Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:23 - પવિત્ર બાઇબલ C.L.

23 હુરામે 2.2 મીટર ઊંડો, 4.4 મીટરના વ્યાસવાળો અને 13.2 મીટર પરિધનો તાંબાનો ગોળ જળકુંડ બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુથી દશ હાથ હતો. તે ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પછી તેણે ગાળેલા કાંસામાંથી “સમુદ્ર” નામનો હોજ બનાવ્યો, એનો આકાર ગોળાકાર હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઇ 5 હાથ; તેનો પરિઘ 30 હાથનો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:23
13 Iomraidhean Croise  

પોયણા આકારના તાંબાના બે કળશો સ્તંભની ટોચ પર હતા. એમ સ્તંભોનું કામ પૂરું થયું.


પછી તેણે ઉરિયાને આજ્ઞા આપી: “સવારનાં દહનબલિ અને સાંજનાં ધાન્યાર્પણ માટે, રાજા અને લોકોનાં દહનબલિ અને ધાન્યાર્પણ માટે અને લોકોના દ્રાક્ષાસવનાં પેયાર્પણ માટે મારી આ નવી વેદી વાપરો.” બલિદાન કરવામાં આવતાં બધાં પ્રાણીઓનું રક્ત તેના પર રેડો. પણ તામ્રવેદી મારે માટે રાખ; તેનો ઉપયોગ હું ભવિષ્ય જાણવા કરીશ.


આહાઝ રાજાએ પ્રભુના મંદિરમાં વપરાતી તાંબાની જળગાડીઓ એકબાજુ હટાવી દીધી અને તેમના પરથી જળકુંડીઓ ઉઠાવી લીધી. તાંબાના બાર બળદોની પીઠ પરથી તાંબાનો જળકુંડ પણ લઈ લીધો, અને તેને પથ્થરના ઓટલા પર મૂક્યો.


ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાના સ્તંભો, જળગાડીઓ અને જળકુંડ ભાંગી નાખ્યાં અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા.


તે હદાદેઝેર હસ્તકનાં ટિબહાથ અને કૂન નગરોમાંથી તાંબાનો મોટો જથ્થો પણ લાવ્યો. (શલોમોને પાછળથી એ તાંબાનો ઉપયોગ જળકુંડ, સ્તંભો તેમ જ મંદિરનાં વાસણો બનાવવા કર્યો.)


તેણે તાંબાનો જળકુંડ બનાવ્યો; તે 2.2 મીટર ઊંડો હતો; તેનો વ્યાસ 4.4. મીટર અને પરિઘ 13.2 મીટર હતો.


પ્રભુએ મોશેને કહ્યું,


મુલાકાતમંડપના દ્વાર પાસે સેવા કરનાર સ્ત્રીઓના અરીસામાંથી તેણે તાંબાનો જળકુંડ અને તેની તાંબાની બેઠક બનાવ્યાં.


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા અને યરુશાલેમના બધા અગ્રગણ્ય નાગરિકોને યરુશાલેમમાંથી બેબિલોન દેશનિકાલ કર્યો ત્યારે તેણે મંદિરના સ્તંભો, તાંબાના જલકુંડ, બેઠકો તથા મંદિરના અમુક પાત્રો નગરમાં રહેવા દીધાં છે.


ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાનાં સ્તંભો, જળગાડીઓ અને જળકૂંડ ભાંગી નાખ્યા અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા.


શલોમોન રાજાએ પ્રભુના મંદિર માટે બનાવેલા બે સ્તંભો, એક જળકૂંડ અને તેને ટેકો આપતા તેની નીચેના બાર તાંબાના બાર આખલામાં એટલું બધું તાંબુ વપરાયેલું હતું કે તેનું વજન અણતોલ હતું.


Lean sinn:

Sanasan


Sanasan