Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:34 - પવિત્ર બાઇબલ C.L.

34 તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. તમારા લોકનાં પાપ ક્ષમા કરજો અને તમે તેમના પૂર્વજોને આપેલા આ દેશમાં તેમને પાછા લાવજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 તો તે તમે આકાશમાં સાંભળીને તમારા લોક ઇઝરાયલના પાપની ક્ષમા કરજો, ને જે દેશ તમે તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તો તમે આકાશમાંથી સાંભળીને તમારા લોકો ઇઝરાયલનાં પાપોની ક્ષમા કરજો; જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તો તમે આકાશ-માંથી સાંભળજો અને તમાંરા લોકો ઇસ્રાએલીઓને તેમના પાપો માંટે માંફી આપજો, અને તેમના પિતૃઓને તમે જે જમીન આપી ત્યાં તેમને પાછા લાવજો,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:34
20 Iomraidhean Croise  

તું જુએ છે તે આખો પ્રદેશ હું તને તથા તારા વંશજોને કાયમને માટે આપીશ.


મારી પ્રાર્થનાઓ અને તમારા લોક આ સ્થળ તરફ મુખ રાખી પ્રાર્થના કરે ત્યારે તેમની પ્રાર્થનાઓ સાંભળો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી અમારું સાંભળો અને અમને ક્ષમા કરો.


“તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલી લોક તેમના શત્રુઓ આગળ હારી જાય અને ત્યારે તમારા તરફ ફરીને તેઓ આ મંદિરમાં આવે અને તમારે નામે નમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરે


“તમારા લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તમે આકાશમાંથી વરસાદ વરસવા ન દો અને ત્યારે જો તેઓ પસ્તાવો કરીને તમારે નામે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતાં આ મંદિર તરફ ફરે,


ઈશ્વરના લોકને બંદિવાન બનાવનારાનાં હૃદયોમાં તેમને માટે દયા પ્રગટાવી.


હે યાહવે, અમારા ઈશ્વર, અમને ઉગારો. તમારા પવિત્ર નામનો આભાર માનવાને, તમારી સ્તુતિમાં જયજયકાર કરવાને અમને વિવિધ દેશોમાંથી પાછા એકત્ર કરો.


તમે તમારા લોકોના અન્યાય માફ કર્યા હતા, તેમનાં પાપ તમે ક્ષમા કર્યાં હતાં.(સેલાહ)


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે ઇઝરાયલ અને યહૂદિયાના પ્રદેશોને હું જનજનાવરથી ભરચક કરી દઈશ.


મારા ક્રોધમાં અને મહાકોપમાં મેં તમને અન્ય દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હતા; પણ હવે હું તેમને ત્યાંથી એકત્ર કરીને આ સ્થળે પાછા લાવીશ અને તેમને સલામતીમાં વસાવીશ.


અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.


હે પ્રભુ, અમારું સાંભળો, હે પ્રભુ, અમને ક્ષમા કરો. હે પ્રભુ, અમારી વિનંતી પર લક્ષ આપો અને તેને માન્ય કરો, વિલંબ કરશો નહિ, એટલા માટે કે સૌ કોઈ જાણે કે તમે ઈશ્વર છો અને આ શહેર તથા આ લોક તમારાં છે.”


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


દર્શનમાં મેં જોયું તો તીડો ધરતી પરનું બધું ઘાસ ખાઈ ગયાં. ત્યારે મેં પ્રભુને વિનવણી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા લોકોને ક્ષમા કરો. તેઓ તો જૂજ અને નબળા છે; તેઓ કેવી રીતે નભી શકશે?”


“હવે તમારી પસંદગીને માટે મેં તમારી આગળ આશીર્વાદ અને શાપ રજૂ કર્યા છે. જ્યારે આ સર્વ બાબતો તમારા પર આવી પડે અને પ્રભુએ તમને વેરવિખેર કરી નાખ્યા હોય તે દેશોમાં તમે વસતા હો ત્યારે જે પસંદગી મેં તમારી સમક્ષ મૂકી હતી તે તમને યાદ આવશે.


અરે, જો તમારામાંના કેટલાક પૃથ્વીના છેડા સુધી દેશનિકાલ કરાયા હશે, તો ત્યાંથી પણ તમારા ઈશ્વર પ્રભુ તમને પાછા લાવીને એકત્ર કરશે.


આમ, ઇઝરાયલીઓના પૂર્વજોને પ્રભુએ આપેલા શપથપૂર્વકના વચન પ્રમાણે તેમણે તેમને આખો દેશ આપ્યો. તેમણે તેનો કબજો મેળવ્યો એટલે તેમાં વસવાટ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan