Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:47 - પવિત્ર બાઇબલ C.L.

47 તો પણ તમે તમારા લોકની પ્રાર્થનાઓ સાંભળજો. એ દેશમાં તેઓ પોતે કેવા પાપી અને દુષ્ટ બન્યા એવી કબૂલાત કરતાં પસ્તાવો કરે અને તમને પ્રાર્થના કરે, તો હે પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 તોપણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે ને પોતાને બંદીવાન કરીને લઈ જનારના દેશમાં તેઓ તમારી આગળ યાચના કરીને કહે, ‘અમે પાપ કર્યું છે, અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ અને અમે ભૂંડું કર્યું છે;’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 પછી જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે અને પોતાને બંદીવાન કરીને લઈ જનારાં દેશમાં તેઓ તમારી આગળ વિનંતી કરીને કહે ‘અમે પાપ કર્યું છે અને અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કામ કર્યું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 જ્યારે તેઓ તે દેશમાં છે જ્યાં તેઓને બંદી તરીકે લઇ જવાયા હતા, જો તેઓ પોતાના દુષ્કૃત્યો અને પાપો વિષે જાણે અને તમાંરી તરફ પાછા વળે અને પ્રાર્થના કરે કે, ‘હે દેવ, અમે ખોટું કર્યુ છે! અમે પાપ કર્યુ છે.’

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:47
23 Iomraidhean Croise  

“તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલી લોક તેમના શત્રુઓ આગળ હારી જાય અને ત્યારે તમારા તરફ ફરીને તેઓ આ મંદિરમાં આવે અને તમારે નામે નમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરે


ત્યારે જ્યાં તેમને કેદ કરી લઈ જવામાં આવ્યા છે એ દેશમાં તેમને તેમની ગુલામીની દશામાં ભાન થાય કે તેઓ પોતે કેવા દુષ્ટ અને પાપી છે અને એવી કબૂલાત સાથે પાપથી પાછા ફરીને તમને એ દેશમાંથી પ્રાર્થના કરે,


સર્વ પરદેશીઓ સાથેના સંબંધથી હવે તેઓ અલગ થઈ ગયા હતા. તેઓ ઊભા થયા અને તેમનાં તથા તેમના પૂર્વજોનાં પાપની કબૂલાત કરવા લાગ્યા.


અમારા પૂર્વજોની જેમ અમે પણ પાપો કર્યાં છે, અમે દુરાચાર કર્યો છે અને દુષ્ટતા આચરી છે.


ત્યારે તને તારાં આચરણ યાદ આવશે અને જ્યારે તું તારી મોટી અને નાની બહેનને પાછી અપનાવીશ ત્યારે તું શરમાશે. તારી સાથે કરેલા કરારનો ભાગ ન હોવા છતાં હું તારી બહેનોને તારી પુત્રીઓના રૂપમાં તને પાછી મેળવી આપીશ.


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


પોતાના અપરાધોનું ભાન થતાં તે પાપ કરવાનું મૂકી દે તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ.


આવું કેમ થાય છે તેનો વિચાર કરો.


જો કે મેં તેમને પ્રજાઓ મધ્યે વિખેરી નાખ્યા છે, છતાં દૂર દૂર સ્થાનોમાંથી તેઓ મારું સ્મરણ કરશે. તેઓ અને તેમનાં સંતાન બચી જશે અને સાથે મળીને વતનમાં પાછા ફરશે.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


તેથી તેઓ સૌ મિસ્પામાં એકઠા થયા. તેમણે પાણી કાઢીને પ્રભુને અર્પણ તરીકે રેડયું અને આખો દિવસ ઉપવાસ કર્યો. તેમણે કહ્યું, “અમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલ મિસ્પામાં રહ્યો અને ઇઝરાયલી લોકો પર અમલ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan