Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 9:9 - પવિત્ર બાઇબલ C.L.

9 લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ છે કે તેમણે તેમના પૂર્વજોને ઇજિપ્તમાં મુક્ત કરનાર પ્રભુ તેમના ઈશ્વરનો ત્યાગ કર્યો છે. તેમણે અન્ય દેવો પ્રત્યે વફાદારી દાખવી તેમની પૂજા કરી છે. તેથી પ્રભુએ તેમના પર આ આફત ઉતારી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેઓ ઉત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસર દેશમાંથી કાઢી લાવનાર તેઓના ઈશ્વર યહોવાને તજી દઈને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યાં, ને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી, તે માટે યહોવા આ સર્વ હાનિ તેમના પર લાવ્યા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને બીજા તેમને પ્રત્યુત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસરમાંથી બહાર લાવનાર ઈશ્વરને તેઓએ ત્યજી દીધા. અને બીજા દેવોનો સ્વીકાર કરીને તેમની પૂજા કરી. એ જ કારણથી ઈશ્વરે આ બધી વિપત્તિ તેઓના પર મોકલી છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને તેમને પ્રત્યુત્તર મળશે, ‘કારણ, આ લોકોએ જેના પિતૃઓને મિસરમાંથી તેમના દેવે બહાર કાઢયા હતાં તેને છોડી દીધો છે અને બીજા દેવોને સ્વીકાર કરીને તેમની આરાધના કરવાનું શરૂં કર્યુ છે. એ જ કારણથી યહોવાએ આ બધી વિપત્તિ તેમના પર મોકલી દીધી છે.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 9:9
19 Iomraidhean Croise  

એલિયાએ જવાબ આપ્યો, “આફત ઉતારનાર હું નહિ, પણ તમે અને તમારા પિતા છો. તમે પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરો છો અને બઆલની મૂર્તિઓની પૂજા કરો છો.


કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ.


એને લીધે પ્રભુ યહૂદિયા અને યરુશાલેમ પર કોપાયમાન થયા છે અને તમે તમારી નજરે જુઓ છો કે તેમણે તેમના એવા હાલ કર્યા છે કે સૌ કોઈ તેમને જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામીને તેમની મશ્કરી ઉડાવે છે.


ત્યારે લોકો કહેશે, ‘આવું એટલા માટે બન્યું કે લોકોએ તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુનો ત્યાગ કર્યો છે. અન્ય દેવોનો અંગીકાર કરીને તેમની સેવા ભક્તિ કરી છે, તેથી પ્રભુ તેમના પર આ બધી આફત લાવ્યા છે.”


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


પછી ઘણા પરદેશી લોકો આ નગર પાસેથી પસાર થતાં એકબીજાને પૂછશે, ‘શા માટે પ્રભુએ આ મહાન નગરની આવી દશા કરી?’


તમે અન્ય દેવોને ધૂપ ચડાવીને પ્રભુની વિરુદ્ધ પાપ કર્યાં અને પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમની આજ્ઞાઓ, આદેશો અને નિયમોનું પાલન કર્યું નહિ તેથી તો અત્યારની આ આફત તમારા પર આવી પડી છે.”


યર્મિયા, આ લોકો તને પૂછે કે, ‘પ્રભુએ અમારા આવા હાલ શા માટે કર્યા?’ ત્યારે તું તેમને કહેજે, ‘જેમ તમે પ્રભુનો ત્યાગ કર્યો અને પોતાના દેશમાં પારકા દેવોની પૂજા કરી તેમ તમે પરદેશમાં પારકા લોકોની સેવા કરશો.”


અને તેથી પોતાનો વાડો પણ વીસરી ગયા છે. જેમને તેમનો ભેટો થઈ ગયો તેમણે તેમનો ભક્ષ કર્યો. તેમના શત્રુઓ કહે છે, ‘એમાં આપણે કશું ખોટું કરતાં નથી! કારણ, તેમણે પ્રભુ, જે તેમને માટે સાચા વાડા સમાન અને તેમના પૂર્વજોની આશા હતા, તેમની વિરુદ્ધ પાપ કર્યાં છે.


હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?”


પ્રભુએ પોતાના રોષમાં અને કોપમાં સદોમ, ગમોરા, આદમા અને સબોઈમનો વિનાશ કર્યો તેમના જેવી જ દશા તમારા દેશની થશે. એટલે કે, તેમાં ગંધક અને મીઠું જવાથી અને સૂકો ભઠ્ઠ થઈ જવાથી ત્યાં કંઈ વવાશે નહિ કે કંઈ ઊગશે નહિ. અરે, ત્યાં ઘાસ કે નકામા છોડ પણ ઊગશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan