Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 9:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જો તું તારા પિતા દાવિદની જેમ દયની પ્રામાણિક્તાથી અને નેકીથી મારા નિયમો પાળીશ અને મારાં ફરમાનો પ્રમાણે વર્તીશ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ, મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ પ્રમાણે કરવાને જો તું મારી આગળ શુદ્ધ હ્રદયથી ને પ્રામાણિકપણે ચાલશે, ને મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો તું તારા પિતા દાઉદની જેમ તારું કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાણિકતાથી વર્તીશ અને મારા વિધિઓ, આજ્ઞાઓ તથા નિયમોને અનુસરીશ તો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને જો તું તારા પિતા દાઉદની જેમ તારૂં કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાંણિકતાથી વર્તીશ અને માંરા આદેશો, કાનૂનો અને નિયમોને અનુસરીશ તો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 9:4
31 Iomraidhean Croise  

અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર.


એ માણસે પોતે મને નહોતું કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ વળી, તે સ્ત્રીએ પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં તો નિષ્કપટ અંત:કરણથી અને શુદ્ધ હાથે એ કર્યું છે.”


હું પ્રભુના માર્ગમાં ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને હું તેમનાથી વિમુખ ગયો નથી.


જો તું મારી બધી આજ્ઞાઓ પ્રમાણે વર્તીશ, મારી ઇચ્છાને અનુસરીશ, મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરીશ અને મારા નિયમો અને ફરમાનોનું પાલન કરીશ તો જેમ મેં દાવિદના હક્કમાં કર્યું છે તેમ તારા વંશજો કાયમને માટે રાજ કરે એવું હું થવા દઈશ.


અને તે વૃદ્ધ થયો તેટલા સમયમાં તો તેઓ તેને વિદેશી દેવતાઓની ભક્તિ તરફ વાળી ગઈ. તેના પિતા દાવિદની જેમ તે તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાવાન રહ્યો નહિ.


તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેના પિતા દાવિદની જેમ તે તેમને પૂરી નિષ્ઠાથી અનુસર્યો નહિ.


દાવિદના વંશજો પાસેથી રાજ્યના ભાગલા પાડીને તેમાંથી કેટલુંક મેં તને આપ્યું. પણ મારો સેવક દાવિદ જે મને પૂરી નિષ્ઠાથી અનુસરતો હતો અને મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરતો હતો, તેના જેવો તું બન્યો નથી.


એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.


અને તારા પિતા દાવિદની માફક તું મને આધીન થઈશ અને મારા નિયમો તથા આજ્ઞાઓ પાળીશ તો હું તને દીર્ઘાયુષ્ય આપીશ.”


શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો.


શલોમોને જવાબ આપ્યો, “તમે તમારા સેવક, મારા પિતા દાવિદ પ્રત્યે હમેશાં પ્રેમ રાખ્યો હતો, અને તે તમારી સાથેના સંબંધોમાં સદાચારી, વફાદાર અને પ્રામાણિક હતા. તેમની જગ્યાએ આજે રાજ કરવા માટે પુત્ર આપીને તમે તેમના પ્રત્યે અવિરત અને પુષ્કળ પ્રેમ રાખ્યો છે.


“તું મારા નિયમો અને મારી આજ્ઞાઓ પાળીશ તો તારા પિતા દાવિદને આપેલા વચન પ્રમાણે હું તારા હક્કમાં કરીશ.


હવે હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક મારા પિતાને આપેલું બીજું વચન પણ પૂર્ણ કરો એવી મારી પ્રાર્થના છે. તમે તેમને કહ્યું હતું કે તેમની જેમ તેમના વંશજ તમને ખંતથી આધીન રહેશે તો તેમના વંશમાંથી તમારી સમક્ષ ઇઝરાયલના રાજ્યાસન પર રાજા તરીકે બેસનારની ખોટ વર્તાશે નહિ.


“હે પ્રભુ, મેં વિશ્વાસુપણે અને હૃદયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરી છે. હું હમેશાં તમારી ઇચ્છા પ્રમાણે વર્ત્યો છું. તો એ બધાંનું સ્મરણ કરો એવી મારી અરજ છે.” એમ કહીને હિઝકિયા બહુ રડયો.


તેણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે નિષ્ઠા દાખવી. વળી, ઇઝરાયલી રાજાઓનું અનુસરણ નહિ કરતાં તે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે વર્ત્યો.


હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનારને અને તેમના માર્ગમાં ચાલનારને ધન્ય છે.


જેની ચાલચલગત સીધી છે, જે હંમેશા નેકી આચરે છે, અને જે દયપૂર્વક સત્ય બોલે છે,


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાથી મારું સમર્થન કરો; કારણ, હું નિખાલસપણે વર્ત્યો છું. મેં તમારા પર ભરોસો રાખ્યો છે અને હું ડગી ગયો નથી.


પરંતુ મારું વર્તન દોષરહિત રહેશે; મારા પર દયા દર્શાવીને મને છોડાવી લો.


દાવિદે દયની નિષ્ઠાથી લોકનું પાલન કર્યું અને કુશળ હાથોથી તેમને દોર્યા.


સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે.


નેકજન પ્રામાણિકપણામાં જીવન જીવે છે, તેને અનુસરનાર તેનાં સંતાનોને ધન્ય છે.


સાચે માર્ગે ચાલનાર ઉદ્ધાર પ્રાપ્ત કરશે, પણ અવળે માર્ગે ચાલનારનું પતન થશે.


મારી આજ્ઞાઓને અનુસરતો હોય ને મારા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતો હોય તો એવો માણસ નેક છે અને એ જરૂર જીવતો રહેશે.


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


“જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને ખંતથી આધીન થશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને ફરમાવું છું તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને પૃથ્વી પરની બધી પ્રજાઓમાં સર્વોચ્ચ સ્થાને સ્થાપશે.


Lean sinn:

Sanasan


Sanasan