Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 1:23 - પવિત્ર બાઇબલ C.L.

23 વિનાશી નહિ, પણ ઈશ્વરના જીવંત અને સાર્વકાલિક વચનરૂપી બીજ વડે તમને નવો જન્મ આપવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે વિનાશી બીજથી નહિ, પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે, તમને નવું જીવન આપવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 1:23
18 Iomraidhean Croise  

જે સંદેશવાહકને સ્વપ્ન આવ્યું હોય તે માત્ર પોતાનું સ્વપ્ન કહી સંભળાવે, પણ જે સંદેશવાહકને મારો સંદેશ મળ્યો હોય તે નિષ્ઠાપૂર્વક મારો સંદેશ પ્રગટ કરે. ઘઉંની આગળ ભૂંસાની શી વિસાત?


જો તેમાંના કોઈનું શબ બિયારણ પર પડે તો તે શુદ્ધ ગણાય.


હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


“ઉદાહરણનો અર્થ આવો છે: બી તો ઈશ્વરનો સંદેશ છે.


તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહિ પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરનાં બાળકો બન્યાં.


તેના દ્વારા જ ઈશ્વરે બધાંનું સર્જન કર્યું, અને તે સર્જનમાંની કોઈપણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી ન હતી.


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.”


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી.


જીવન આપનાર તો આત્મા છે, માનવીશક્તિ કશા ક્મની નથી. જે શબ્દો મેં તમને કહ્યા તે આત્મા અને જીવન છે.


અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે તેઓ સર્વ સજીવ સૃષ્ટિની એટલે કે, નાશવંત માનવી, પંખી અને ચોપગાં તથા પેટે ચાલનારાં પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવીને તેમની ભક્તિ કરે છે.


ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે. બેધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્મા તથા સાંધા અને મજ્જાના વિભાજન સુધી ઊંડે સુધી ઊતરી જાય છે. તે મનુષ્યના દયની ઇચ્છાઓ તથા વિચારોની પારખ કરે છે.


તેમણે પોતાની ઇચ્છાથી જ સત્યના સંદેશ મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે.


અને તે જ વચન તમારી પાસે શુભસંદેશની મારફતે આવ્યું છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે.


ઈશ્વરનું સંતાન પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ, કારણ, તેની પાસે ઈશ્વરનો સ્વભાવ છે અને ઈશ્વર તેના પિતા હોવાથી તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું સંતાન પાપ કર્યા કરતું નથી. કારણ, ઈશ્વરપુત્ર તેને સંભાળે છે અને દુષ્ટ તેને ઇજા પહોંચાડી શક્તો નથી.


Lean sinn:

Sanasan


Sanasan