Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:29 - પવિત્ર બાઇબલ C.L.

29 તક્તીઓ પર સિંહ, આખલા અને કરુબોની આકૃતિઓ હતી. વળી, સિંહો અને આખલા ઉપર તથા નીચે ચોકઠા પર તોરણની ભાત કોતરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને ચોકઠાંની વચ્ચેની તખતીઓ પર સિંહો, ગોધા તથા કરુબો [પાડેલા] હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા ગોધાઓની નીચે લટકતા કામની ઝાલરો હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 ચોકઠાંની વચ્ચેની તકતીઓ પર, સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અને એ તખતીઓ પર, સિંહો, બળદો અને કરૂબો ચીતરેલા હતા. એ સિંહો, બળદો અને કરૂબોની પર અને નીચે વેલ અને ફુલની કોતરણીવાળી ઝાલરો હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:29
15 Iomraidhean Croise  

ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”


આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:


આ પેટીના ઢાંકણ પર કરૂબ દૂતો હતા. જ્યાં પાપોની ક્ષમા મળતી હતી તે જગ્યા પર તેમની પાંખો પ્રસરેલી હતી. પરંતુ આ સર્વ બાબતો વિગતવાર રીતે સમજાવવાનો અત્યારે સમય નથી.


તેથી હું એફાઈમ અને યહૂદિયાના લોકો પર સિંહની જેમ ત્રાટકીશ. હું તેમને ફાડી નાખીને જતો રહીશ. જ્યારે હું તેમને ઘસડીને લઈ જઈશ ત્યારે તેમને કોઈ છોડાવી શકશે નહિ.


પ્રત્યેક કરુબને ચાર મુખ હતાં. પહેલું મુખ કરુબનું, બીજું માણસનું, ત્રીજું સિંહનું, ને ચોથું ગરુડનું હતું.


પ્રત્યેક પ્રાણીને ચાર જુદાં જુદાં મુખ હતાં. ચારેયને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુએ સિંહનું મુખ, ડાબી બાજુએ આખલાનું મુખ અને પાછળની બાજુએ ગરુડનું મુખ હતું.


બહિર્મુખી એવા બાર તાંબાના બળદોની પીઠ પર જળકુંડ રાખેલો હતો; પ્રત્યેક દિશામાં ત્રણ ત્રણ બળદના મુખ હતાં.


તેમને પરમ-પવિત્રસ્થાનમાં પાસપાસે એ રીતે મૂક્યાં હતા કે જેથી તેમની પ્રસરેલી પાંખો ખંડની મધ્યમાં એકબીજીને સ્પર્શે અને બીજી બે પાંખો બન્‍ને તરફ દીવાલોને સ્પર્શે.


દયાસનના દરેક છેડા પર એક કરુબ રહે એ રીતે તેણે સોનાના બે નક્કર કરુબો બનાવ્યા. તેણે આખી રચના એવી રીતે બનાવી કે કરુબો અને ઢાંકણ એક સળંગ વસ્તુ બની રહી.


વળી, નક્કર સોનાના બે કરુબો બનાવવા.


પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.


તે ચોકઠાંમાં ચોરસ તક્તીઓ જડીને બનાવી હતી.


દરેક જળગાડીને તાંબાની ધરીઓ પર તાંબાનાં ચાર ચાર પૈડાં હતાં. જળકુંડી માટે ચાર ખૂણે ટેકા ગોઠવ્યા હતા. એ ટેકા પર તોરણની ભાત કોતરેલી હતી.


Lean sinn:

Sanasan


Sanasan