Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શલોમોન રાજાએ પ્રભુનું મંદિર, તેનો રાજમહેલ અને તેને જે કંઈ બાંધવાની ઇચ્છા હતી તે બધાંનું બાંધકામ પૂરું કર્યું તે પછી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને સુલેમાન યહોવાના મંદિરનું તથા રાજાના મહેલનું બાંધકામ, અને જે જે કરવાની સુલેમાનની ઇચ્છા હતી, તે સર્વ કરી રહ્યો ત્યારે એમ થયું કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સુલેમાન જયારે ઈશ્વરનું ભક્તિસ્થાન અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની તેની ઇચ્છા હતી તે બધું પૂરું કરી રહ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સુલેમાંન જયારે યહોવાનું મંદિર અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની એમની ઉત્કંઠા હતી તે બધું પૂરું કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 9:1
18 Iomraidhean Croise  

ઇજિપ્તના રાજાની પુત્રી સાથે લગ્ન કરીને શલોમોને તેની સાથે સંબંધ બાંધ્યો. તે પોતાનો મહેલ, પ્રભુનું મંદિર અને યરુશાલેમની ચોતરફ કોટ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે તેને દાવિદનગરમાં લાવીને રાખી.


શલોમોનના અમલના ચોથા વર્ષે વર્ષના બીજા માસમાં એટલે ઝીવ માસમાં મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો.


શલોમોને પોતાને માટે એક મહેલ પણ બાંધ્યો, અને એ બાંધતાં તેને તેર વર્ષ લાગ્યાં.


તેમાં લબાનોનનો વનખંડ ચુમ્માલીસ મીટર લાંબો, બાવીસ મીટર પહોળો અને સાડાતેર મીટર ઊંચો હતો. પ્રત્યેક હારમાં પંદર થાંભલા હોય એવી ગંધતરુના થાંભલાની ચાર હારો હતી અને તેમના પર ગંધતરુનાં ભારટિયાં હતાં થાંભલા પર ગંધતરુના લાકડાની છત હતી અને એ છત ભંડારો સુધી પ્રસરેલી હતી.


શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ સમાપ્ત કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં ચાંદી, સોનું અને અન્ય ચીજવસ્તુઓ લાવીને મંદિરના ભંડારોમાં મૂકી.


આઠમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યાં. સૌએ તેની પ્રશંસા કરી અને પોતાના સેવક દાવિદને અને તેના ઇઝરાયલી લોકને પ્રભુએ આપેલા સઘળા આશીર્વાદોને લીધે તેઓ ખુશખુશાલ થઈને પોતપોતાને ઘેર ગયા.


પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધતાં શલોમોનને વીસ વર્ષ લાગ્યાં.


તૂરના રાજા હિરામે તેને ગંધતરું અને દેવદારનાં લાકડાં તેમ જ આ કાર્ય માટે જરૂરી સોનું પૂરાં પાડ્યાં હતાં. એ બધું બાંધકામ પૂરું થયા પછી શલોમોન રાજાએ હિરામને ગાલીલ પ્રદેશમાં વીસ નગરો આપ્યાં.


તેમ જ પોતાનાં સર્વ પૂરવઠા નગરો, ઘોડાઓ અને રથો રાખવાનાં નગરો, યરુશાલેમ, લબાનોન, તથા પોતાના રાજ્યમાં તેણે બાંધવા ધારેલાં બધાં બાંધકામ કરાવ્યાં.


શલોમોને તેની પ્રાર્થના પૂરી કે આકાશમાંથી અગ્નિએ પડીને દહનબલિ તથા બલિદાનો ભસ્મ કરી દીધાં અને પ્રભુના ગૌરવની હાજરીથી મંદિર ભરાઈ ગયું.


શલોમોને પ્રભુના મંદિર અને રાજમહેલનાં બાંધકામ પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે સફળતાપૂર્વક પૂરાં કર્યાં.


શલોમોનને પ્રભુનું મંદિર અને તેનો રાજમહેલ બાંધતાં વીસ વર્ષ લાગ્યાં.


વળી, તેણે બાલાથ નગર, તેનાં પૂરવઠા કેન્દ્રનાં સર્વ નગરો, અને તેના રથો અને ઘોડાઓ રાખવાનાં સર્વ નગરો પણ બાંધ્યાં. યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના તાબા હેઠળના સઘળા પ્રદેશમાં પોતાના મનની ઇચ્છા પ્રમાણે તેણે સઘળું બાંધકામ કર્યું.


મારી આંખોને જે કંઈ પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તે મેં પ્રાપ્ત કર્યું. કોઈપણ પ્રકારના આનંદપ્રમોદથી મેં મારી જાતને વંચિત રાખી નહિ. મારા પરિશ્રમનાં સર્વ કાર્યોનો એ મારો પુરસ્કાર હતો.


મેં મોટાં મોટાં કામો કર્યાં. મેં મારે માટે મહેલ બાંયા અને દ્રાક્ષવાડીઓ રોપાવી.


કશાની સદા ખેવના કર્યા કરવા કરતાં જે છે તેનાથી સંતુષ્ટ રહેવું તે સારું છે; એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.


Lean sinn:

Sanasan


Sanasan