Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:41 - પવિત્ર બાઇબલ C.L.

41-42 “દૂર દેશમાં વસતો કોઈ વિદેશી તમારી કીર્તિ અને તમારા લોક માટેનાં તમારાં મહાન કાર્યો વિષે સાંભળીને તમારે નામે તમારું ભજન કરવા અને આ મંદિરમાં પ્રાર્થના કરવા આવે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 વળી પરદેશીઓ કે જે તમારા ઇઝરાયલ લોકમાંના નથી તે જ્યારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 વળી વિદેશીઓ જે તમારા ઇઝરાયલ લોકોમાંના નથી: તે જયારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 “બિનઇસ્રાએલી લોકો તમાંરા નામના ગૌરવને માંટે દૂર દેશથી આ મંદિરમાં આવે,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:41
23 Iomraidhean Croise  

જેથી તમારા લોક તમે તેમના પૂર્વજોને આપેલા દેશમાં રહે તે બધો સમય તમને આધીન રહે.


“દૂર દેશમાં રહેતા કોઈ પરદેશીને ખબર પડે કે તમે કેવા મહાન અને શક્તિશાળી છો અને સહાય કરવા તત્પર છો, અને તે આ મંદિરમાં આવીને તમને પ્રાર્થના કરે તો તમે તેની પ્રાર્થના સાંભળજો.


એ સમયે યરુશાલેમ ‘પ્રભુ યાહવેનું રાજ્યાસન’ કહેવાશે અને સર્વ દેશના લોકો મારે નામે ભક્તિ કરવા યરુશાલેમમાં એકત્ર થશે, ત્યારે તેઓ તેમનાં હઠીલાં અને ભ્રષ્ટ અંત:કરણો પ્રમાણે વર્તશે નહિ.


તમને અને તમારી મધ્યે વસતા પરદેશીને એક જ સરખા નિયમો અને વિધિઓ લાગુ પડે છે.”


જો કોઈ અજાણતાં ભૂલ કરે, પછી તે દેશમાં વસતો ઇઝરાયલી હોય કે તેમની મધ્યે રહેતો પરદેશી હોય, તો બંનેને આ નિયમ એક્સરખી રીતે લાગુ પડે છે.


ન્યાયને દિવસે દક્ષિણની રાણી તમને દોષિત ઠરાવશે. કારણ, શલોમોનની જ્ઞાનવાણી સાંભળવા તે ઘણે દૂરથી આવી હતી. પણ હું તમને કહું છું કે અહીં શલોમોન કરતાં પણ મહાન એવો એક છે.


હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા.


ઈસુએ કાપરનાહુમમાં પ્રવેશ કર્યો અને એક રોમન સૂબેદારે તેમની પાસે આવીને મદદ માગી.


પાછા આવીને ઈશ્વરનો આભાર માનનાર આ એક પરદેશી જ નીકળ્યો!”


પર્વ સમયે યરુશાલેમમાં ભજન કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો પણ હતા.


પરંતુ રૂથે કહ્યું, “તમને છોડીને મને પાછી જવાનું ન કહેશો. તમારી સાથે આવતાં મને ન રોકશો. કારણ, જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ, અને જ્યાં તમે વસશો ત્યાં જ હું વસીશ. તમારાં સ્વજનો તે મારાં સ્વજનો, અને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે.


બોઆઝે જવાબ આપ્યો, “તારા પતિના મરણ પછી તું તારી સાસુ સાથે કેવી સારી રીતે વર્તી છે તે મેં સાંભળ્યું છે. તું તારાં માબાપ તથા તારી જન્મભૂમિ છોડીને અજાણ્યા લોકોમાં વસવા આવી છે તે બધું હું બરાબર જાણું છું.


Lean sinn:

Sanasan


Sanasan