Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:32 - પવિત્ર બાઇબલ C.L.

32 ત્યારે, ઓ પ્રભુ, આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો; દોષિતને ઘટિત શિક્ષા કરજો અને નિરપરાધીને નિર્દોષ જાહેર કરજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 તો તમે આકાશમાં સાંભળજો, ને [તે પ્રમાણે] કરજો, ને તમારા સેવકોનો ન્યાય કરીને દુષ્ટને દોષિત ઠરાવી તેનો માર્ગ તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયપ્રમાણે તેને આપજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તો તમે આકાશમાં સાંભળજો અને તે પ્રમાણે કરજો. તમારા સેવકનો ન્યાય કરીને અપરાધીને દોષિત ઠરાવી તેની વર્તણૂક તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયીપણા પ્રમાણે તેને આપજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તો તમે આકાશમાંથી સાંભળજો, અને જેમ કરવું જોઇએ તે મુજબ કરજો અને તમાંરા એ સેવકને ન્યાય આપજો. જેનો વાંક હોય તેને તમે તે પ્રમાંણે સજા કરજો, અને જે નિર્દોષ હોય તેઓને તેઓની નિર્દોષતા માંટે તમે જરૂર બદલો આપજો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:32
22 Iomraidhean Croise  

પ્રભુ મને મારા સદાચરણનું પ્રતિફળ આપે છે, અને તે મને મારી નિર્દોષ વર્તણૂકનો બદલો આપે છે. હું નિર્દોષ હોવાથી તે મને આશિષ આપે છે.


મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા.


એમના ખૂનની શિક્ષા યોઆબ અને તેના વંશજો પર સદા રહેશે; પણ દાવિદના રાજ્યાસન પર બિરાજમાન તેના સર્વ વંશજોને પ્રભુ આબાદી બક્ષશે.”


પણ એસ્તેર રાજા પાસે ગઈ અને રાજાએ લેખિત હુકમ બહાર પાડયો. જેને પરિણામે હામાને યહૂદીઓના જેવા હાલહવાલ કરવા યોજના ઘડી હતી તેવા તેના પોતાના થયા. તેને અને તેના પુત્રોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.


પ્રભુ તમે તો વફાદારોની સાથે વફાદાર, નિર્દોષોની સાથે નિર્દોષ,


તમે તો ન્યાયી ઈશ્વર છો, તમે માનવી મન અને દયને પરખો છો; તમે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવો, અને નેકજનોને આબાદ કરો.


તમે જૂઠાં તહોમત મૂકીને નિર્દોષ વ્યક્તિને મારી નંખાવશો નહિ. કારણ, એવું દુષ્ટ કાર્ય કરનારને હું સજા કરીશ.


હું હજારો પેઢીઓ સુધી મારું વચન પાળનાર અને દુષ્ટતા તથા પાપની માફી આપનાર છું. છતાં માતપિતાનાં પાપોને લીધે ત્રીજીચોથી પેઢી સુધી સંતાનોનાં સંતાનોને શિક્ષા કરું છું.”


તેથી તમારા આચરણનું પૂરું ફળ તમને મળશે. અને તમારે જ તમારાં અપકૃત્યોના ભોગ બનવું પડશે.


દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્‍ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે.


પણ ઇઝરાયલનાં સર્વ સંતાનો તો પ્રભુમાં વિજયી બનશે અને તેઓ સૌ તેમનો જયજયકાર કરશે.”


વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે.


જે માણસ પાપ કરે તે જ માર્યો જશે. પિતાના પાપનું ફળ પુત્રે ભોગવવું પડશે નહિ અને પુત્રના પાપનું ફળ પિતાએ ભોગવવું પડશે નહિ. સદાચારીનો સદાચાર તેના લાભમાં લેખાશે અને દુષ્ટ તેની દુષ્ટતા માટે જવાબદાર ઠરશે.


એ માટે હે ઇઝરાયલીઓ, હું પ્રભુ પરમેશ્વર તમને કહું છું કે હું તમારા પ્રત્યેકનો તેનાં આચરણ અનુસાર ન્યાય કરીશ. તમે દુષ્ટતા આચરો છો તેનાથી પાછા ફરો, નહિ તો તમારાં પાપ તમારા વિનાશનું કારણ થઇ પડશે.


પણ હું તેમને જીવતા જવા દઇશ નહિ કે તેમની દયા ખાઇશ નહિ કે તેમને બચાવીશ નહિ, પણ હું તેમનાં કામોનો બદલો આપીશ.”


અને પાણી પીવડાવ્યા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ પતિને બેવફા થઈને પોતાની જાતને ભ્રષ્ટ કરી હશે તો શાપકારક પાણી પેટમાં ઊતરતાં જ ક્સોટી કરશે અને પેટને સુજાવી દેશે અને ગર્ભાશય સડી જશે અને તે સ્ત્રી પોતાના લોકોમાં શાપરૂપ બની જશે.


કારણ, નિયમશાસ્ત્ર સાંભળનારા નહિ, પણ તેને આધીન થનારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવે છે.


એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું,


“જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી.


કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેને માટે હિમાયત કરી શકે, પણ કોઈ માણસ પ્રભુની વિરુદ્ધ પાપ કરે તો તેની હિમાયત કોણ કરશે?” પણ તેમણે તેમના પિતાનું સાંભળ્યું નહિ. કારણ, પ્રભુએ તેમને મારી નાખવાનો નિર્ધાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan