Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:26 - પવિત્ર બાઇબલ C.L.

26 જળકુંડની બાજુઓ 75 મીલિમીટર જાડી હતી. પોયણાંની પાંખડી જેમ બહારની તરફ વળેલી પ્યાલાની ધાર જેવી જળકુંડ ધાર હતી. જળકુંડમાં લગભગ ચાલીસ હજાર લીટર પાણી સમાતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેની જાડાઈ ચાર આંગળ જેટલી હતી. અને તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. તેમાં બે હજાર બાથ પાણી માતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હોજની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ બે હજાર બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 હોજની દીવાલની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની કોરનો આકાર વાટકાની કોર જેવો અને કમળના ફૂલ સમાંન હતો, તેમાં 2,000 બાથ પાણી સમાંઈ શકે તેમ હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:26
12 Iomraidhean Croise  

ગંધતરુનાં પાટિયાં વેલ અને ફૂલોની કોતરણીથી શણગારેલાં હતાં. દીવાલના પથ્થરો દેખાય નહિ તે માટે અંદરનો આખોય ભાગ ગંધતરુનાં પાટિયાંથી મઢેલો હતો.


કમાડો, પાંખોવાળા પ્રાણી, કરુબો, ખજૂરીઓ અને ફૂલો સોને મઢયાં હતાં.


એના પર પાંખોવાળાં પ્રાણી કરુબો, ખજૂરીઓ અને ફૂલો કોતરેલા હતાં અને એ નકશીકામ સોનાથી બંધબેસતું મઢેલું હતું.


કળશનો આકાર પોયણા જેવો હતો અને તેમની ઊંચાઈ 1.8 મીટર હતી.


બહિર્મુખી એવા બાર તાંબાના બળદોની પીઠ પર જળકુંડ રાખેલો હતો; પ્રત્યેક દિશામાં ત્રણ ત્રણ બળદના મુખ હતાં.


હુરામે તાંબાની દસ જળગાડીઓ બનાવી. દરેક જળગાડી 1.8 મીટર લાંબી, 1.8 મીટર પહોળી અને 1.3 મીટર ઊંચી હતી.


હુરામે દરેક જળગાડી માટે એક એમ તાંબાની દસ જળકુંડીઓ પણ બનાવી. પ્રત્યેક જળકુંડી 1.8 મીટર વ્યાસની હતી અને આઠસો લિટરની ક્ષમતા ધરાવતી હતી.


જળકુંડની બાજુની જાડાઈ 75 મીલિમીટર હતી. તેની કિનાર પ્યાલાની કિનાર જેવી ફૂલની પાંખડીઓની જેમ બહારની તરફ વળેલી હતી. જળકુંડમાં લગભગ સાઠ હજાર લિટર પાણી સમાતું હતું.


તેની આસપાસ 75 મિલિમીટર પહોળી ધાર બનાવીને તેની ફરતે સોનાની કિનાર મૂકવી.


બન્‍ને સ્તંભ એક્સરખા હતા; દરેક સ્તંભ આશરે 8 મીટર ઊંચો હતો; અને તેનો પરિઘ 5.4 મીટર હતો. સ્તંભ અંદરથી પોલો હતો અને તેની દીવાલની જાડાઈ આશરે 10 સેન્ટીમીટર હતી.


ઘનમાપ એફાહ તથા પ્રવાહી- માપ બાથ પ્રમાણિત માપનાં હોવા જોઈએ; એટલે કે બાથમાં હોમેરનો દસમો ભાગ સમાતો હોવો જોઈએ, અને એફાહમાં પણ હોમેરનો દસમો ભાગ સમાવો જોઈએ. તમારાં માપ હોમેરને ધોરણે હોય. (હોમેરનું જ માપ પ્રમાણિત ગણાય)


ઓલિવનું તેલ: તમારાં વૃક્ષોની ફસલનો સોમો ભાગ. કારણ, પ્રવાહી માપ પ્રમાણે તમારે એક દશાંશ બાથ અર્પણ લાવવાનું છે. 1 કોર બરાબર 10 બાથ અને 10 બાથ બરાબર 1 હોમેર થતા હોવાથી દર હોમેરે સોમો ભાગ અર્પણમાં લાવવાનો રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan