એટલે ઈશ્વરની સેવા કરવા માટે આપણને યજ્ઞકારોના રાજ્યમાં દાખલ કર્યા છે, તે ઈસુને સદાસર્વકાળ ગૌરવ અને સામર્થ્ય હોજો! આમીન!


સજીવન થવાના આ પ્રથમ તબક્કામાં જેમનો સમાવેશ થયો છે તેમને ધન્ય છે અને તેઓ પવિત્ર છે. તેમની પર બીજીવારના મરણને અધિકાર નથી. તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યજ્ઞકારો બનશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ્ય કરશે.


જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ, અને તે તેની બહાર કદી જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ, મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવનાર નવા યરુશાલેમનું નામ, અને મારું પોતાનું નવું નામ લખીશ.


આપણા ઈશ્વરનું ભજન કરવાને માટે તમે તેમને યજ્ઞકારોનું રાજ્ય બનાવ્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan