Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પણ તું કે તારા વંશજો મને અનુસરવાનું પડતું મૂકશો, અને તમને ફરમાવેલા મારા નિયમો અને ધારાઓનો ભંગ કરશો, અને અન્ય દેવોની ભક્તિ કરશો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો, ને મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ જે મેં તમારી આગળ મૂકયાં છે તે નહિ પાળો, પણ જઈને અન્ય દેવોની સેવા કરશો ને તેમને ભજશો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “પણ તમે કે તમારા વંશજો મારાથી વિમુખ થઈ જશો અને તમારી સમક્ષ મૂકેલા મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની પૂજા કરશો અને તેઓને દંડવત કરશો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “પણ તમે કે તમાંરા વંશજો માંરાથી વિમુખ થઈ જશો અને તમાંરી સમક્ષ રજૂ કરેલા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની સેવાપૂજા કરશો,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 9:6
15 Iomraidhean Croise  

સમરૂનનું પતન થયું; કારણ, ઇઝરાયલીઓ તેમના ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ, પણ તેમણે તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો અને પ્રભુના સેવક મોશેએ આપેલી સર્વ આજ્ઞાઓનો અનાદર કર્યો; એટલે, તેમણે તેમનું સાંભળ્યું નહિ અને આધીન પણ થયા નહિ.


કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ.


તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


એટલે તે આસા રાજાને મળવા ગયો. તેણે કહ્યું, “હે રાજા આસા અને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ લોકો, મારું સાંભળો! તમે જ્યાં સુધી પ્રભુના પક્ષમાં છો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે વિમુખ થશો, તો તે તમારો ત્યાગ કરશે.


જો તેના વંશજો મારા નિયમનો અનાદર કરે, અને મારા આદેશો પ્રમાણે ન ચાલે;


જો તેઓ મારા ફરમાનોનો ભંગ કરે, અને મારી આજ્ઞાઓ ન પાળે;


તો હું તેમને તેમના અપરાધો માટે સોટીથી અને તેમના અન્યાય માટે ચાબુકથી સજા કરીશ.


તેમને કહે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તમે મારું સાંભળશો નહિ, અને તમારી સમક્ષ રજૂ કરેલા મારા નિયમશાસ્ત્રને અનુસરશો નહિ,


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan