Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી શલોમોન રાજાએ દાવિદના નગર સિયોનમાંથી પ્રભુની કરારપેટી મંદિરમાં લાવવા માટે ઇઝરાયલનાં બધાં કુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં બોલાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી સુલેમાને ઇઝરાયલના વડીલોને તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલી લોકોના પિતૃઓનાં [કુટુંબો] ના આગેવાનોને, યરુશાલેમમાં સુલેમાન રાજા પાસે એકત્ર કર્યાં કે, તેઓ દાઉદના સિયોન નગરમાંથી યહોવાનો કરારકોશ લઈ આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી સુલેમાને ઇઝરાયલના સર્વ વડીલો તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલના લોકોના કુટુંબોના સર્વ આગેવાનોને યરુશાલેમમાં તેની સમક્ષ એકત્ર કર્યા. જેથી તેઓ દાઉદના સિયોન નગરમાંથી ઈશ્વરનો કરારકોશ લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સુલેમાંને ઇસ્રાએલના બધાજ વડીલો અને ઇસ્રાએલના દરેક કુળમાંથી બધાજ અગ્રણીઓને યરૂશાલેમ બોલાવ્યા. જેથી તેઓ યહોવાનું ઇસ્રાએલ સાથેનું વિશેષ કરારનામું દર્શાવતો પવિત્રકોશ દાઉદના નગરમાંથી જે સિયોન પણ કહેવાય છે ત્યાંથી લાવી શકે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:1
25 Iomraidhean Croise  

તેઓ નાખોનના અનાજના ખળા પાસે આવ્યા ત્યારે બળદોએ ઠોકર ખાધી એટલે ઉઝઝાએ આગળ વધીને કરારપેટી પકડી લીધી.


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


શલોમોન જાગી ઊઠયો, અને તેને ખબર પડી કે સ્વપ્નમાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી. પછી તે યરુશાલેમ ગયો અને પ્રભુની કરારપેટી સમક્ષ ઊભા રહીને પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. પછી તેણે પોતાના સર્વ અધિકારીઓને મિજબાની આપી.


દાવિદ એ કિલ્લામાં રહેવા ગયો તેથી તે ‘દાવિદનગર’ તરીકે ઓળખાયો.


આમ, દાવિદ રાજા, ઇઝરાયલના આગેવાનો અને સહાધિપતિઓ આનંદપૂર્વક ઓબેદ-અદોમના ઘરમાંથી કરારપેટી લાવવા ગયા.


કરારપેટી શહેરમાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી દાવિદને આનંદથી નાચતોકૂદતો જોયો, અને તેને તેના પર નફરત આવી.


તેથી દાવિદે તૈયાર કરેલા સ્થાનમાં કરારપેટી લઈ આવવા માટે તેણે ઇઝરાયલના બધા લોકોને યરુશાલેમમાં એકઠા કર્યા.


દાવિદ રાજાએ ઇઝરાયલના સર્વ આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. એમાં કુળોના આગેવાનો, રાજવહીવટ સંભાળનાર ટુકડીઓના અધિકારીઓ, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ, રાજા અને તેના પુત્રોની માલમિલક્ત અને પશુધન પર દેખરેખ રાખનાર, રાજમહેલના સર્વ અધિકારીઓ, શૂરવીર સૈનિકો અને અગ્રગણ્ય પુરુષો હતા.


હિઝકિયા રાજાએ ઇઝરાયલ અને યહૂદિયાના લોકોને સંદેશો પાઠવીને તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શાનાં કુળોને પત્રો પાઠવીને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના સન્માન અર્થે પાસ્ખાપર્વ ઉજવવા યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવવા આમંત્રણ મોકલ્યું.


સાતમો માસ આવતા સુધીમાં તો બધા ઈઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. તે પછી તેઓ સૌ યરુશાલેમમાં એકદિલે એકઠા થયા,


સિયોનમાં યાહવેના નામની ઘોષણા થશે અને યરુશાલેમમાં તેમની સ્તુતિ થશે.


સિયોનમાં બિરાજનાર પ્રભુનાં ગુણગાન ગાઓ; પ્રત્યેક દેશના લોકોને તેમનાં અદ્‍ભુત કાર્યો જાહેર કરો.


તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.


હું વિજયનો દિવસ પાસે લાવું છું; તે હવે બહુ દૂર નથી. મારા ઉદ્ધારદાયક વિજયને હવે વાર લાગવાની નથી. હું સિયોનને વિજય પમાડીશ અને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


તે માટે દરેક ગોત્રમાંથી કુટુંબના એક આગેવાનની મદદ લો.”


તેથી તેણે સર્વ ઇઝરાયલને તથા તેમના વડીલો, આગેવાનો, ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવીને તેમને કહ્યું, “હું હવે ઘણો વયોવૃદ્ધ થયો છું.


યહોશુઆએ ઇઝરાયલનાં બધાં કુળોને શખેમમાં એકત્ર કર્યાં. તેણે તેમના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓ સૌ ઈશ્વરની સમક્ષ હાજર થયા.


“મેં મૂલ્યવાન પથ્થરને પસંદ કર્યો હતો અને હવે હું તેને આધારશિલા તરીકે સિયોનમાં મૂકું છું; જે કોઈ તેનામાં વિશ્વાસ મૂકશે તે કદી નિરાશ થશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan