Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:44 - પવિત્ર બાઇબલ C.L.

44 “તમે તમારા લોકને તેમના શત્રુઓ સામે યુદ્ધમાં જવાનો આદેશ આપો ત્યારે તેઓ જ્યાં હોય ત્યાંથી તમે પસંદ કરેલા આ નગર તરફ અને તમારે માટે મેં બાંધેલા આ મંદિર તરફ મુખ રાખી તમને પ્રાર્થના કરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 જે કોઈ રસ્તે તમે તમારા લોકને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના શત્રુની સામે યુદ્ધ કરવા જાય, ને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે મંદિર મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ [મુખ ફેરવીને] જો તેઓ યહોવાની પ્રાર્થના કરે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 જે રસ્તે તમે તમારા લોકોને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના દુશ્મનની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે ભક્તિસ્થાન મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને જો તેઓ ઈશ્વરની પ્રાર્થના કરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 “વળી તમે તમાંરા લોકોને તેઓના શત્રુઓની સામે યુદ્ધમાં મોકલો અને ત્યારે જો તેઓ તમાંરા પસંદ કરેલા નગર અને મંદિર જે મેં તમાંરે નામે બંધાવેલ છે તેની તરફ જોઇને યહોવાને પ્રાર્થના કરે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:44
26 Iomraidhean Croise  

દાવિદે પ્રભુને પૂછયું, “પલિસ્તીઓ પર હુમલો કરું? શું તમે મને તેમના પર વિજય અપાવશો?” પ્રભુએ જવાબ આપ્યો, “હા. હુમલો કર. હું તને જરૂર વિજય અપાવીશ.”


ફરીવાર દાવિદે પ્રભુને પૂછી જોયું અને તેમણે જવાબ આપ્યો, “અહીંથી તેમના પર હુમલો કરીશ નહિ. પણ વળીને શેતૂરવૃક્ષની સામેથી તેમના પર હુમલો કરવાને તૈયાર રહે.


‘મારા લોક ઇઝરાયલને હું ઇજિપ્તમાંથી લઈ આવ્યો તે સમયથી માંડીને મારે નામે મારી ભક્તિ માટે મંદિર બાંધવા માટે સમગ્ર ઇઝરાયલ દેશમાંથી મેં કોઈ શહેર પસંદ કર્યું નથી. પણ હે દાવિદ, મેં તને મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”


તો હે પ્રભુ, તેમની પ્રાર્થના સાંભળજો. આકાશમાંથી તેમનું સાંભળીને તેમને વિજય અપાવજો.


તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેમને લાગ્યું કે ઇઝરાયલનો રાજા છે અને તેથી તેના પર ત્રાટકવા વળ્યા. પણ યહોશાફાટે પોકાર કર્યો એટલે પ્રભુ પરમેશ્વરે તેને બચાવ્યો અને તેમણે તેના પરથી હુમલો બીજે વાળી દીધો.


તેઓ તેમ જ યરુશાલેમના નગરજનો પ્રભુના મંદિરના નવા ચોકમાં એકઠા થયા. યહોશાફાટ રાજાએ ત્યાં લોકોની સભામાં ઊભા થઈને ઊંચે અવાજે પ્રાર્થના કરી.


પછી હિઝકિયા રાજા અને આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ આકાશવાસી ઈશ્વરને પ્રાર્થના કરી અને સહાયને માટે તેમને પોકાર કર્યો.


“તમે તમારા લોકને તેમના શત્રુઓ સામે જ્યાં જ્યાં લડવા જવાની આજ્ઞા કરો, અને તેઓ જ્યાં હોય ત્યાંથી આ નગર કે જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર કે જેને મેં તમારા નામના સન્માન માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે,


ફરમાન પર રાજાની સહી થઈ ગઈ છે એની જાણ થતાં દાનિયેલ ઘેર ગયો. તેના ઘરના ઉપલા માળે ઓરડાની બારીઓ યરુશાલેમ તરફ ખુલતી હતી. તે પહેલાં નિયમિત રીતે કરતો હતો તેમ ખુલ્લી બારીઓ આગળ ધૂંટણિયે પડીને તેણે ત્રણવાર ઈશ્વરને પ્રાર્થના કરી.


એક દિવસે તેણે નાફતાલીના કુળપ્રદેશમાં આવેલા કેદેશ નગરમાંથી અબિનોઆમના પુત્ર બારાકને બોલાવડાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ તને આવી આજ્ઞા ફરમાવી છે: “નાફતાલી અને ઝબુલૂનનાં કુળોમાંથી દસ હજાર માણસોને તારી સાથે લઈને તાબોર પર્વત જા.


ત્યારે પ્રભુએ તેને આદેશ આપ્યો, “તારા પૂરા બળમાં જા, અને મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલીઓને છોડાવી લે. હું પોતે તને મોકલું છું.”


તેમણે તને એ દુષ્ટ અમાલેકીઓનો નાશ કરવા માટે મોકલ્યો. તેમનો બધાનો નાશ થાય ત્યાં સુધી લડવાને તેમણે તને કહ્યું હતું.


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


દાવિદે પ્રભુને પૂછયું, “શું હું એ હુમલાખોરોનો પીછો કરું? શું હું તેમને પકડી પાડી શકીશ?” પ્રભુએ જવાબ આપ્યો, “તેમનો પીછો કર, તું તેમને પકડી પાડી શકીશ અને બધા કેદીઓને છોડાવી શકીશ.”


Lean sinn:

Sanasan


Sanasan