Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 9:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને તારા કાલાવાલા સાંભળ્યા છે. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે તેં બાંધેલા આ મંદિરને મેં પવિત્ર કર્યું છે. હું તેનું હરહંમેશ લક્ષ રાખીશ અને તેનું રક્ષણ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોવાએ તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે. આ તારા બાંધેલા મંદિરને, મારું નામ તેમાં સદા રાખવા માટે, મેં પવિત્ર કર્યું છે, અને મારી‍ ર્દષ્ટિ તથા મારું હ્રદય નિરંતર ત્યાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈશ્વરે તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના અને અરજ મેં સાંભળી છે, મારું નામ તેમાં રાખવા સારું તેં બંધાવેલા આ સભાસ્થાનને હું પવિત્ર કરું છું. મારું હૃદય અને મારી દ્રષ્ટિ નિરંતર ત્યાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવાએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને અરજ સાંભળી છે, તેં બંધાવેલું આ મંદિર હું પુનિત કરું છું. જેથી માંરું નામ હમેશાં ત્યાં હશે. માંરું હૃદય અને માંરી દૃષ્ટિ નિરંતર હું ત્યાં રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 9:3
30 Iomraidhean Croise  

આ મંદિરનું, એટલે તમારે નામે તમારી ભક્તિને અર્થે તમે પસંદ કરેલા આ સ્થળનું રાતદિવસ લક્ષ રાખો. આ મંદિર તરફ મુખ રાખી પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.


પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે.


તેણે મંદિરમાં અશેરા દેવીની મૂર્તિ મૂકી! મંદિર વિષે તો પ્રભુએ દાવિદ અને તેના પુત્ર શલોમોનને આવી સૂચના આપી હતી: “ઇઝરાયલના બાર કુળપ્રદેશોમાંથી અહીં યરુશાલેમમાં, આ મંદિરને મારા નામની ભક્તિના સ્થાન તરીકે પસંદ કર્યું છે.


તેણે પ્રભુના મંદિરમાં પોતે બનાવડાવેલી મૂર્તિની સ્થાપના કરી. એ મંદિર વિષે તો ઈશ્વરે દાવિદને અને તેના પુત્ર શલોમોનને કહ્યું હતું કે, “ઇઝરાયલનાં બારેય કુળપ્રદેશોમાંથી મેં મારે નામે મારી આરાધના માટે યરુશાલેમમાંના આ મંદિરને પસંદ કર્યું છે.


“હવે, ઓ પ્રભુ, અમારા તરફ જુઓ અને આ સ્થાનમાં કરાયેલી પ્રાર્થનાઓ સાંભળો.”


જે કોઈ રાજા કે પ્રજા, યરુશાલેમનું મંદિર, કે જેમાં ઈશ્વરે પોતાનું નામ રાખવા તેને પસંદ કર્યું છે તેનો નાશ કરે અને એમ આ આદેશનો અનાદર કરે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ આ હુકમ ફરમાવું છું અને તેનો તાકીદે અમલ થવો જોઈએ.”


હે પ્રભુ, તમે પીડિતોનો પોકાર સાંભળો છો; તમે તેમના દયને હિંમત આપશો.


હું પ્રભુ પર પ્રેમ રાખું છું; કારણ, તેમણે મારી અરજ સાંભળી છે.


પ્રભુ નેકીવાનોની અરજ સાંભળે છે, અને તેમનાં સર્વ સંકટોમાંથી તેમને ઉગારે છે.


અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો.


પરંતુ ઈશ્વરે સાચે જ મારું સાંભળ્યું છે, અને તેમણે મારી પ્રાર્થના પ્રત્યે ધ્યાન આપ્યું છે.


મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો.


હું મંડપ તથા વેદીને પવિત્ર કરીશ અને આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવા બજાવવા માટે હું અલગ કરીશ.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


પછી મારે નામે ઓળખાતા આ મંદિરમાં આવીને મારી સમક્ષ ઊભા રહી તમે કહો છો, ‘અમે અહીં સલામત છીએ’ અને પછી પાછા આ બધાં ઘૃણાજનક કાર્યો જારી રાખો છો.


ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તું ઈશ્વરને પ્રિય હોવાથી હું તેનો જવાબ લઈને આવ્યો છું. હવે હું તને દર્શન સમજાવીશ; તું તે ધ્યનથી સાંભળ.


પ્રભુની વેદી સમક્ષ રજૂ કરવામાં આવી હોવાથી તે પવિત્ર બની છે. પાપને લીધે મોત વહોરી લેનારાઓની ધૂપદાનીઓમાંથી તારે ટીપીને પતરાં બનાવડાવાં અને વેદી ઢાંકવા માટે તેમનો ઉપયોગ કરવો. એ પતરાં ઇઝરાયલીઓને ચેતવણીના ચિહ્નરૂપ બની રહેશે.


માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.


મને ખાતરી છે કે તમે સર્વદા મારું સાંભળો છો. પરંતુ અહીં ઊભેલા લોકો માટે હું આ કહું છું. એ માટે કે તમે મને મોકલ્યો છે એમ તેઓ માને.”


તેણે કહ્યું, ‘કર્નેલ્યસ! ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે અને તારાં દાનધર્મનાં કાર્યો યાદ કર્યાં છે.


તમારા ઈશ્વર પ્રભુ તે દેશની કાળજી રાખે છે; અને આરંભથી અંત સુધી આખા વર્ષ પર્યંત તમારા ઈશ્વર તેની સતત દેખભાળ કરે છે.


ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.


તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે તે તમારા રહેઠાણથી ઘણે દૂર હોય તો મેં અગાઉ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારે તમારા રહેઠાણમાં પ્રભુએ તમને આપેલા ઢોરઢાંક તથા ઘેટાંબકરાંમાંથી કાપીને સંતુષ્ટ થતાં સુધી માંસ ખાવું.


પણ સર્વ કુળોને ફાળવેલ પ્રદેશમાંથી તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા માટે અને તેમના વસવાટ માટે જે એક સ્થળ તે પસંદ કરે ત્યાં જ તમારે ભક્તિ માટે એકત્ર થવું અને ત્યાં જ તમારે જવું.


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


તેમની સમક્ષ આપણને હિંમત છે. કારણ, તેમની ઇચ્છા પ્રમાણે આપણે જે કંઈ માગીએ તે તે આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan