Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 2:11 - પવિત્ર બાઇબલ C.L.

11 આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા હે પ્રિયજનો, આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાઓ એવી મારી વિનંતી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પ્રિયજનો, તમે પરદેશી તથા પ્રવાસી છો, માટે હું તમને વિનંતી કરું છું કે, જે દુષ્ટ ઇચ્છાઓ આત્માની સામે લડે છે, તેઓથી તમે દૂર રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પ્રિય મિત્રો, આ દુનિયામાં તમે અજાણ્યા પરદેશી અને પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઈચ્છે છે તે વિષયોથી દૂર રહો. તે વસ્તુઓ તમારા આત્માની વિરૂદ્ધ લડે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 2:11
35 Iomraidhean Croise  

અબ્રાહામ પલિસ્તીઓના દેશમાં ઘણા દિવસ રહ્યો.


“હું તમારી વચમાં પરદેશી તથા પ્રવાસી છું. મને તમારા વિસ્તારમાં કબર માટે કોઈ જગ્યા આપો કે હું મારી મૃત પત્નીને દફનાવું.”


યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”


હે પ્રભુ, અમે અમારા સર્વ પૂર્વજોની માફક તમારી દૃષ્ટિમાં આ જીવનમાં પરદેશી અને પ્રવાસી જેવા છીએ. પૃથ્વી પરના અમારા દિવસો છાયા જેવા અને આશા વગરના છે.


હું તો આ પૃથ્વી પર પ્રવાસી છું; તમારી આજ્ઞાઓ મારાથી સંતાડશો નહિ.


મારી આ જીવનયાત્રામાં તમારાં ફરમાન મારાં ગીત બન્યાં છે.


હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.


સમાગમ કર્યા પછી પુરુષ અને સ્ત્રીએ સ્નાન કરવું અને તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય.


“તમારે જમીનનું કાયમી ધોરણે વેચાણ કરવું નહિ. કારણ, જમીન તમારી નહિ, પણ મારી છે. તમે તો ફક્ત પરદેશીઓની માફક તેનો ઉપયોગ કરનારા છો.


“સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે.


તેમણે મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, અને લોહી ન પીવું.


મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, લોહી ન પીવું, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, વ્યભિચાર ન કરવો. આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. તમારું કલ્યાણ થાઓ.”


મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે.


તે સિદ્ધાંત મારા મનથી સ્વીકારેલા સિદ્ધાંતની વિરુદ્ધ લડાઈ કરે છે. મારા શરીરમાંનો પાપનો સિદ્ધાંત મને કેદી બનાવે છે.


જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો, તો મરશો જ; પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો, તો તમે જીવશો.


આમ, અમે ખ્રિસ્તના રાજદૂત છીએ, અને ઈશ્વર અમારી મારફતે જાણે કે તમને અપીલ કરતા હોય તેમ અમે તમને વીનવણી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સલાહશાંતિમાં આવો.


ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેમણે પોતાના માનવી સ્વભાવને તેની સર્વ વાસનાઓ તથા ઇચ્છાઓ સાથે ક્રૂસ પર મારી નાખ્યો છે.


આમ, તમે બિનયહૂદીઓ હવે પરદેશી કે પારકા રહ્યા નથી, પણ તમે ઈશ્વરના લોકની સાથે સહનાગરિકો છો અને ઈશ્વરના કુટુંબના સભ્યો છો.


પ્રભુનો કેદી બનેલો હું પાઉલ તમને વિનવણી કરું છું: ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો.


યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ.


આ બધા માણસો વિશ્વાસમાં જારી રહેતાં મૃત્યુ પામ્યા. ઈશ્વરે જે બાબતોનું વચન આપ્યું તે તેઓ પામી શક્યા નહિ. પરંતુ તેમણે તેમને દૂરથી જોઈને તેમનો આવકાર કર્યો, અને પોતે આ દુનિયામાં પરદેશી તથા પ્રવાસી છે એવો તેમણે એકરાર કર્યો.


જો કે અમે આમ કહીએ છીએ તોપણ પ્રિયજનો, તમારાં કૃપાદાનો તેમ જ તમારા ઉદ્ધાર સંબંધી અમને ખાતરી છે, અને ઈશ્વર પક્ષપાતી નથી.


તમારામાં લડાઈ અને ઝઘડા ક્યાંથી થાય છે? તે તો તમારાં શરીરોમાં સતત લડાઈ કરતી તમારી ભોગવિલાસની લાલસાઓથી આવે છે.


ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પિતર તરફથી પંતસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયાના પ્રદેશમાં વેરવિખેર થઈ પરદેશી તરીકે રહેનારા ઈશ્વરના લોકને શુભેચ્છા.


તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો.


પ્રિયજનો, તમારા પર દુ:ખદાયક ક્સોટીઓ આવી પડે ત્યારે કંઈક અસામાન્ય બની રહ્યું હોય તેમ આશ્ર્વર્ય પામશો નહિ.


હવેથી પૃથ્વી પરનું તમારું બાકી રહેલું જીવન દૈહિક ઇચ્છાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છાના નિયંત્રણ નીચે ગાળવું જોઈએ.


પ્રિયજનો, હવે આ બીજો પત્ર પણ હું તમને લખું છું. આ બંને પત્રોમાં તમને આ બાબતોની યાદ દેવડાવીને મેં તમારા મનમાં શુદ્ધ વિચારો ઉત્પન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan