Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:40 - પવિત્ર બાઇબલ C.L.

40 જેથી તમારા લોક તમે તેમના પૂર્વજોને આપેલા દેશમાં રહે તે બધો સમય તમને આધીન રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 કે જે દેશ તમે અમારા પિતૃઓને આપ્યો‌ છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 તમે અમાંરા પિતૃઓને આ જમીન આપી હતી જેથી તેઓ હંમેશા તમાંરો આદર કરે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:40
18 Iomraidhean Croise  

તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.”


ત્યારે તમે તેમની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તમે તેમનું સાંભળજો, તેમને ક્ષમા કરજો અને સહાય કરજો. છેવટે માનવના મનનું દુ:ખ તો માત્ર તમે જ જાણો છો. દરેક વ્યક્તિ પ્રત્યે તેની યોગ્યતા પ્રમાણે તમે વર્તજો;


“દૂર દેશમાં વસતો કોઈ વિદેશી તમારી કીર્તિ અને તમારા લોક માટેનાં તમારાં મહાન કાર્યો વિષે સાંભળીને તમારે નામે તમારું ભજન કરવા અને આ મંદિરમાં પ્રાર્થના કરવા આવે,


પ્રભુ તેમના ભક્તોને, નાનામોટા સર્વને આશિષ આપશે.


પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે.


મોશેએ કહ્યું, “ગભરાશો નહિ; કારણ, ઈશ્વર માત્ર તમારી ક્સોટી કરવા જ આવ્યા છે; જેથી તમે તેમનો ડર રાખો અને પાપ ન કરો.”


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


તે ધાર્મિક માણસ હતો. તે અને તેનું આખું કુટુંબ ઈશ્વરની ભક્તિ કરતાં હતાં. તે ગરીબ યહૂદી લોકોને ઘણી મદદ કરતો, અને હમેશાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


“તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તેમાં તમે આ પૃથ્વી પર જીવો ત્યાં સુધી તમારે આ નિયમો અને આદેશો ખંતથી પાળવા.


તમારા ઈશ્વર યાહવે પ્રત્યે ભક્તિભાવ દર્શાવો, માત્ર તેમની જ ભક્તિ કરો અને માત્ર તેમને નામે જ શપથ લો.


તમે, તમારાં સંતાનો અને તમારાં વંશવારસો સમગ્ર જીવનપર્યંત તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ દાખવો અને તેમની જે સર્વ આજ્ઞાઓ અને નિયમો હું તમને આપું છું તેમનું પાલન કરો; જેથી તમે દીર્ઘાયુ થાઓ.


તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.


આને લીધે પૃથ્વીના સર્વ લોકો જાણશે કે પ્રભુના હાથનું સામર્થ્ય કેવું મહાન છે, અને તમે પણ તમારા ઈશ્વર પ્રભુનું આદરમાન કરો.”


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


પછી રાજ્યાસન પરથી એક વાણી સંભળાઈ, “ઈશ્વરના બધા સેવકો, અને તેમની બીક રાખનાર નાનાંમોટાં સૌ ઈશ્વરની પ્રશંસા કરો.”


પ્રભુનો ભય રાખો અને તમારા પૂરા દયથી તેમની વિશ્વાસુપણે સેવા કરો.


Lean sinn:

Sanasan


Sanasan